________________
બંનેની મંગળવારે જ છે ને ! એ જુદી થતી નથી ને ? તો પછી નાહકની ચર્ચા શા માટે કરવી ?”
નિવેદન ઉપરાંત એમણે શ્રીદેવસૂર તપાગચ્છ સંઘની શાસ્ત્રશુદ્ધ અવિચ્છિન્ન પરંપરાનુસારી તિથિ- સંવત્સરીની આચરણાનું સરળ અને સ્પષ્ટ ચિત્ર દર્શાવતી ‘તપાગચ્છીય તિથિપ્રણાલિકા' નામે પુસ્તિકા લખી અને પ્રકાશિત કરાવી. આ પુસ્તિકામાં એમણે થોડાક શબ્દોમાં ખૂબ ગંભીર રહસ્યો ગૂંથ્યા છે. એ વાંચીએ ને વિચારીએ ત્યારે મહાન કવિ શ્રી હર્ષનો આ શ્લોક અવશ્ય યાદ આવે છે:
ग्रन्थग्रन्थिरिह क्वचित् क्वचिदपि न्यासि प्रयत्नान्मया, प्राशंमन्यमना हठेन पठिती मास्मिन् खलः खेलतु । श्रद्धाराद्धगुरुश्लथीकृतदृढग्रन्थिः समासादयत्वेतत्तकैरसोमिमज्जनसुखेष्वासञ्जनं सज्जनः ।।
(મેં આ ગ્રંથમાં ક્યાંક ક્યાંક ખાસ પ્રયત્નો દ્વારા અમુક વિશિષ્ટ ગ્રંથિઓ (ગૂંચો) યોજી છે. જે લોકો પોતાની જાતને સર્વોત્તમ પ્રાજ્ઞ માનવાનું અભિમાન કરતા હોય, એવા ખલ લોકોને એ ગૂંચો અને એના ઉકેલો નહિ જડે. પણ જેમણે શ્રદ્ધાપૂર્વક ગુરુ મહારાજની આરાધના કરીને પોતાના ચિત્તની ગાઢ (અજ્ઞાનરૂપી ગ્રંથિઓને શિથિલ બનાવી છે, એવા સજ્જન પુરુષને આ મેં યોજેલી ગ્રંથિઓના રહસ્યભૂત તર્કરસના તરંગોમાં સ્નાન કરવાનો આનંદ પ્રાપ્ત થશે. અર્થાત્ આવા સજ્જન પુરુષો જ એ ગ્રંથિઓને સમજી શકશે અને એને ઉકેલી પણ શકશે.)
એમની આ પુસ્તિકા સામે સામા પક્ષે પુષ્કળ ઊહાપોહ કર્યો. “શ્રી મહાવીર શાસન' માસિકમાં તો એના વિરોધમાં અસભ્ય ભાષાવાળા લેખો પણ સામાપક્ષના આચાર્યાદિએ લખ્યા. એ લેખોની કઢંગી યુક્તિઓ, કઢંગા વિચારો અને કઢંગી રજૂઆત જોઈને તેઓને ભારે રમૂજ થઈ.
કોઈએ એમને કહ્યું કે : “આ બધાના જવાબ આપો.” ત્યારે કહે: “ભાઈ ! આપણે એમને જવાબ આપવાની જરૂર નથી.”
પણ સામા પક્ષના એ લખાણોની શિષ્ટ વર્ગમાં ખૂબ માઠી અસર પડી. એ માઠી અસરનું પ્રતિબિંબ પાડતાં વૈદ્ય શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીએ તા. ૧૬-૭-૭રના “જયહિન્દ' પેપરમાં લખ્યું કે :
“પૂ. આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજાએ ‘તપાગચ્છ તિથિ પ્રણાલિકા” નામની એક પુસ્તિકા પ્રગટ કરી છે, ત્યારે તેના જવાબરૂપે પંન્યાસ મહારાજ શ્રી રવિવિજયજી ગણિવરે મૂળ પુસ્તિકાને પણ નાની કહેવડાવે એવો એક મોટો લેખ પ્રસિદ્ધ કર્યો છે, એટલું જ નહિ પણ, તેઓએ જે આક્ષેપો આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી ઉપર કંઈક કટુ ભાષામાં ર્યા છે તેવા જ આક્ષેપોના પોતે પણ અધિકારી છે તે વાત છતી થઈ છે.”
આ પછી તો સંવત્સરી આવી, પંચાસી ટકા વર્ગે મંગળવારની સંવત્સરી કરી. પંદર ટકા જેટલા (બે તિથિવાળા) વર્ગે જ સકલ સંઘથી જુદી સોમવારી સંવત્સરી કરી. ભેદ કાયમ રહ્યો. શ્રીનંદનસૂરિજી તો કાયમ કહેતા આવ્યા હતા કે, “સરળતા વિના સમાધાન થાય નહિ. વાતોથી શું દહાડા વળે ?”
છે
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org