________________
હતાં. મંડપમાં બેઠેલા શ્રોતાઓ ને મારવાડી ગૃહસ્થો આ શબ્દો સાંભળીને, એમાં રહેલી ખુમારી અનુભવીને ‘વાહ વાહ !' પોકારી ગયા. એ ખુમારીભર્યો અવાજ હજી પણ જાણે કર્ણપટ પર અફળાઈ રહ્યો છે !
માગશર શુદિ ૩ :
આજે રાત્રે અધિવાસનાની મંગલ ક્રિયા હતી. એ કરીને બહાર નીકળ્યા પછી કહે : “અમુક આચાર્યે અંજન કરેલી પ્રતિમાનો પ્રભાવ વધુ ને અમુક આચાર્યે અંજન કરેલી પ્રતિમાનો પ્રભાવ ઓછો, આવું જે કહેવાય છે તેનું કારણ ‘સમાપત્તિ’ છે. સમાપત્તિ- એકાગ્રતા સધાવી જોઈએ. એની તરતમતાએ પ્રતિમાના પ્રભાવની તરતમતા થાય. મેં, કદંબગિરિની પહેલી અંજનશલાકા થઈ, ત્યારથી આ સમાપત્તિની શોધ કરીને તેનો પ્રયોગ શરૂ કર્યો છે.’
માગશર શુદે ૪ :
બે નૂતન જિનાલયોમાંના એક શ્રી ગોડીપાર્શ્વનાથના દેરાસર અંગે કેટલાક લોકોને વહેમ હતો;કોઈક વિઘ્નસંતોષીએ એ વહેમનું વિષ સીંચેલું. એ લોકોની વિનંતીથી બપોરે તેઓ એ દેરાસરે ગયા. ત્યાં પ્રભુ સમક્ષ ચારે દિશામાં શાંતિકારક સ્તોત્રપાઠ કરાવ્યો. ચારે તરફ સંઘને વધાવો કર્યો. વહેમ દૂર થાય તેવાં મંગલ વચનો કહ્યાં.
એમની સર્વકલ્યાણ ની ભાવના ઉ૫૨ લોકોને એટલી શ્રદ્ધા હતી કે એમણે આ વિધાન કર્યા પછી વહેમ સર્વથા નાબૂદ થઈ ગયો અને પ્રતિષ્ઠા દિને, પ્રતિષ્ઠા કરાવવા પોતે ત્યાં હાજર રહ્યા, ને ઉમંગભેર પ્રતિષ્ઠા કરાવી. પરિણામે પ્રતિષ્ઠા પછી ત્યાં અમીઝરણાં થયાં.
આ ઉપરાંત આ મહોત્સવ દરમ્યાન બીજા પણ એવા પ્રસંગો બન્યા,જેમાં એમના પ્રતિની લોકોની શ્રદ્ધાના અને એ શ્રદ્ધાનુસા૨ ચીંધ્યા પ્રમાણે મુહૂર્તાદિ કાર્યો કરવાથી આવેલાં સુપરિણામના સુખદ અનુભવો થયા.
માગશર શુદ ૧૧ (મૌન એકાદશી) :
સવારે ૧૧ વાગ્યા લગભગ પાંજરાપોળે આવ્યા. પછી થોડી જ વારમાં મુનિ શ્રીભદ્રસેનવિજયજી બહારથી આવ્યા. એમને પૂછે ઃ “ક્યાં જઈ આવ્યા ?” એ કહે : “કીકાભટની પોળે વ્યાખ્યાન વાંચવા જઈ આવ્યો.'' એ સાંભળી હસતાં હસતાં મને કહે : “જો આને વ્યાખ્યાન વાંચતાં આવડી ગયું. તું રહી ગયો; તને ન આવડ્યું.”
એ રાત્રે ક્રિયાકુશળ ભોજક કેશવલાલ આવ્યા. એમની જોડે વિચાર કરીને પાલિતાણાની પ્રતિષ્ઠાનો વિધિવિધાન અંગેનો તમામ કાર્યક્રમ, દિવસ અને સમયવા૨, નક્કી કર્યો, લખાવ્યો ને પ્રતિષ્ઠાને લગતી બીજી વિચારણાઓ પણ કરી.
માગશર શુદિ ૧૩ :
આજે શ્રી આત્મારામ ભોગીલાલ સુતરીઆ તથા પેઢીના મુખ્ય મેનેજર શ્રી ઠાકર આવ્યા.
in Education International
૧૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org