________________
આ સમયે એમને તો નહિ, પણ પડખે બેઠેલાઓમાંથી કોઈનેય ખ્યાલ ન આવ્યો કે સાતમ તો આજે જ છે ! એ મુહૂર્ત કઈ રીતે સાધી શકાય?
કદી પણ, સ્વપ્નમાંય સરતચૂક ન કરનાર એ પુણ્યપુરુષને પોતાને પણ આ સરતચૂકનો ખ્યાલ ન આવ્યો. જાણે આ પણ વિધિનો કોઈ અકળ સંકેત હતો !
બીજાં પણ મુહૂર્તો જોવાનાં હતાં, તે જોઈ આપ્યાં.
ગોચરીનો સમય થયો. મને પગે કાંટો વાગેલો. એ કઢાવીને હું પાછો આવ્યો, એટલે પૂછ્યું : “કેમ પાછો આવ્યો?” મેં કાંટાની વાત કરી તો સમિયાને કહે: “આને પાટો બાંધી દે.” મેં કહ્યું : પછી બંધાવીશ.” તો કહે “ના; પહેલા બંધાવી લે.” સમિયાજીએ અળસીનો લેપ લગાડી, પાટો બાંધવા માંડ્યો. એ જોઈને કહે: “પાટોય બરાબર બાંધતા નથી આવડતો. લાવ હું બાંધી આપું.” પણ પછી સમિયાજીએ બરાબર બાંધી દીધો.
બપોરે મારી પાસેથી દશવૈકાલિકની નાની-નવી પુસ્તિકા જોવા લીધી. આખી બરાબર જોઈ ગયા. પછી કહેઃ “તેરાપંથીઓએ છપાવ્યું લાગે છે. બહુ સારું છે. કેટલી સરસ ને શુદ્ધ છપાઈ છે !”
આ પછી શ્રી રતિભાઈએ નંદિસૂત્રનાં વ્યાખ્યાનોના પુસ્તક માટે લખેલી પ્રસ્તાવના મેં વાંચવા આપી. એ વાંચીને કહેઃ રતિભાઈ કેવું સરસ લખે છે ! આપણને તો આવી કલ્પના ય ન આવે.”
માગશર વદિ ૮:
વહેલી સવારે ભાયલામાં સાધુઓ વાંદવા આવ્યા, ત્યારે કહે: “પોષ દશમનાં ત્રણ એકાસણાં આજથી શરૂ કરવાના. મોટા મહારાજના વખતમાં અમો બધા સાધુઓ કાયમ પોષ દશમ કરતાં. ખુદ મોટા મહારાજ પોતે કરે, પછી બીજું કોણ ન કરે? એકવાર તો વિહારમાં બધાએ ત્રણે એકાસણાં ઠામચોવિહાર કરેલાં. એક જ વાર હોં. બાકી તો કાયમ ત્રણ એકાસણાં કરવાનાં, અત્યારે કોણ કરે
છે?
છેવટે, ત્રણ મુનિઓએ એકાસણાનાં પચ્ચકખાણ લીધાં, એટલે ખૂબ ખુશ થયા. કહે: “ત્રણ તો નીકળ્યા કરનારા !”
ભાયલાથી આજે કોઇ આવ્યા. ત્યાં અમદાવાદથી રામજી ફોટા લઈને આવ્યો. એ જોઈને પૂછ્યું: “શેના ફોટા છે?” મેં કહ્યું: “પાંજરાપોળથી વિહાર કર્યો તે વખતના છે.” એટલે કહે: પછી જોઈશું.”
પછી ડૉક્ટર છોટુભાઈ આવ્યા. ખૂબ આનંદથી વાતો કરી. તબિયત ઘણી સરસ રહી હોવાનું ડૉક્ટરને કહ્યું. પછી કહે: “હવે મારી તબિયત જોવા વલભીપુર આવવાનું છે ને?”
બપોરે કોઠવાળા ભાઈઓએ વિનંતી કરીઃ “ગુંદી ને ભાયલામાં વૈયાવચ્ચ અંગે કાંઈક કાયમી યોજના કરી આપો.”
એ અંગે શ્રી સૂર્યોદયસૂરિજીને બોલાવી, વિચારણા કરીને નક્કી કર્યું કે, “૧૫૦/-રૂા.ની એક
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org