________________
પ્રવૃત્તિની એમણે આ રીતે પ્રશંસા કરી હતી :
“પૂજ્ય પંડિતવર્ય શ્રી વીરવિજયજી મહારાજે એક ઠેકાણે ફરમાવ્યું છે કે “વિષમકાળ જિનબિંબ, જિનાગમ, ભવિયણકું આધારા' આ ઉક્તિ આજે યથાર્થ જ નીવડી છે. કલિકાલમાં આપણ સૌને મહાન આધાર અને આલંબનભૂત શ્રી વીતરાગ શાસનના અણમોલ ખજાના સ્વરૂપ શ્રી આગમોને “યાવચ્ચન્દ્રદિવાકરી’ ટકાવી રાખવા માટે તમારા સદુપદેશથી શ્રી શંખેશ્વર મહાતીર્થમાં આગમ મંદિર બંધાય છે, તથા તેમાં તામ્રપત્રોત્કીર્ણ ૪૫ આગમો પ્રતિષ્ઠિત કરવાનું વિચાર્યું છે, તે ઘણું જ અનુમોદનીય કાર્ય છે. આ મંગળકારી કાર્યમાં શ્રી દેવગુરુધર્મની કૃપાથી તમો સફળ થાવ એવા અમારા શુભાશીર્વાદ
આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજની ગુણાનુવાદસભા અને આચાર્ય શ્રી કનકવિમળસૂરિજી અંગેના પુસ્તક-પ્રકાશનનો સમારોહ એમની નિશ્રામાં થયો, એ એમના નિરાડંબર ગુણાનુરાગને કારણે જ.
એમનો ગુણાનુરાગ માત્ર સાધુ-સાધ્વી પૂરતો જ મર્યાદિત ન હતો; ગૃહસ્થોની પણ ઉચિત પ્રવૃત્તિને તેઓ અનુમોદતા.
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું “અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ’ તરફથી બહુમાન થયું, ત્યારે એમણે આ વાતની પ્રતીતિ આ રીતે કરાવી હતી –
શ્રી રતિભાઈ, જૈન સંઘ જેને માટે ગૌરવ લઈ શકે તેવા વિચારશીલ, લાગણીપ્રધાન ચિન્તક અને લેખક વિદ્વાન છે. જૈન સંઘની ઉન્નતિની સાચી ધગશ અને એવા બીજા સગુણોને લીધે શિષ્ટ સમાજ ઉપરાંત સાધુગણમાં પણ તેઓ પ્રિય અને આદરને પાત્ર થઈ પડ્યા છે.
જૈન સંઘની અને જૈન સાહિત્યની વિશિષ્ટ કહી શકાય એવી સેવા તેમણે “ગુરુ ગૌતમસ્વામી’ એ નામે, અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ગણધર ભગવંતના જીવન ચરિત્રનો વિસ્તૃત, હૃદયંગમ અને બોધપ્રદ ગ્રંથ લખીને કરી છે. એ રીતે વિચારીએ તો જેને માટે તેઓ સર્વથા યોગ્ય છે, તેવું આ તેમનું બહુમાન થાય એ ખૂબ ઉચિત છે.”
આથી આગળ વધીને વિખ્યાત જૈન કલાકાર શ્રી હિંમતસિંહ ચૌહાણની કલાની અનુમોદના કરતાં એમણે જણાવ્યું હતું:
“ભાઈ શ્રી હિંમતસિંહજી ચૌહાણે “નેમરાજુલ'ના એકપાત્રી છતાં સુંદર, રમણીય, કલાસભર નૃત્યનું સુરેખ, નિર્દોષ આયોજન કરીને જૈન સમાજની ઉત્તમ સેવા બજાવી છે. આ નૃત્ય દ્વારા ભગવાન નેમિનાથના જીવનમાં વણાયેલી અહિંસાની સુંદર અનુભૂતિ તેઓ કરાવે છે. જૈન સમાજમાં આવા ઉત્તમ કલાકાર કદાચ આ એક જ છે. તેઓ ભક્તિ કરે છે, અને પ્રેક્ષકગણને પણ ભક્તિમાં તરબોળ બનાવે છે : આ એમની વિશિષ્ટતા છે.
એમના ગુણાનુરાગનાં પ્રત્યક્ષ દર્શન કરવાનો મળેલો એક સુઅવસર અહીં યાદ આવે છે. જૈન સંઘના વિશિષ્ટ અને વિખ્યાત શ્રાવક સંગીતકાર શ્રી હીરાલાલ ઠાકુર એમના પ્રતિ ખૂબ આદરભાવ
૧૨૦
en Education International
a Internationai
For Private & Personal Use Only
www.jainelibrary.org