Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 149
________________ શ્રી વિજયનંદનસૂરિજી તો ઉજવણીને લાભદાયી માનતા હતા; તો પણ એમણે એ અંગે આગ્રહ ન રાખતાં ભેગા મળીને જે નિર્ણય થાય તે સર્વમાન્ય કરવાનો વિચાર રાખ્યો હતો. પણ પરિસ્થિતિ જ એવી ઊભી થઈ કે એ વિચારનો અમલ ન થઈ શકે. આ ઉપરાંત, મુંબઈના આગેવાનોએ એમને વિનંતી કરી કે, “સાહેબ ! વિરોધીઓનો પ્રચાર જોરશોરથી ચાલુ છે. એથી સામાન્ય જનતાની મતિ મૂંઝાઈ રહી છે કે સાચું શું? એ લોકોને સાચું જાણવાની ખાસ અગત્ય છે. માટે આપ સાહેબ એક જાહેર નિવેદન આપો તો સારું. આપ જે કહેશો, તેની અસર લોકો પર ખૂબ જ સારી થશે.” એટલે શ્રી વિજયનંદનસૂરિજીએ પોતાની માન્યતા સ્પષ્ટ કરતું એક નિવેદન જાહેર કર્યું. આ રહ્યું એ નિવેદન– આપણા આસન્ન ઉપકારી ચરમતીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ૨૫૦૮મા નિર્વાણ કલ્યાણકની રાષ્ટ્રીય ધોરણની ઉજવણીમાં અમારો વિરોધ નથી. વિરોધ કરવો એ પણ ડહાપણભર્યું કામ નથી. તેમ વિરોધ કરવો તે ભવિષ્યમાં શ્રી જૈન સંઘને તથા જૈન તીર્થોને નુકસાનકારક છે, એમ અમારું માનવું છે. આ માંગલિક પ્રસંગને અનુલક્ષીને શ્રી મહાવીરસ્વામી ભગવાનના શ્રદ્ધાવંત અને ગૌરવવંતા અનુયાયી સમગ્ર શ્રી જૈન સંઘને કલ્યાણક–મહામહોત્સવ ઊજવવા સાથે રચનાત્મક કાર્યો કરવાકરાવવા અમારો અનુરોધ છે.” આ નિવેદનની ધારી અસર થઈ. ઉજવણીમાં માનનાર વર્ગ આથી વધુ ઉત્સાહિત બન્યો. સામાન્ય જનતાની દ્વિધા દૂર થઈ ને રચનાત્મક કાર્યોમાં વેગ આવ્યો. વિરોધપક્ષે વિરોધના ઘેલછાભર્યા આવેશમાં એક કાર્ડ છપાવ્યું હતું. એમાં લખવામાં આવ્યું હતું કે “વીરનો નિર્વાણ–મહોત્સવ એ હકીકતમાં તો વીરશાસનનો જ નિર્વાણ—મહોત્સવ જણાય છે.” આ કાર્ડ સાંવત્સરિક ક્ષમાપના અંગેનું હતું. એક વ્યક્તિએ એ કાર્ડ શ્રી વિજયનંદનસૂરિજી પર પણ મોકલ્યું હતું. એ વાંચીને એમના હૈયામાં પારાવાર વેદના થઈ. શ્રી જિનશાસન પરની શ્રદ્ધાના મૂળમાં કુઠારાઘાત કરતી આ પંક્તિના જવાબમાં એમણે લખ્યું “ભગવાન મહાવીર પરમાત્માનું શાસન તો હજી એકવીસ હજાર વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલવાનું છે. આ આગમવચન પર જેને શ્રદ્ધા ન હોય, તે વ્યક્તિ જ આવા શબ્દો લખી શકે.” પણ ઝનૂને ચડેલા વિરોધીઓ ઉપર આની અસર ન થઈ. એમનો વિરોધ વધે જ ગયો. પણ આનું એક સારું પરિણામ એ આવ્યું કે ખંભાત આવેલા પેલા ગૃહસ્થોની માન્યતા ઉજવણીના વિરોધની હતી, તે બદલાઈ ગઈ અને તેઓ ઉજવણીની તરફેણ કરવા લાગ્યા. વિરોધીઓની ખતરનાક વિરોધપ્રવૃત્તિ, અને ઉજવણીથી થનાર ફાયદા,-એ બંને આનું નિમિત્ત હતાં. ખંભાતથી શ્રી વિજયનંદનસૂરિજી અમદાવાદ આવ્યા. શ્રીસંઘના આગ્રહથી ત્યાં ચોમાસું રહીને ઉજવણીનું યશસ્વી નેતૃત્વ એમણે સંભાળ્યું. ૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196