________________
તેઓ વિવેકની પાળ બાંધી દેતા અને એ પછી કરેલી પ્રવૃત્તિ ક્યારેય અનાદર ન પામતી.
જ્યારે મારે હાથે સુરિસમ્રાટનું જીવનચરિત્ર લખાતું હતું, ત્યારે એમાં કેટલીક ઘટનાઓ એવી હતી, જે બની ત્યારે એનું ખાસ મૂલ્ય હતું, પણ અત્યારે એનું કોઈ જ મૂલ્ય ન હતું; એથી ઊલટું એ ઘટનાઓને અત્યારે યાદ કરવાથી નિરર્થક વિવાદો જન્મે એવી શક્યતા હતી. આ સંયોગોમાં એમની વિવેકશીલતાને લાગ્યું કે “એ ઘટનાઓ જીવનચરિત્રમાં દાખલ થવી ન ઘટે.” એ વાતનો અમલ કરવામાં આવ્યો. એનું પરિણામ એ આવ્યું કે એ જીવનચરિત્રને આવી ઘટનાઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ પણ આદર આપ્યો.
આત્મીયતા અને સહૃદયતા એમના સ્વભાવનાં અભિન્ન અંગો હતાં. એમની આત્મીયતાને લીધે એમનો દ્વેષી પણ એમનો ભક્ત અથવા પ્રશંસક બની જતો. અને સહૃદયતાને લીધે વિદ્વાનો, સજ્જનો અને વિવિધ ક્ષેત્રોમાં વિખ્યાત બનેલા લોકો એમનો આદર કરતા. સંસારના ક્લેશ- કંકાસથી બળ્યાઝળ્યા જીવને શાંતિનો દમ આપે, એનું નામ સાધુ. તેઓશ્રીની વત્સલતા, આત્મીયતા અને સહૃદયતા એમની આ પ્રકારની સાધુતાને પ્રગટ કરતી.
ગુણપક્ષપાત-ગુણાનુરાગ માટે તેઓ સર્વત્રખ્યાત હતા. પોતાના સમુદાયના કે અન્ય સમુદાયકે ગચ્છનાં સાધુ-સાધ્વીના હાથે શાસનપ્રભાવનાનાં સત્કાર્ય થયાં સાંભળે તો તેઓ ખાસ અનુમોદના કરતા અને કહેતા : “આનામાં આવાં કાર્યો કરવાની ખૂબ સારી શક્તિ છે. અમુક પ્રદેશમાં આ ઘણાં સારાં કાર્યો કરાવે છે. આના બે-ત્રણ દૃષ્ટાંતો રજૂ કરવાનું મન થાય છે.
પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જ્યારે જન્મશતાબ્દી ઊજવાઈ ત્યારે એની અનુમોદના કરતાં એમણે લખ્યું:
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે પંજાબમાં તેમજ અન્ય દેશોમાં શાસનની ઘણી પ્રભાવના કરી હતી. પંજાબમાં પ.પૂ. શ્રી આત્મારામજી મહારાજે જે ધર્મવૃક્ષના ઊંડાં મૂળિયાં રોપેલાં, તેને શ્રી વલ્લભસૂરિજીએ ઉપદેશ- સિંચન દ્વારા સારી રીતે વિકસાવ્યું અને એ વૃક્ષના ફલસ્વરૂપે આજે અનેક ભવ્યાત્માઓ લોકોત્તર ધર્મની આરાધના કરી રહ્યા છે. આવા શાસનપ્રભાવક આચાર્યશ્રીની જન્મ શતાબ્દી તમે ઊજવી રહ્યા છો, તે જાણી સંતોષ અને અનુમોદના થાય છે.”
આચાર્ય શ્રી વિજયકસૂરસૂરિજી વિરચિત “સિરિચંદરાયચરિયના પ્રકાશન-અવસરે પોતાનો આનંદ વ્યક્ત કરતાં એમણે લખ્યું હતું:
“જેમ, પ.પૂ. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલા ‘દ્રવ્ય-ગુણ-પર્યાય'ના રાસ ઉપરથી પ.પૂ. મુનિ શ્રી ભોજસાગરજી મહારાજે સંસ્કૃતમાં દ્રવ્યાનુયોરતા ' નામે અપૂર્વ ગ્રંથ રચ્યો; તે રીતે ૫.પૂ. પંડિતવર્ય શ્રી મોહનવિજયજી મહારાજ વિરચિત “શ્રી ચંદ્રરાજાના રાસ'ના આધારે આચાર્ય શ્રી વિજયકસૂરસૂરીશ્વરજીએ પ્રાકૃત ભાષામાં પિરિવંરાયવરિય’ ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથથી આપણા પ્રાકૃત કથા-ચરિત્ર- સાહિત્યમાં એક મહત્ત્વના ગ્રંથનો ઉમેરો થાય છે, એ આપણે માટે આનંદ તેમજ ગૌરવનો વિષય છે.”
શંખેશ્વર તીર્થમાં ગણિવર શ્રી અભ્યદયસાગરજીની પ્રેરણાથી આકાર પામતા આગમ મંદિરની
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainel rty.org