________________
આચરણામાં તેમ જ પ્રરૂપણામાં આજથી અમો સ્વીકારીએ છીએ” આવું લેખિત જાહેર ન કરે ત્યાં સુધી સમાધાન કે બાંધછોડની કોઈ જ વાટાઘાટોમાં એની સાથે ઊતરવું નહિ, અને એવી વાતો સાંભળવી પણ નહિ.
(૪૧) સર્વમાન્ય સૂરિવર
કોઈ એક સમુદાયના આચાર્ય તરીકે, તપાગચ્છના મુનિસમુદાયોમાં અને એથી આગળ વધીને ખરતરગચ્છ અને પાયજંદગચ્છ વગેરે અન્ય ગચ્છોમાં પણ બહુમાન્ય, આદરણીય અને સલાહ મેળવવાના સ્થાનરૂપ બનવાનું સૌભાગ્ય શ્રી વિજયનંદનસૂરિજીને વર્યું હતું. આનું કારણ એમનો ઉદારતાપૂર્ણ, નિષ્પક્ષ, નિખાલસ અને વાત્સલ્યપૂર્ણ સ્વભાવ હતો.
મોટા ભાગનો મુનિસમૂહ એમને પૂછીને, એમની સલાહ-સૂચના મેળવીને જ પોતાનાં કાર્યો કરતો.
અન્ય સમુદાય કે ગચ્છના મુનિરાજો પોતાનાં સામુદાયિક પદવી વગેરે કાર્યો કરતી વખતે એમની પાસેથી મુહૂર્ત અને આશીર્વાદરૂપ વાસક્ષેપ મંગાવતા.
કેટલીક વખત તેમને કોઈને કોઈ કાર્ય કરવામાં સામુદાયિક ગૂંચો ઊભી થતી, ત્યારે તેમાંથી માર્ગ મેળવવા માટે તેઓ શ્રી વિજયનંદનસૂરિજીનું માર્ગદર્શન ઇચ્છતા, મેળવતા અને તદનુસાર વર્તતા.
એક મુનિરાજે ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ કર્યો હતો. ખાસા દિવસો પસાર થઈ ગયેલા. હવે, એ મુનિરાજને ભગવતીજીના જોગની પહેલાંના એક કે બે યોગ વહેવા બાકી રહી ગયેલા. આ વાત ધ્યાનમાં આવતા કેટલાકોએ એમને કહ્યું : “ભગવતીજીના જોગ મુલત્વી રાખીને પેલા રહી ગયેલા જોગ કરો ને પછી પુનઃ ભગવતીના જોગ કરજો .”
એ મુનિરાજ આથી ભારે વિષમ સ્થિતિમાં મૂકાઈ ગયા. એમને હતું કે રહી ગયેલા જોગ પછી કરી લેવાશે. એ પહેલાં જ કરવા જોઈએ એવા ખ્યાલના અભાવે તેમણે એમ વિચારેલું. પણ હવે ભગવતીજી જેવા આગાઢ જોગ અધૂરા છોડવા કેમ પાલવે ? આગાઢ જોગમાંથી તો પ્રાણાંતે પણ ન નીકળાય; એ પૂરા કર્યે જ છૂટકો. એટલે એમની સ્થિતિ તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ.
આમાંથી બહાર કેમ નીકળવું? એ માટે કોઈની સલાહ લેવાનો એમણે વિચાર કર્યો ત્યારે એમની નજર શ્રી વિજયનંદનસૂરિજી ઉપર ઠરી. એમને થયું: “એ સૌના આધાર છે. મને પણ સાચી સલાહ આપશે ને સાચો માર્ગ સુઝાડશે.' એમણે તરત એમને પત્ર લખીને માર્ગદર્શન માંગ્યું.
એમણે તત્કાળ એ મુનિરાજને ખૂબ આશ્વાસનદાયક માર્ગદર્શન આપ્યું. એ મુનિરાજને એથી પરમ શાંતિ અને આનંદ પ્રાપ્ત થયાં. અને એમનાં યોગવહન - પદપ્રદાનાદિ કાર્યો પણ નિર્વિને થઈ ગયાં.
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org