________________
રાખવાની છે.
(૬) સંવત ૧૯૯૦ના અખિલ ભારતવર્ષીય મુનિસમેલનમાં અનેક બાબતોમાં અનેકનાં મંતવ્યો જુદી જુદી રીતે હતાં, છતાં તે વખતે શાસ્ત્રના વિધિ-નિષેધ કાયમ રાખીને સંજોગ અનુસાર કવચિત્ અપવાદરૂપે પણ સમેલનનો નિર્ણય પટ્ટકરૂપે જ થયો હતો. અને તમામ ગચ્છવાળા શ્રીસંઘોએ તે સર્વાનુમતે માન્ય કર્યો હતો.
“તે રીતે આ પટ્ટક પણ સર્વાનુમતે કરેલછે એટલે તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસંઘે માન્ય રાખવાનો છે અને તે અનુસારે કોઈ જાતના મતભેદ વિના સંવત્સરીની તથા તિથિની એકસરખી આચરણા અને એકસરખી આરાધના સદાય શાન્તિપૂર્વક કરવાની છે.”
આ મુસદો વાંચતાં વાર જ શેઠે કહ્યું: “કોઈ સારામાં સારો બૅરિસ્ટર પણ ન ઘડી શકે એવો આ મુસદો ઘડ્યો છે.” શ્રી પુણ્યવિજયજી મહારાજ આ વિષે લખે છે : “આપશ્રીએ લખી આપેલો તિથિનિર્ણયનો ખરીતો વકીલ છોટાભાઈએ વંચાવ્યો હતો. બહુ જ સુદઢ રીતે અને અતિપ્રગલ્યપણે લખાયો છે.”
આ મુસદો સર્વમાન્ય થયો. તેને પટ્ટકરૂપે ઠરાવી, અમલ કરવાનો દઢ વિચાર પણ થયો. પણ વધુ પડતી સરળતા એમાં અવરોધક બની. આ મુસદો ગમે તે રીતે, સામા પક્ષને પ્રાપ્ત થઈ ગયો. અને પરિણામે એનો અમલ અશક્ય બની ગયો. એનો અમલ થયો હોત તો આજે કેવી મીઠી શાન્તિ શ્રીસંઘ માણી રહ્યો હોત એની હવે તો કલ્પના જ કરવી રહી.
ખેર, જે થયું તે થયું. પણ આપણે તો શ્રી વિજયનંદનસૂરિજીની સંઘભાવના જોવી છે. વિચારક માણસ, તટસ્થ દષ્ટિએ આ મુસદાનો અભ્યાસ કરે; વધુ નહિ, પણ એનો પહેલો ફકરો જ વાંચે, તો એમની સંઘભાવનાનાં મહામૂલાં દર્શન થશે.
શ્રી વિજયનંદનસૂરિજીની આવી ભવ્ય સંઘભાવનાનાં દર્શન બીજીવાર ત્યારે થયા જ્યારે એમના પર “અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી સંઘ સમિતિએ પસાર કરેલા ઠરાવ વગેરે, સમિતિના અધ્યક્ષ શેઠ કસ્તૂરભાઈ લાલભાઈએ મોકલ્યા.
શેઠના પત્રનો જવાબ આપતાં એમણે એક અતિ સ્તુત્ય અને વાસ્તવમાં ઉદારતાપૂર્ણ સૂચન કર્યું :
. “વિશેષ તે અંગે જણાવવાનું કે, જે આસમિતિ “શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી સંઘ સમિતિ હોવાથી અને તેમાં તમામ ગચ્છોનો સમાવેશ થતો હોવાથી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજકોમાં વર્તમાન તમામ ગચ્છો પ્રત્યે કાર્યવાહક સમિતિના મેંબરોને સદ્ભાવ અને પૂજ્યભાવ હોવો જોઈએ. અને તે રીતે તેમણે એક પ્રતિજ્ઞાપત્રથી જાહેર કરવું જોઈએ, જેથી તમામ ગચ્છોમાં સમિતિ પોતાના ઉદેશની સફળતા મેળવી શકે અને તમામ ગચ્છોને પણ સમિતિના કાર્યવાહકો પ્રત્યે આત્મીય ભાવ
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainedfary.org