________________
જમીન એ ખાતાને આપવાનું મંજૂર કરી દીધેલું. એ જમીન કેમ મળે? પણ શ્રી સંઘવીસાહેબ ખૂબ ધર્મભાવનાવાળા અધિકારી હતા. એમણે જોયું કે મહારાજ સાહેબનું મન અહીં ઠર્યું છે, એમણે તરત જ કહ્યું : “સાહેબ ! આપને આ જમીન ગમે છે, અને આ જ જમીન સર્વશ્રેષ્ઠ છે, તો એ માટે બીજો કશો વિચાર કર્યા વગર સરકારમાં અરજી કરાવી દો. આ જમીન મળી જશે.”
આચાર્ય મહારાજે તાબડતોબ પેઢી દ્વારા સરકારમાં અરજી કરાવી. સરકારે ઇરિગેશન ખાતાને પૂછતાં, એ ખાતાના મુખ્ય અધિકારીની રૂએ, શ્રી સંઘવી સાહેબે મંજૂરીના હસ્તાક્ષર કરી દીધા, અને એ જમીન પેઢીને મળી ગઈ.
આ પછી, એ જમીન પર શ્રી નેમિસૂરિ ધર્મોદ્યાનની રચના શ્રી વિજયનંદનસૂરિજીએ કરાવી, અને ત્યાં દેરાસર બંધાવવાનો વિચાર કર્યો. સં. ૨૦૨૧માં, આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી તથા આચાર્ય શ્રી વિજયકસૂરસૂરિજીના ઉપદેશથી, શેઠ ખુમચંદ રતનચંદ જોરાજી તથા શેઠ સોમચંદ ચુનીલાલે ત્યાં દેરાસર બંધાવવાનો આદેશ લીધો.
આમ એ ભૂમિનાં ભાગ્ય જાગી ઊઠ્યાં. જોતજોતામાં ત્યાં શિખરબંધી ભવ્ય જિનમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. સં. ૨૦૨૮માં એ તૈયાર થતાં વૈશાખ મહિનામાં અનેરા ઠાઠમાઠ સાથે મૂળનાયક શ્રી શત્રુંજય પાર્શ્વનાથ સહિત સેંકડો જિનબિંબોની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી. રોહીશાળાના દેરાસરનાં જિનબિંબોને પણ એમાં જ પધરાવ્યાં.
શ્રી શત્રુંજય મહાતીર્થની ઉપત્યકામાં શેત્રુંજી ડેમ ઉપર જિનપ્રાસાદનું નિર્માણ કરવું, એ શ્રી વિજયનંદનસૂરિજીનું ભવ્ય જીવન સ્વપ્ન હતું. એ સ્વપ્ન આ રીતે સાકાર થયું, ત્યારે એમના આત્માને અવર્ણનીય અને અનિર્વચનીય હર્ષ અને સંતોષ થયો.
(૩૭) સંઘભાવના
મામકા-પારકાના વિશાળ સામ્રાજ્યમાં જવલ્લે જ જોવા મળતી આ એક વસ્તુ છે. અને આજે તો એનાં દર્શન પણ દોહ્યલાં બન્યાં છે. ગચ્છભેદની સંકુચિત વૃત્તિ એક ડગલું આગળ વધીને સમુદાયભેદરૂપે વધારે સંકોચ પામે એટલે પછી ભેદવૃત્તિના વેરાન રણમાં સંઘભાવનાની મીઠી વીરડી તો જોવા જ ક્યાં મળે?
પણ, સંઘભાવનાની ગઈકાલ ઠીક ઠીક ઊજળી હતી. મેદવૃત્તિના રણમાં મીઠી વીરડીસમી સંઘભાવના અણધારી જોવા, જાણવા ને માણવા મળતી. એ મીઠી વીરડીના માલિકની મીઠપ પણ ભારે આનંદ અને સંતોષ આપનારી બનતી.
શ્રી વિજયનંદનસુરિજી આવી જ મીઠી વીરડીના માલિક હતા. એમના હૈયાના અણુઅણુમાં
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org