Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 150
________________ આ ચોમાસા દરમિયાન વિરોધીઓ તરફથી અનેકવિધ ઝંઝાવાતી પ્રવૃત્તિઓ થઈ. વિવેકને ચૂકીને એમણે વિરોધના શક્ય એટલા અનુચિત માર્ગો અપનાવ્યા. અસત્યનો નિઃસંકોચ વપરાશ એમનું હથિયાર હતો. શેઠ કસ્તૂરભાઈ તથા શ્રી વિજયનંદનસૂરિજી વગેરે વ્યક્તિઓનો તેજોષ, અને એવી બીજી અનેક વાતો એમના વિરોધની આગમાં ઘી જેવું કામ કરતી હતી. આ પ્રવૃત્તિઓ એવી સખત અને સતત ચાલુ રહી કે કાચોપોચો હોય તો બધું છોડીને ભાગી જ છૂટે ! પણ આ તો વિજયનંદનસૂરિજી હતા. એમના પેટનું પાણી હાલે એમ ન હતું. એ ઠંડે કલેજે મુંબઈ અને અમદાવાદમાં બનતા બનાવોને નિહાળ્યા કરતા હતા; ઉજવણી કરનારાઓ ઢીલા ન પડી જાય એ માટે એમને ઉત્તેજન–પ્રોત્સાહન આપ્યું જ જતા હતા. વિરોધની એમને મન કશી જ કિંમત ન હતી. એની સામે આંદોલન ચલાવવાની કોઈકે વાત કરી તો કહે : “અલ્યા ! આવાની સામે વળી આંદોલન શો ? આંદોલન કરીને એને પ્રોત્સાહન આપવું છે? આ તો ચોમાસાના અળશિયા જેવું છે. ચોમાસું પૂરું થશે ને પાછું ધરતીમાં સમાઈ જશે. એને બહુ જોર ન આપવું.” વિરોધીઓએ એમને મળવા, એમને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા. પણ વ્યર્થ. આની સામે ઉજવણીને માનનારો વર્ગ પણ નિષ્ક્રિય ન હતો; એ એના કાર્યમાં સક્રિય હતો. વિરોધીઓના વિરોધની આગ પર ઠંડું પાણી રેડવાનું અને ઉજવણીનું રચનાત્મક કાર્ય કરવાનું એ વર્ગનું કામ હતું. આમ ને આમ દીવાળી આવી. આસો વદ અમાસ ને તા. ૧૩–૧૧–૧૯૭૪ના દિવસે ભગવાન મહાવીરનો ૨૫૦૦મો નિર્વાણ-કલ્યાણક દિવસ હતો. એ ઐતિહાસિક દિવસને અનુલક્ષીને ભારત સરકારે, ભારતના દરેક પ્રાન્તોની સરકારોએ, અને ભારતભરના તમામ જૈનોએ વિશિષ્ટ અને વિવિધ મંગલ કાર્યક્રમો યોજ્યા હતા. અમદાવાદના શ્રીસંઘે પણ શ્રી વિજયનંદનસૂરિજીની નિશ્રામાં ભવ્ય મહોત્સવ યોજ્યો હતો. શેઠ હઠીભાઈની વાડીમાં એ મહોત્સવ ઉજવાયો. શાનદાર વરઘોડો, ગુણાનુવાદ સભા, અષ્ટોત્તરી સ્નાત્ર આદિ કાર્યક્રમો તથા જીવદયા, સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન વગેરે પ્રવૃત્તિઓ ખૂબ સુંદર રીતે થઈ. આ પ્રસંગે શ્રી વિજયનંદનસૂરિજીએ કરેલું પ્રવચન ખૂબ મનનીય બન્યું. જૈનધર્મની સાચી વિશાળતા કેવી છે? અને એ વિશાળતાનું સ્થાન સંકુચિતતાએ લઈ લેતાં અત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે? – એનું એમાં એમણે ખૂબ હૃદયસ્પર્શી બયાન કર્યું હતું. આ ઉપરાંત, એમણે એક કાર્ય એવું કર્યું કે જેનાથી વિરોધીઓની આજ સુધીની તમામ પ્રવૃત્તિઓનો જવાબ આવી જાય ને એની નિરર્થકતાનું સૌને ભાન થઈ જાય. એમનું એ કાર્ય હતું : ભારતના વડાપ્રધાન, માનનીય શ્રીમતી ઈન્દિરા ગાંધીને, રાષ્ટ્રપતિને અને અખિલ ભારતીય નિર્વાણમહોત્સવ સમિતિને ઉજવણીના કાર્ય અંગે પત્ર તથા તારથી પોતાના શુભાશીર્વાદ પાઠવવાનું. ઉજવણીને આવકાર આપવા પાછળનો પોતાનો શુભ આશય તા. ૮-૧૧-૧૯૭૪ના પોતાના પત્રમાં વ્યક્ત કરતાં તેઓએ લખ્યું હતું કે કે ૧. જુઓ પ. ૧૬૬ ૧૩૪ Jain Education International . For Private & Personal Use Only ate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196