Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 171
________________ ખાંતિભાઈ કહે : “આજે મેં મહારાજ સાહેબના મુખ પર પણ ખૂબ – કોઈ દિવસ ન જોયું હોય - એવું તેજ જોયું. પુણ્યશાળી મહાપુરુષ છે.’ આવી વાતો કરતાં એ લોકો બોટાદ તરફ ગયાં. વિહારમાં મેં ‘સિત્તેજકપ્પો'નું પુસ્તક રાખેલું. એ એમણે બે દિવસથી જોવા લીધેલું. એમાં લાલ ચિહ્નો કરેલાં જોઈને પૂછે : “આ કોઈએ વાંચેલો છે ?’’ મેં કહ્યું : “હા, મારા ગુરુમહારાજે વાંચેલો છે.” કહે : “વાંચી ગયા એ બહુ સારું કર્યું.’ રાત પડી. પ્રતિક્રમણ થયા બાદ હું ભક્તિ કરવા બેઠો, તો મને કહે : “મારે ભક્તિ નથી કરાવવી. બે બત્રીશી સાંભળવી છે. આવડે છે ? યાદ છે ?’’ મેં કહ્યું : ‘‘આવડે તો છે, પણ બે-ચાર ભૂલો પડે છે. કાલે જોઈ લઈશ, ને પછી સંભળાવીશ.” કહે : “સારું, તો શ્લોકો બોલ. તું તો ભૂલી જંઈશ, પણ હું યે ભૂલી જઈશ. માટે થોડા શ્લોકો બોલ.’’ મેં શ્લોકો બોલવા શરૂ કર્યા. છન્દવાર શ્લોકો બોલતો ગયો, પહેલા પૃથ્વી છંદ બોલ્યો, પછી મંદાક્રાંતા લીધો. બધા શ્લોકો મારી સાથે સાથે તેઓ પણ બોલતા જાય. મંદાક્રાન્તા ચાલુ હતા, તે દરમ્યાન મને કહે : “પેલો ચાતક પક્ષીવાળો શ્લોક કયો ? એ બોલ.’” મને થોડીવારે યાદ આવ્યો, ને એક લીટી બોલ્યો. તો પોતેય આખો શ્લોક બોલી ગયા : सन्त्येवास्मिन् जगति बहवः पक्षिणो रम्यरूपास्तेषां मध्ये मम तु महती वासना चातकेषु । यैरूर्ध्वाक्षैरथ निजसखं नीरदं स्मारयद्भिश्चित्तारूढं भवति किमपि ब्रह्मकृष्णाभिधानम् ॥ રસકવિ જગન્નાથનો આ શ્લોક છે. જગન્નાથ અને એનાં કાવ્યો એમને ખૂબ પ્રિય હતાં. આ પછી અષ્ટસહસ્રીના ચાર મંગલ-શ્લોકો બોલાવ્યા. પછી આવ્યો સ્રગ્ધરાનો વારો. હું જગન્નાથનો શ્લોક બોલ્યો : Jain Education International आमूलाद्रत्नसानोर्मलयवलयितादा च कूलात् पयोधेर्यावन्तः सन्ति काव्यप्रणयनपटवस्ते विशङ्कं वदन्तु। मृद्वीकामध्यनिर्यन्मसृणरसझरी माधुरी भाग्यभाजां वाचामाचार्यतायाः पदमनुभवितुं कोऽस्ति धन्यो मदन्यः ॥ આ સાંભળીને કહે : “કેટલી એની (જગન્નાથની) ખુમારી છે !” પછી એનો બીજો શ્લોક (પારીન્દ્રાળાં ધુરીધૈ:૦) બોલ્યો એટલે એનો અર્થ બોલાવ્યો. પછી પૂછ્યું : “આ શેનો શ્લોક છે ?” મેં ૧૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196