________________
સમાચાર આપતાં દુઃખ થાય છે કે મારા પુત્ર મનુભાઈનું માગશર વિંદ ૨ની રાત્રે અગિયાર વાગે દુઃખદ અવસાન થયું છે. મારા તથા મારા કુટુંબીઓ તથા સ્નેહી સંબંધી સાથેનો આ ભવનો સંબંધ છૂટી જાય છે. ઘણા ભવો કરતાં કરતાં કેટલીકવાર આ જીવ સાથે સંબંધ થયા હશે અને જ્યાં સુધી ભવભ્રમણ હશે ત્યાં સુધી પાછા સંબંધ થવાના હશે. આત્મા અજર-અમર-અવિનાશી છે. ફક્ત દેહનું જ કર્મ પ્રમાણે પરિવર્તન થયા કરે છે. અજ્ઞાનતા લેઈ અને ઘણા ભવોનાં આવરણ લેઈ મોહ-મમતાથી હર્ષ-શોકની લાગણીઓ અનુભવાય છે. તે અજ્ઞાનનો નાશ થયે આત્મસ્વરૂપે સ્થિત થવાય છે. નરભવ પામી, તે ભાવમાં રમણતા પામવી; અને ગતાનુગતનો શોક કરવો મિથ્યા છે અને ગત આત્માને ચિ૨શાંતિ અર્પે તેટલું ઇચ્છવું આપણું કર્તવ્ય છે.
આ વાંચીને હું એમની કમ્મર દાબવા બેઠો. ડાહ્યાભાઈ પણ હતા. દોઢેક કલાક સુધી કદમ્બગિરિ વગેરે તીર્થોની વાતો કરી. એ વાતોમાં એમના અંતરમાં ભરપૂર પડેલી તીર્થસેવાની ધગશ વ્યક્ત થતી હતી. પછી ડાહ્યાભાઈને કહે : “મારે આ વખતે આને હસ્તગિરિની ને ઘેટી-પાગની જાત્રા કરાવવી છે; એણે કોઈ દી’ કરી નથી. પ્રતિષ્ઠાનું કામ પતી જાય પછી જવાનું કરીશું. તમારે સાથે રહેવાનું.”
લી. કેશવલાલ લલ્લુભાઈના ૧૦૦૮ વંદના સ્વીકારશો.”
“પાલિતાણાથી ડુંગરપર - જીવાપર થઈને રોહીશાળા; ત્યાંથી મુંડકીધાર થઈ ઉપર ચડી, જાત્રા કરી હાથસણી ઊતરી જવાય. અથવા પાલિતાણાથી રોહીશાળાની પાગે ઊતરી જઈ, જાળિયા થઈને ય મુંડકીધાર જવાય. પાછા આવતાં ઘેટીના રસ્તે આવીએ. ત્યાંથી ડુંગર ચડીને જાત્રા કરીને પાલિતાણા આવી જવાય. જતી વખતે નવા રસ્તે નથી જવું. આવતા નવા રસ્તે આવવું હોય તો અવાય.”
મારે તો સાંભળવાનું જ હતું. આટઆટલાં વર્ષો પછી પણ કયા રસ્તે કેમ ને કઈ રીતે જવુંઆવવું, એ એમને બરાબર યાદ હતું.
સાંજે એક ભજનિક ગામમાં નીકળ્યો. એનો કંઠ ખૂબ સૂરીલો હતો. સમિયાજી એને બોલાવી લાવ્યા. એના હાથમાં ચંગ નામનું વાદ્ય હતું. એ લઈને એણે બે ભજનો સંભળાવ્યાં એ ભજનોની એક એક લીટી યાદ રહી છે : “કાયાકા પિંજરા ડોલે, એક શ્વાસ કા પંછી બોલે’” અને “ઇશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ બાની મેં.”
એના ગયા પછી કેસરિયાજીના સંઘમાં એક હરિજન રાવટીનું ભજન ગાતો હતો, તેને યાદ કર્યો. કહે : “એ ખૂબ સરસ ગાતો હતો. એનો કંઠ ખૂબ મીઠો હતો. રાવટીનું ભજન ખૂબ સુંદર હતું.”
બપોરે કેશુભાઈ શેઠ પર તેમના પત્રનો જવાબ લખાવ્યો. સાંજે મારી પાસે એની નકલ કરાવી. આ કાગળમાં એમના હૃદયના ભાવોનું સ્વચ્છ પ્રતિબિંબ પડે છે. આ રહ્યો એ કાગળ :
“તમારા સુપુત્ર શ્રી મનુભાઈનું માગશર વિદે બીજની રાત્રે ૧૧-૦૦ વાગે દુઃખદ અવસાન થયું તે જાણ્યું.
Jain Education International
૧૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org