Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 168
________________ તિથિ એવી તિથિઓ બને તેટલી નોંધવી; એના વ્યાજમાંથી આ કાર્ય કરવું.” સાંજે હું ગયો ત્યારે મને કહે: “અલ્યા! તારી તો આખી એક માળા ગણીએ તોય તારાં દર્શન દુર્લભ છે! શું કર્યું આખો દિવસ?” મેં કહ્યું : “લખતો હતો, સાહેબ !” પછી મને રૂ. ૧૫૦/-ની તિથિવાની વાત કરીને કહે: “પ્રબોધચંદ્રને મારા નામે આ તિથિ માટે લખજે કે મહારાજજીએ ખાસ લખાવ્યું છે. એ ઘણી તિથિ કરાવી લાવે એવી શક્તિવાળો છે.” અમે રોજ સાંજે બહાર ઠલ્લે જતા. આજે કહે: “આજે તમને ઠલ્લે બહાર નથી જવા દેવાના; દરે જવું હોય તો જજો, ઇલ્લે નહિ.” રે ! આ લાગણીનું ઝરણું આજે ક્યાં જોવા મળે? માગશર વદિ ૯-૧૦: આજે ગુંદી આવ્યા. નિશાળમાં ઉતારો હતો. સવારે અમે ઠલ્લે જઈને આવ્યા તે વખતે બહાર ચોગાનમાં તડકે બેઠા હતા. એક પડખે નિશાળના વિદ્યાર્થીઓ પ્રાર્થના ગાતા હતા ? ‘ભક્તિ કરવી તો ના ડરવું દુરિજન (દુર્જન) લોકથી રે...” આ ભજન સાંભળીને તેઓ ખૂબ રાજી થયા હતા. ભજન પૂરું થયું ને શિક્ષકે વિનંતી કરી કે, બાળકોને ઉપદેશની કાંઈક વાતો કહો. એટલે લાગતું મને જ પૂછ્યું: “આ છોકરાઓને ઉપદેશ આપવાનો છે, તું આપીશ?” ના કહી એટલે કહે: “આનો વાંધો જ આ છે.” પછી શ્રી સૂર્યોદયસૂરિજીને કહ્યું. તેમણે બાળકોને બે શબ્દો કહ્યા. એ પછી નિશાળ શરૂ થઈ. આ પુણ્ય પુરુષના મનમાં સદા બાળકો તરફ અપાર પ્રીતિ રહેતી. એમને વિચાર આવ્યો કે બાળકોને કાંઈક વહેંચાય તો સારું. તરત ડાહ્યાભાઈને બોલાવ્યા, સૂચના કરી. ડાહ્યાભાઈ પણ કાબેલ હતા. એમણે થોડીક જ વારમાં પેંડા- ચવાણું મંગાવી લીધું અને નિશાળના તેમજ ગામના મળીને ૪૫૦ બાળકોને વહેંચી આપ્યું. બાળકોને રાજી રાજી થતાં જોઈને એમનું અંતર પણ કર્યું. ગોચરી વાપરતાં વાપરતાં, એકાસણું કરવા બેઠેલા શ્રી નંદિઘોષવિજયજીને કહે: “તારે કાંઈ લાવવું હોય તો કોઈને ન કહેતો. મને કહેજે. શરમાતો નહિ. હું લાવી દઈશ.ભૂખ્યા ન રહેવું.” ગોચરી પછી હું બહાર આંટા મારતો હતો; એ જોઈને કહે: “અલ્યા, તું તો સ્વાર્થી છે. એકલો એકલો આંટા મારે છે તો મને કહે તો ખરો, મારે ય આંટા મારવા છે.” પછી સાથે પધાર્યા. આંટા માર્યા. મારા હાથમાં પુસ્તક-કાગળિયાં જોઈને પૂછે: આ શું છે?” મેં કહ્યું: “બૂટેરાયજી મહારાજના ચરિત્રની પ્રસ્તાવના લખવાની છે, તેનું સાહિત્ય છે.” આમ કહીને મેં થોડીક પ્રસ્તાવના લખેલી, તે એમના હાથમાં આપી. એનો થોડોક અંશ વાંચીને મને પાછી આપતાં કહે : “હવે તારું હિન્દી સરસ થઈ જશે.” બપોરે શેઠ નરોત્તમભાઈ માયાભાઈ સકુટુંબ આવ્યા. તેમની પાસેથી પ્રતિષ્ઠા અંગેની આગળની માહિતી મેળવી. વળી, વિરોધીઓથી દમ નહિ ખાવાની ને મક્કમ રહેવાની સૂચના પણ આપી. ૧૫૨ Stain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196