________________
જોઈને સંતોષ પામ્યા. મેં પૂછ્યું: “સાહેબ ! આપના વખતમાં આવી પ્રથા નહોતી, પણ અત્યારે એવી પ્રથા છે કે પુસ્તક કોઈને સમર્પણ કરાય. આ કોને સમર્પણ કરવું?”
કહે: “કસ્તૂરસૂરિજીને જ સમર્પણ કરવાનું.” માગશર વદિ ૨:
આજે બપોરે ડૉ. સુમન્તભાઈ શાહ તથા ડૉ. છોટુભાઈ આવ્યા. તબિયત તપાસી. એ વખતે ગમ્મતમાં ડૉક્ટરને પૂછે: “મારું હાર્ટ તો મજબૂત છે ને ? વિહાર કરું તો વાંધો નથી ને?”
ડૉક્ટર કહે : “આપનું હાર્ટ તો કોઈનું ન હોય એવું મજબૂત છે. તબિયત જોતાં શરદીની પ્રકૃતિ છે અને શિયાળો છે, એટલે વિહાર માટે સિઝન તો સારી ન કહેવાય. પણ આપને ડોળીમાં જવાનું, નાના નાના વિહારો કરવાના, દવા બરાબર લેવાની અને બરાબર ઓઢવાનું એટલે વાંધો નથી.” પછી ડૉક્ટર પૂછે: “પણ કમુરતામાં વિહાર થાય?”
કહેઃ “બીજાં કાર્યો કમુરતાંમાં ન કરીએ, પણ યાત્રામાં કમુરતાનો દોષ નથી ગણાતો.”
બપોરે મને કહે: “પારકર્ષ (સ્વાધ્યાય સંગ્રહ)ની ચોપડી લઈ લેજે. મારી પાસે એ કાયમ રાખું છું, પણ આજે હાથ નથી આવતી. તું લઈ લેજે.” મેં કહ્યું: “મારી પાસે એ રાખું જ છું, સાહેબ !” તો કહેઃ “બસ, તો વાંધો નહિ.”
સાંજે “જનસત્તા'ના રિપોર્ટર શ્રી રમેશભાઈ આવ્યા. તેમણે વિહારના સમાચાર છાપવાની રજા માંગી. ત્યારે મને કહેઃ “હમણાં પેઢીની વિનંતીથી પ્રતિષ્ઠા માટે જઈએ છીએ, એવું લખાવતો નહિ. યાત્રા માટે જઈએ છીએ, એમ જ લખાવજે.” મને આશ્ચર્ય થયું. પણ, એમના અંતરના ઊંડાણને પામવાનું આપણું શું ગજું?
રાત્રે પેઢીના બે મેનેજરો શ્રી શિવલાલભાઈ તથા શ્રી ઠાકર આવ્યા. એમને નઝરબાગમાં મહોત્સવ કરવાની, નવકારશીઓ વંડે કરવાની, છાપાંના રિપોર્ટરોને માહિતી આપવાની વગેરે અનેક સૂચનાઓ કરી. વિરોધીઓના પ્રતિકાર માટેના પગલાં પણ સૂચવ્યાં.
એ વખતે મેં કહ્યું: “એ તો આપના નામે પાલિતાણા પહોંચ્યા પછી એક નિવેદન બહાર પાડવું પડશે.” ત્યારે કહે: એ વાત બરાબર છે. હમણાં જ બહાર પાડી દઈએ. તું પોઈન્ટો ટાંકી રાખજે.” મેં કહ્યું: સાહેબ ! એકદમ ઉતાવળ નથી કરવી, પાલિતાણા પહોંચીએ, કોઈ જવાબદાર વ્યક્તિ (વિરોધી) જાહેરમાં આવે, પછી આપણે વિચાર કરવાનો. રતિભાઈ ને મફતભાઈની સલાહ પણ લઈ લઈશું.”
આ વાત એમને જચી ગઈ. કહે: “કાલે મફતલાલને બોલાવીને વાત કરવાનું ધ્યાન રાખજે.”
એક નવલોહિયા યુવાનને પણ પ્રેરણા આપે એવો ઉત્સાહ, અડગતા ને શક્તિ એમના પ્રત્યેક વચનમાં ને પ્રત્યેક પ્રવૃત્તિમાં નીતરતાં હતાં, એનાં દર્શન પણ જોનારામાં જુસ્સો ને તાકાત પ્રેરતાં હતાં.
૧૪૪
Sain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org