________________
અને વર્તન ત્રણેમાં એ ઓતપ્રોત હતો. દંભનો કે પ્રપંચનો છાંટો ય એમના વિચારમાં ન ભળી શકતો. જેવો વિચાર એવી જ વાણી અને એવું જ વર્તન એ કરતાં. બોલવું કાંઈને કરવું કાંઈ, એ એમના સરળ સ્વભાવને અણગમતું હતું.
અમદાવાદમાં જ્યારે તેરાપંથી આચાર્ય તુલસી આવ્યા, ત્યારે એકવાર એમના પ્રેર્યા કેટલાક તેરાપંથી ગૃહસ્થો શ્રી વિજયનંદનસૂરિજી પાસે આવ્યા. એ ગૃહસ્થોએ પ્રશ્ન કર્યોઃ “બાપજી ! આપણા જૈનોની એકતા ક્યારે થશે? આપનું જ્યોતિષ શું કહે છે?”
એમણે જવાબ આપ્યો : “ભાઈ ! થેવધારસ્તે, મનેષુ સ્રાવન- પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો, એ જ આપણા અધિકારની વાત છે; ફળ શું આવશે, એ આપણે વિચારવાનું નથી. માટે એકતા માટે પુરુષાર્થ કરો. પણ, એ પુરુષાર્થમાં સરળતા હોવી જોઈએ. છળ, કપટ કે સ્વાર્થ વૃત્તિ હોય તો એ પુરુષાર્થ ન ફળે. સરળતાથી પ્રયત્ન કરશો તો જરૂર ફળશે.”
બીજા એક પ્રસંગે, આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરિજીના સ્વર્ગવાસ પછી ચોથે જ દિવસે, એમના ગુણાનુવાદની સભા અમદાવાદમાં યોજવાની હતી. અમદાવાદમાં તે વખતે સર્વજયેષ્ઠ આચાર્ય તરીકે શ્રી વિજયનંદનસૂરિજી હતા એટલે આ સભા એમની નિશ્રામાં થાય, એમ શ્રી વિજયપ્રેમસૂરિજીના શિષ્યાદિ વર્ગની ઇચ્છા થઈ. જો કે, આ શિષ્યાદિ વર્ગમાંના ઘણા એમનું ઘસાતું બોલવામાં આનંદ પામતા હતા; અને એ વાત શ્રી વિજયનંદનસૂરિજી જાણતા પણ ખરા, છતાં એ લોકો જયારે આ માટે વિનંતી કરવા આવ્યા, ત્યારે કાચી મિનિટમાં એમણે હા ભણી અને, એ સભામાં એમણે જે વકતવ્ય રજૂ કર્યું, એથી તો પેલા શિષ્યાદિ વર્ગનાં મસ્તક પણ ઝૂકી પડ્યાં.
જીવનના કણકણમાં પથરાયેલી સરળતાની આ ઉપલબ્ધિ હતી.
એમનો વ્યવહાર પણ ખૂબ સરળ-નિરાડંબર હતો. કોઈ કાર્ય માટે, કોઈ મુહૂર્નાદિ માટે કે ક્યાંક પધારવા માટે લોકો વિનંતી કરવા આવ્યા હોય, તો તેઓ એમને હા કે નાનો- જેવી પોતાની ઇચ્છા અને અનુકૂળતા હોય તેવો- જવાબ તત્કણે જ આપી દેતા. એમ નહિ કે, “તમે ફરીવાર આવજો, ડેપ્યુટેશન લઈને આવજો, તે વખતે વિચાર કરીશું.’ આ બધાને તેઓ બાહ્યાડંબર ગણતા. તેઓ કેટલીકવાર કહેતા : “આપણી જવાની કે કાર્ય કરવાની ઇચ્છા હોય, છતાં ય લોકોને આ રીતે હેરાન કરવા, એ ખોટી વસ્તુ છે. હા તો હા, ને ના તો ના. એમાં આ બધો ડોળ શો કરવો?”
એમની જીવનસાધનાનું બીજું ફળ હતું સહિષ્ણુતા. કોઈ એમની નિંદા કરે, એમને પરોક્ષ રીતે ગાળ દે, એમનો અવર્ણવાદ બોલે, અને એ બધું તેઓ જાણે તો ય એમના પેટનું પાણી સરખું ન હલે. ઊલટું, મુહૂર્નાદિ માટે કોઈ અવર્ણવાદ બોલનાર પણ એમની પાસે આવે, તો પણ ખૂબ પ્રેમથી એનું કાર્ય કરી આપે. આવે વખતે કોઈ ઉતાવળિયો પૂછી બેસે: સાહેબ ! આ તો આપને વિષે આવું બોલે છે, એને વળી મુહૂર્ત શું જોઈ દેવાનું? ના પાડી દ્યો ને.” ત્યારે કહેઃ “હોય ભાઈ ! માણસ છે. બોલે, ભલે બોલે. પણ એ અહીં તો સારા કામ માટે આવ્યો છે ને? એ સારા કામમાં એને અનુકૂળતા આપણા તરફથી મળશે, તો એમાં આપણને તો લાભ જ છે ને? અને જો એ સમજુ હશે તો આપોઆપ બોલતો અટકી જશે. પણ ના કહી દેવાથી તો ઊલટો વધુ બોલતો થશે.”
૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org