________________
“આપના અધ્યક્ષપણા નીચે, રાષ્ટ્રીય ધોરણે, ઊજવાઈ રહેલ ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ મહોત્સવ પ્રસંગે અમે અમારાં હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ.
“અત્યારે આખું વિશ્વ વિનાશના પંથે આગળ વધી રહ્યું છે. શાંતિમય સહઅસ્તિત્વ, બીજાના અભિપ્રાય અંગે સહિષ્ણુતા, સાપેક્ષ મૂલ્યોનો સિદ્ધાંત, અનેકાંતવાદ, અહિંસા, અને સૌ પ્રત્યે વિશ્વવ્યાપી ભ્રાતૃભાવ–ભગવાન મહાવીરે ઉપદેશેલા આ પાયાના સિદ્ધાંતો માનવસમાજને વિનાશને પંથે જતો રોકશે અને ફરી પાછું વિશ્વને સૌને માટે શાંતિ અને સમૃદ્ધિના માર્ગે દોરશે. વિશ્વભ્રાતૃત્વ, શાંતિ, સમૃદ્ધિ અને દુનિયાના નૈતિક તથા આધ્યાત્મિક ઉત્થાનનું ધ્યેય હાંસલ કરવા માટે, ભગવાન મહાવીરના પાયાના ઉપદેશોનો, દરેક કક્ષાએ, વિશાળ પાયા ઉપર, ફેલાવો અને પ્રચાર કરવામાં આવે તે જરૂરી છે.
“અમે આ બાબતમાં આપને તા. ૬-૧૧-૧૯૭૪ના રોજ તાર કર્યો છે. વિશ્વશાંતિ અને ભારતના કલ્યાણ તથા ઉત્કર્ષમાં આપ આપનો ફાળો આપી શકો એ માટે અમે આપને લાંબું આયુષ્ય ઈચ્છીએ છીએ.”
આ પત્રમાં જે તારનો નિર્દેશ કરવામાં આવ્યો છે, એમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે –
“ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ મહોત્સવની ઉજવણીનું અમે સ્વાગત કરીએ છીએ. અમે ઉજવણીની પૂર્ણ સફળતા ઈચ્છીએ છીએ. અમે માનીએ છીએ કે રાષ્ટ્રીય ધોરણે થતી ઉજવણીના માધ્યમ દ્વારા, ભગવાન મહાવીરે ઉપદેશેલ અહિંસા અને વિશ્વભ્રાતૃભાવના મહાન સિદ્ધાંતની વિશાળ પાયા પર જાહેરાત થશે અને વ્યાપક માનવસમૂહ, એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહો, તિરસ્કારની લાગણી અને વેરભાવને ભૂલીને વિશ્વભ્રાતૃભાવ કેળવવાનો પ્રયાસ કરશે. આથી આપણો દેશ અને આખું વિશ્વ, જીવનનાં બધાં ક્ષેત્રોમાં સમૃદ્ધ અને સુખી થશે. અમે દરેક કક્ષાએ થનાર ઉજવણી માટે, મોટી શ્રદ્ધા અને આસ્થા સાથે, અમારાં હાર્દિક આશીર્વાદ અને શુભેચ્છા પાઠવીએ છીએ.”?
એમના શુભાશીર્વાદ સંદેશાએ અમોઘ રામબાણનું કામ કર્યું. વિરોધ પક્ષમાં આની કલ્પનાતીત અસરો પડી. શ્રી વિજયનંદનસૂરિજી શું છે, એ આ પ્રસંગે સૌને ખબર પડી. ઉજવણીની તરફેણ કરનાર વર્ગમાં પણ આ વાતથી અકથ્ય આનંદ છવાયો. પાવાપુરી તીર્ષે ચોમાસું રહેલા ખરતરગચ્છીય શ્રી કાંતિસાગરજી મહારાજે એક પત્રમાં લખ્યું –
દુનિયા આપશ્રીને સર્વાનુમતે સમયજ્ઞ કહે છે તે વાત શતશઃ સત્ય છે. આવા અવસરે આપે દિલ્હી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને શુભ સંદેશ પાઠવી જૈન ધર્મનો મોભો રાખ્યો છે. અમને તો આ સાંભળીને બહુ આનંદ થાય છે. હૃદય ભરાઈ જાય છે. કેટલી સમયસૂચકતા ! અમે આપશ્રીને શું ધન્યવાદ આપીએ? આખો જૈન સમાજ આપશ્રીને ધન્ય ધન્ય કરે છે.”
૧. જુઓ ૫. ૧૬૬
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org