Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 156
________________ તમે કહેશો ત્યારે ત્યાં આવીશ. મારી ચિંતા ન કરશો.” પછી કહેઃ “આ વર્ગ માટે જવાનું થાય, ત્યારે ત્યાં લિપિ અને સભ્ય જ્ઞાન વિશે મારે બોલવું પડશે. શું બોલવું? એના મુદાઓ શોધીને તૈયાર રાખજે.” હું વિમાસણમાં પડ્યો કે હું વળી આ ક્યાંથી શોધવાનો છું? ત્યાં તો એ કળી ગયા; કહે “નંદીસૂત્રની ટીકા જોજે, એમાં લિપિઓનું સ્વરૂપ આવે છે, શ્રુતજ્ઞાનના નિરૂપણમાં વ્યંજનાક્ષરનું સ્વરૂપ આવે છે. એ બધું જોઈ જજે.” કરવા ધારેલા કોઈ પણ કાર્યને ખંતથી સફળ બનાવવાની તત્પરતા માટે તેઓ સુખ્યાત હતા. આ પ્રસંગમાં પણ એ ખંત ને તત્પરતાની ઝલક જોવા મળે છે. માગશર સુદિ ૧: આજે બપોરે શેઠ કસ્તૂરભાઈ આવ્યા. બિહારનાં જૈન તીર્થો સહિત બધાં ધાર્મિક ટ્રસ્ટોમાં બિહાર સરકારના થઈ રહેલા હસ્તક્ષેપની વિગત કહી, પછી શેઠે કહ્યું: “એને અટકાવવાના પ્રયાસો ચાલુ છે, લગભગ તો સફળ થઈશું. પણ, તીર્થરક્ષાના ઉદ્દેશથી આપ અમદાવાદમાં એક હજાર આંબેલ કરાવો.” એમણે એ સ્વીકાર્યું. શ્રી વિજયસૂર્યોદયસૂરિજીને બોલાવ્યા ને વાત કરી; કહે: “હજાર આંબેલ તો એકલી પાંજરાપોળમાં જ થઈ જાય.” શેઠ કહે: “શું પાંજરાપોળ એટલી બધી મોટી છે?” સૂર્યોદયસૂરિજી : “ના, પણ પાંજરાપોળે આવનાર વર્ગ ઘણો મોટો છે.” પછી શેઠ કહે: આપના નામથી તીર્થરક્ષા માટે તપ-જાપ વગેરે કરવા માટેનું એક નિવેદન બહાર પાડો.” એમણે હા કહી. અને શેઠના ગયા પછી તત્કાળ એક નિવેદન તૈયાર કરાવ્યું. એ નિવેદન બીજા જ દિવસના “સંદેશ” તથા “ગુજરાત સમાચાર'માં જાહેર કરાવી દીધું. આ રહ્યું એ નિવેદન : “સકલ જૈન સંઘને આદેશ” “બિહાર સરકાર તરફથી બિહારમાં આવેલાં આપણાં પરમ પાવન તીર્થો શ્રી સમેતશિખરજી, પાવાપુરી, રાજગૃહી વગેરે તીર્થોના વહીવટમાં સરકારી હસ્તક્ષેપ કરવાનો જે મેનીફેસ્ટો બહાર પડ્યો છે તેના વિરોધમાં અને શાસન ઉપર આવેલ આ આફત દૂર થાય તે માટે ગામેગામના સકલ સંઘોએ માગશર શુદિ ૧૫, ગુરુવાર તા. ૧૮-૧૨-૭૫ના દિવસે હજારોની સંખ્યામાં આયંબિલ તપ કરવું અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨૦ નવકારવાળી તીર્થરક્ષા નિમિત્તે ગણવી. “તદુપરાંત, આપણા આગેવાનો શ્રીસંઘ ઉપર આવેલ આ આફતને દૂર કરવા સક્રિય પ્રયત્ન કરે તેને સૌએ તન-મન-ધનથી સહકાર આપી આ આફત જલ્દી દૂર થાય તેમ શાસનદેવને પ્રાર્થના કરવી. પ.પૂ. શ્રી સાધુ- સાધ્વીજી મહારાજ તથા શ્રાવક-શ્રાવિકા વર્ગ વધુ પ્રમાણમાં આયંબિલ તપ ૧૪ Esain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196