Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 144
________________ સં. ૨૦૩૦માં લવારની પોળના ઉપાશ્રયના સંઘનો વિચાર થયો કે પૂ. શ્રી મંગળવિજયજી મહારાજને આચાર્ય પદવી આપવી. એણે શ્રી મંગળ વિજયજી મહારાજને ખૂબ વિનંતી કરીને હા પડાવી હતી. હવે એ પદવી કરવી કોના હાથે? - આ પ્રશ્ન ઊભો થયો. સંઘ તથા મુનિગણ સૌને થયું કે શ્રી વિજયનંદનસૂરિ મહારાજના હાથે જ પદવી થવી જોઈએ. એ વખતે શ્રી વિજયનંદનસૂરિજી ખંભાત હતા. સંઘના ભાઈઓ ત્યાં પહોંચ્યા. એમણે વિનંતિ કરી કે પદવી આપના સિવાય બીજા પાસે નથી કરાવવી, પધારો. એમણે હા પાડી, ને ખંભાતના ઉપાધાનાદિ કાર્યો બાકી રાખીને તેઓ અમદાવાદ આવ્યા, અને વિશદ્ધ ક્રિયા કરાવવાપર્વક આચાર્યપદ પ્રદાન કર્યું. સં. ૨૦૩૧માં શેઠ કેશવલાલ લલુભાઈએ વિનંતી કરી કે, મુનિ શ્રી દુર્લભસાગરજી મહારાજને આપ આચાર્યપદવી આપો. સૌના બેલી બનવાને સર્જાયેલા એવા એમની ના ક્યાં હતી ? એમણે શેઠની વિનંતી માની અને પોતાની અશક્ત તબિયતના કારણે શ્રીવિજયસૂર્યોદયસૂરિજીના હાથે હઠીભાઈની વાડીમાં આચાર્યપદ અપાવ્યું. આવા તો અનેક પ્રસંગો છે. અને આવા પ્રસંગો જ “જેનું કોઈ નહિ, એના નંદનસૂરિ- આ કહેવતને પોષણ આપે છે. રાજસ્થાનમાં ખૂબ બહુમાન પ્રાપ્ત કરનાર, પ્રતિષ્ઠિત જૈનાચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી, પોતાના નિર્ણાત તમામ મુહૂર્તા શ્રી વિજયનંદનસૂરિજીને મોકલીને તેમાં એમની મંજૂરી- મહોરછાપ મેળવતા; તેઓ કહે એ મુહૂર્તને અનુસરતા, અને તેઓ સૂચવે તે મુજબ ફેરફાર કરીને જ કાર્યો કરતા. સં. ૨૦૩૦માં ભાદરવા મહિનાની વૃદ્ધિ (અધિક ભાદરવા માસ) હતી. આ વખતે અંચલગચ્છના પર્યુષણા શ્રાવણ વદમાં શરૂ થઈ, પહેલા ભાદરવામાં પૂરા થતાં હતાં. મુંબઈના અંચલગચ્છના આરાધકોએ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ પાસે પોતાને કલ્પસૂત્રાદિનું શ્રવણ કરાવવાને સાધુઓ મોકલવા વિનંતી કરી. એમણે શ્રી વિજયનંદનસૂરિજીને એ બાબત પૂછાવતાં એમણે લખ્યું: “ચેમ્બરમાં તેમજ મુંબઈના દરેક પરાંઓમાં અચલગચ્છવાળાના પર્યુષણનો પ્રારંભ આ શ્રાવણ મહિનામાં છે, અને સંવત્સરી (સમાપ્તિ) પહેલા ભાદરવા શુદિ પાંચમના દિવસે છે. તેઓની વ્યાખ્યાનની માંગણી અઢાઈધરના ત્રણ દિવસ માટેની છે. અને ત્યારબાદ શ્રી ભગવાન મહાવીરનું ચરિત્ર વાંચી સંભળાવવાની માંગણી છે, તો તે બાબતમાં તેમની માંગણી જરૂર સ્વીકારવી, અને વ્યાખ્યાન માટે સાધુ પણ આપવા તે ઉચિત અમોને લાગે છે. અને તેમાં કોઈ જાતની હરકત અમોને લાગતી નથી. અમારી તેમાં સંમતિ છે, અને તમારા પૂજ્ય ગુરુદેવની પણ સંમતિ અને અનુમતિ જરૂર મેળવી લેશો. શ્રી કલ્પસૂત્ર તથા બારસાસૂત્ર પણ ત્યાં અચલગચ્છાવાળાઓને સંભળાવવામાં અમોને કોઈ હરકત જણાતી નથી.” આવી ઉદાર વિચારધારા એમને સર્વમાન્ય બનાવે એમાં શી નવાઈ ? ૧૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196