Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 166
________________ “તમે તો ખૂબ સમજણવંત તથા વિવેકનંત આત્મા છો, તેથી વધારે લખવાની જરૂર નથી. “શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવંત શ્રી મહાવીર મહારાજા શ્રી ગૌતમસ્વામી ભગવાનને કહે છે કે – "गाढा य विवाग कम्मुणो, समयं गोयम ! मा पमायए" “- હે ગૌતમ! કર્મના વિપાકો ગાઢ છે, અણધાર્યા આવીને ઊભા રહે છે, માટે સમયમાત્રનો પ્રમાદ કરીશ નહિ. “અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી વીતરાગ ધર્મ પામી, તથા તેની આરાધનાની સામગ્રી- મનુષ્ય અવતાર, પંચેન્દ્રિયપણું તથા સમજણ અને શ્રદ્ધા પામી યથાશક્તિ, મન-વચનકાયાથી તેની આરાધનામાં ઉદ્યમવંત રહેવું, એ જ માનવજીવન પામ્યાનું સર્વસ્વ છે, તેમ વિવેકી ભવ્ય જીવોનું કર્તવ્ય છે. “શ્રી જ્ઞાની ભગવંતે દીઠેલ ક્ષેત્રસ્પર્શના હશે તો પોષ સુદિ ૮ શનિવાર તા. ૧૦-૧-૭૬ના રોજ પાલિતાણા પહોંચવાની ધારણા છે. શ્રી દેવગુરુધર્મ પસાયે તથા પ.પૂ. શાસનસમ્રાટના પુણ્યપસાયથી અમારી તબિયત વિહારમાં ઠીક રહી છે. માગશર વદિ ૭: આજે ભાયલા આવ્યા. પહેલા જિનમાં ઉતર્યા. પછી ત્યાંથી પંચાયતના ચોરે આવી ગયા. કહે: “હું જ્યારે આવું ત્યારે અહીં જ ઊતરવું ફાવે છે. મોટા મહારાજ અહીં જ ઊતરતા ને હું બેઠો છું ત્યાં જ બેસતા. પછી શ્રી પ્રેમપ્રભસાગરજીને પૂછે: “તમે ક્યાં ઊતર્યા? ઉપાશ્રયમાં ને?” ઠીક કર્યું.” આ બોલતાં એમની નજર એક બોર્ડ પર પડી. એમાં લખેલું કે કામ સિવાય કોઈએ બેસવું નહિ. આ વાંચીને હસતાં હસતાં કહે : “આપણે પણ કામ હોય ત્યારે જ બેસવું; કામ ન હોય ત્યારે ઊભા રહેવાનું !” આ વખતે મેં કહ્યું: “સાહેબ ! આવા વિહારમાં જંગલમાં ઝાડ તળે બેસીને વાંચવા-લખવાની કેવી મઝા આવે !” આના જવાબમાં કહેઃ “મોટા મહારાજ ઘણીવાર એવું કરતા કે વિહાર કરી ગામમાં જાય, ત્યાં નવકારશી તો કોઈને કરવાની જ ન હોય. એટલે ત્યાં બેસીએ તો વાણિયા આવે ને ટાઈમ વાતોમાં જાય. એટલે મોટા મહારાજ બધા સાધુઓને લઈને જંગલમાં ઝાડ તળે પધારે. પુસ્તકો સાથે લઈ લે. ત્યાં નિરાંતે ભણાવે. બે-ચાર કલાકે ગોચરીવેળા થાય ત્યારે ગામમાં આવતા.” અગિયાર વાગે તાડપત્રી ગામના ભાઈઓને મુહૂર્ત કાઢી આપ્યું. ત્યાં ફૂલચંદભાઈ તથા પ્રબોધભાઈ સી. વકીલ આવ્યા. ફૂલચંદભાઈએ એક સાધ્વીજી માટે મુહૂર્ત પૂછ્યું, તો પંચાંગ જોઈને માગશર વદ સાતમને ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ કહ્યો. બીજો એક દિવસ શ્રેષ્ઠ નથી આવતો, એ પણ કહ્યું. ૧પ૦ din bucation International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196