________________
એ પ્રસંગ ચિરસ્મરણીય બની રહ્યો.
આ પહેલાં પણ સવાઈલાલભાઈને શ્રી વિજયનંદનસૂરિજી ઉપર ખૂબ શ્રદ્ધા–ભક્તિ તો હતી જ, પણ આ પ્રસંગ પછી એમાં ઘણી વૃદ્ધિ થઈ. એમની આવી ભક્તિનાં આલ્હાદકારી દર્શન અવારનવાર કરવા મળતાં, પણ એનાં ખરાં દર્શન તો ઘાટકોપરના નૂતન દેરાસરના મૂળનાયકની પ્રતિષ્ઠાના આદેશ બાબત ત્યાંના સંઘ અને સવાઈલાલભાઈ વચ્ચે પડેલા મતભેદના નિવેડા વખતે થયાં. એ દેરાસરના મૂળનાયકનો આદેશ સવાઈલાલભાઈએ લીધેલો. એ અંગે સંઘના પ્રમુખ શેઠ વાડીલાલ ચત્રભુજ સાથે એમને સમજણફેરના કારણે મતભેદ પડેલો. એનો ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રતિષ્ઠા ન થઈ શકે. આવી સ્થિતિમાં બન્ને પક્ષે નક્કી કર્યું કે શ્રીવિજયનંદનસૂરિજી મહારાજને આ પ્રશ્ન સોંપવો. તેઓ જે ફેંસલો આપે તે બંનેને મંજૂર.
આ રીતે આ આખો મામલો શ્રી વિજયનંદનસૂરિજી પાસે આવ્યો. તેમણે બધી વિગતો ઝીણવટથી સાંભળી, મેળવી. બંને પક્ષને સાંભળ્યા. બંનેની કબૂલાત લીધી. અને, એ પ્રશ્નનો નિવેડો પૂરી નિષ્પક્ષતાથી એમણે શ્રીસંઘની તરફેણમાં આપેલો. પણ, એમ છતાં–સવાઈલાલભાઈને લેશ પણ દુઃખ ન લાગ્યું. એમણે તો ફેંસલાના જવાબમાં લખ્યું: “નંદનસૂરિ મારા ગુરુ છે, એ જે ફેંસલો આપે, તે મારે મંજૂર જ હોય. ગુરુવચન તહત્તિ.” આખરે એ પણ કલકત્તાના પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ હતા ને ! એમની આવી શ્રદ્ધાનાં દર્શને મન ડોલી ઊઠ્યું હતું.
સં. ૨૦૨૮માં બોટાદના શ્રી ચુનીલાલ કેશવલાલ વિદ્યાર્થીગૃહના નૂતન જિનમંદિરની અને ભાવનગર દાદાસાહેબમાં તૈયાર થયેલ શ્રી વિજયોદયસૂરીશ્વર–ગુરુમંદિરની પ્રતિષ્ઠા કરાવી.
પાલિતાણા-કદમ્બગિરિની વચાળે રોહીશાળા ગામ હતું. સિદ્ધાચલજીની બાર ગાઉની પ્રદક્ષિણામાં એ વચ્ચે આવે. ત્યાં સૂરિસમ્રાટની પ્રેરણાનુસાર શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીએ શિખરબંધી દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા વગેરે બાંધેલું. સં. ૨૦૧૫માં શેત્રુંજી નદીનો બંધ (ડમ) બંધાતાં અનેક ગામોની સાથે રોહીશાળા પણ જળચરણ બન્યું. આ પછી ત્યાંના દેરાસરમાંથી જિનબિંબો લઈ લેવામાં આવ્યાં.
રોહીશાળાની ફેરબદલીમાં સરકાર તરફથી વળતર લેવાનું હતું. એ વળતર જમીનમાં જ લેવાનું નક્કી થયું. હવે જમીન ક્યાં અને કઈ લેવી તેની વિચારણા અને તપાસ ચાલુ હતી. એ અરસામાં શ્રી વિજયનંદનસૂરિજી પાલિતાણાથી શેત્રુજા–ડેમ પર પધાર્યા. આ સ્થળ એમને ખૂબ ગમ્યું, ને અહીં જ કોઈક જગ્યા મળે તો લેવી, એવો મનોમન નિર્ણય કર્યો. તે વખતે ઈરિગેશન ખાતાના મુખ્ય ઇજનેર શ્રી નટુભાઈ એન. સંઘવીસાહેબ ત્યાં સરકારી બંગલામાં રહે. એ આગ્રહ કરીને તેઓને પોતાને બંગલે લઈ ગયા. ત્યાં આખો દિવસ રહ્યા. એમાં વાતવાતમાં જમીનની વાત નીકળી. એટલે સંઘવી સાહેબ તથા શ્રી વિજયનંદનસૂરિજી વગેરે જમીન જોવા નીકળ્યા. ફરતાં ફરતાં અત્યારે જે સ્થળે દેરાસર વગેરે છે, તે જગ્યા પર આવ્યા. એ જગ્યા જોતાં જ તેઓને પસંદ પડી ગઈ; એમણે એ વ્યક્ત કરી.
એ જમીન ઈરિગેશન ખાતાએ ખૂબ મહત્ત્વની ગણીને એકવાયર કરેલી હતી. સરકારે એ
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org