________________
“વિ. અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક સભા તરફથી તા. ૧૧-૧૦-૭૧, સોમવારના બહાર પડેલ તેમજ તા. ૨૯-૧-૭૨ શનિવારના બહાર પડેલ પત્રિકામાં ‘પ્રભુ શ્રી મહાવીર ભગવાનની ૨૫૦૦મા વર્ષની ઉજવણી સંબંધમાં ભાગ ન લેવા ને લેનાર ભાઈઓને રોકવા, શ્રી શ્રમણસંઘનો આદેશ છે કે શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રમણસંઘનો આદેશ છે,' આવું જે લખવું તે પણ વ્યાજબી નથી. અમુક અમુક વ્યક્તિઓગત વિરોધમાં શ્રી શ્રમણ સંઘને કાંઈ પણ સંબંધ નથી.”
આ પછી એમણે અન્ય ત્રણ આચાર્યોની સાથે એક જાહેર નિવેદન બહાર પાડ્યું. ઉજવણીના સરકારી કાર્યક્રમની રાહ જોવાનો અને તેનો વિરોધ નહિ કરવાનો એ નિવેદનમાં અનુરોધ હતો.
આ પછી બિનસાંપ્રદાયિકતાની નીતિને વરેલી ભારત સરકારે ઉજવણીનો રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કર્યો. સરકારની ભાવના હતી કે, “ભારતમાં થયેલ મહાન પુરુષોની આવી પુણ્યતિથિઓની ઉજવણી કરીને એ મહાન પુરુષોના ધર્મ- નીતિ, સદાચારમય જીવન તથા ઉપદેશોને ભારતની તથા વિશ્વની જનતા સમક્ષ રજૂ ક૨વા અને એ રીતે જનતાના નૈતિક મૂલ્યોને ઉન્નત બનાવવાં, અને એમાં
સાંપ્રદાયિક માન્યતા કે ધોરણોને જરા પણ હસ્તસ્પર્શ ન કરવો.”
સરકારની આ સીધી- સ્પષ્ટ વાત હતી. એને અનુલક્ષીને જ એણે ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણોત્સવનો બિનસાંપ્રદાયિક વિશિષ્ટ કાર્યક્રમ નક્કી કરીને જાહેર કર્યો હતો. વળી, એ કાર્યક્રમ પૂરેપૂરો બિનસાંપ્રદાયિક હોવા છતાં એમાં જૈન ધર્મની દૃષ્ટિએ કશો બાધ આવે એવો કાર્યક્રમ ન થઈ જાય એ હેતુથી જૈન સંઘના ચારે સંપ્રદાયના બે-બે શ્રમણોને સ૨કારે સમિતિમાં ખાસ સલાહકાર અને અતિથિવિશેષ તરીકે ભાગ લેવાને વિનંતી કરી હતી. એ શ્રમણોએ એ વિનંતી માન્ય કરી, ને સમિતિમાં ભાગ લેવો શરૂ કર્યો. આમ થતાં, જૈનધર્મના આશય વિરુદ્ધનાં કાર્યક્રમ કે પ્રવૃત્તિ તદન અસંભવિત બની ગયાં.
પણ જેને વિ૨ોધ જ કરવો છે, એને કોણ સમજાવી શકે ? ‘દુઃખે પેટ ને ફૂટે માથું' જેવી એમની મનોદશા હતી. એ વર્ગે પોતાનો વિરોધ વેગીલો ને જોરદાર બનાવ્યો. ‘હંમેશા નક્કર કરતાં પોલાનો અવાજ બમણો હોય છે,’ એ કહેવત મુજબ એમના વિરોધના ઢોલે મોટું ધાંધલ મચાવી મૂક્યું. જો કે, ચાર-પાંચ સૂત્રધારોને બાદ કરતાં બીજા કોઈને આ પ્રવૃત્તિમાં રસ ન હતો, પણ સૂત્રધારો પાસે દુરૂપયોગ માટે સર્જાયેલા પ્રચારતંત્રનો, શક્તિનો, સમયનો અને આર્થિક સાધન-સામગ્રીઓનો ભંડાર હતો. એની સહાયતાથી એમણે મંડળો, દળો ને સભા-સંસ્થાઓનાં સર્જન કર્યા. સંસ્કૃતિના રક્ષણના નામે, આ શાસનપ્રભાવક પ્રવૃત્તિઓનો અહંકારપ્રેરિત વિરોધ કરવો, એ આ બધાંનો ઉદ્દેશ હતો.
આનું પરિણામ એ આવ્યું કે તપાગચ્છમાં બે ભાગ પડ્યા. એક ભાગ, ઉપર કહ્યું તેમ વિરોધમાં રાચવા માંડ્યો. જ્યારે બીજો ભાગ, ઉજવણીની તરફેણમાં રહ્યો. આ ભાગની દીર્ઘદૃષ્ટિ કહેતી હતી કે “આપણે વિરોધ કરીશું તો ય સરકાર પોતાના નિર્ણયમાંથી ચલિત નથી થવાની; એ એનું કામ ક૨વાની જ છે. તો, ઉજવણીમાં સહયોગ આપીને આપણે એવા પ્રયત્નો કરીએ જેથી ધર્મબાધક કોઈ કાર્યો ન જ થાય અને આપણને લાભ થાય. બીજું, આ ઉજવણીથી આપણને જ ફાયદો છે. ભગવાન મહાવીરસ્વામીના ઉપદેશનો સર્વત્ર ફેલાવો થશે, અને એથી જેટલા પણ લોકો ભગવાનના ધર્મમાર્ગનો
Jain Education International
૧૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org