________________
મોટા માણસોમાં પોતે કહે તે જ સાચું, એવી દઢ માન્યતા ઘણે ભાગે જોવામાં આવે છે. આવી વૃત્તિ અને માન્યતાથી શ્રી વિજયનંદનસૂરિજી દૂર હતા. બીજી વ્યક્તિનો-પોતાનાથી નાનાનો પણ અભિપ્રાય પોતાનાથી વિપરીત હોય, છતાં પણ જો તે ઉચિત હોય તો તેઓ ખૂબ પ્રસન્નતાથી એને આવકારતા; આમ કરવામાં તેઓ નાનમ ન અનુભવતા. ઊલટું તેઓ લોકોને કહેતા કે “મેં તો આમ કરવા વિચારેલું, પણ એણે આવી સારી વાત મને સુઝાડી.”
જીવન સાથે એકરસ બનેલી સહિષ્ણુતાનું તથા ગુણગ્રાહક દૃષ્ટિનું આ પરિણામ હતું.
એમની વિચાર-સહિષ્ણુતા અમુક વ્યક્તિઓ પરત્વે જ સીમિત હતી એવું ય ન હતું. એ તો વ્યાપક રૂપ ધરીને પરમત-સહિષ્ણુતા અને પરધર્મ-સહિષ્ણુતા સુધી વિસ્તરેલી હતી.
કેટલાક લોકો બીજાના મતની વાતોની ટીકા કે હાંસી કરે, ત્યારે શ્રી વિજયનન્દનસૂરિજી એમાંથી પણ સાર શોધી બતાવતા. અને એમ ન બને ત્યારે પણ ટીકા કે હાંસીથી તો દૂર જ રહેતા.
એક પ્રસંગ યાદ આવે છે. આચાર્ય તુલસી અમદાવાદ આવનાર હતા. એ અવસરે એક વર્ગ એમની સામે વિરોધનો વંટોળ ઊભો કર્યો. ઉત્તેજક પ્રવચનો ને પત્રિકાઓ દ્વારા એમના બહિષ્કારની હિલચાલ આદરી. પોતાના આ કાર્યમાં શ્રી વિજયનંદનસૂરિજીની સંમતિ લેવા અને તેમને એમાં સંડોવવા માટે એ વર્ગ એમની પાસે આવ્યો. ત્યારે એમણે કહ્યું: “ભાઈ ! સહિષ્ણુ બનો. આચાર્ય તુલસી હજી અહીં આવ્યા નથી, જીવદયા કે મૂર્તિપૂજાનું ખંડન થાય એવું કાંઈ હજી બોલ્યા નથી, તે છતાં અત્યારથી એનો વિરોધ શા માટે? આ વિરોધથી તો ઊલટો એમનો જ પ્રચાર થશે, અને આપણા સમય-શક્તિ વ્યર્થ બરબાદ થશે.” પણ એ વર્ગ માટે આ સૂચના બહેરા આગળ ગાન સમી નીવડી ! એણે વિરોધનો કાર્યક્રમ જોરશોરથી આગળ વધાર્યો. એનું પરિણામ- એનો અંત એટલે એ વર્ગની કેવળ હાંસી, એથી વિશેષ કોઈ જ ફળ ન નીપજયું!
વૈષ્ણવ, શૈવ વગેરે ઇતર ભારતીય ધર્મોના ધર્મકાર્યો થતાં સાંભળે કે નજરે પડે, ત્યારે એ કહેતાં: “કોઈ ધર્મનું કાર્ય થતું સાંભળીને મને ખૂબ આનંદ આવે છે. એટલે અંશે પણ લોકોમાં ધર્મભાવના તો છે ને! ભલે એ ઈતર હોય, પણ કામ તો ધર્મનું જ છે ને! ધર્મની આવી ભાવના છે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ વિજયવંતી જ છે અને રહેવાની છે.”
આ સહિષ્ણુતાના પરિણામે એમનામાં સમન્વયવાદી દૃષ્ટિનો સોળે કળાએ વિકાસ થયેલો. એમનું વ્યાખ્યાન એટલા પાતંજલ યોગદર્શન, ભગવદ્ ગીતા, મનુસ્મૃતિ વગેરેના સિદ્ધાંતોનો જૈન સિદ્ધાંત સાથે રસપ્રદ સમન્વય. એમની આ સમન્વયવાદી દૃષ્ટિથી જૈનેતરો એમનાથી ખૂબ પ્રભાવિત થતા.
સહિષ્ણુતાનું બીજું મધુર ફળ એમને ‘અનાગ્રહભાવના વરદાનરૂપે મળ્યું હતું. એમના એક પણ વિચારમાં, એક પણ પ્રવૃત્તિમાં ખોટો આગ્રહ જોવા ન મળતો. “મારું એ જ સાચું.” એમ નહિ, પણ “સાચું હોય તે મારું.’ આ ભાવના એમની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધબકતી.
વિવેકશીલતા, એ એમના સ્વભાવની આગવી વિશેષતા હતી. કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પૂર્વે
૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org