________________
અને ભવ્ય ઉત્સવપૂર્વક આ દેરાસરની પ્રતિષ્ઠા અને અંજનશલાકા કરી.
ખંભાતમાં માણેકચોક મહોલ્લામાં જમીનનું ખોદકામ કરતાં અનેક પ્રાચીન જિનબિમ્બો મળી આવ્યાં હતાં. આઠસોથી હજાર વર્ષ જેટલાં જૂનાં, નયનમનોહર એ બિંબ હતાં. લોકોને જાણ થતાં જ દૂર દૂરના ગામોના સંઘો તથા લોકો એમાંથી પોતાને ગમતાં જિનબિંબોની માગણી કરવા લાગ્યા. એના બદલામાં મોં માગ્યું દેવદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય પણ આપવા તૈયાર થયા. આ સ્થિતિમાં મહોલ્લાના રહેવાસી શા. હીરાલાલ સોમચંદ વગેરે શ્રાવકોએ શ્રી વિજયનંદનસૂરિજીની સલાહ લેતાં તેમણે એક પણ બિંબ કોઈને ન આપવાની સલાહ આપી. અને એ પછી, એમના પૂરા સ્પષ્ટ માર્ગદર્શન અનુસાર, માણેકચોકના ચિંતામણિ પાર્શ્વનાથના નાના દેરાસરનો જીર્ણોદ્ધાર કરીને તેને વિશાળ બનાવાયું, અને તેમાં શ્રી વિજયનંદનસૂરિજીએ તમામ બિંબોની વ્યવસ્થિત ગોઠવણી કરાવી; એ માટે આરસની છત્રીઓ પણ બનાવરાવી. અને સં. ૨૦૨૨માં માહ મહિનામાં એ બિંબોને ભવ્ય મહોત્સવ સાથે ગાદીનશીન કરાવ્યાં.
ખંભાતમાં જ ભોંયરાપાડામાં જીર્ણોદ્ધાર કરાયેલા શ્રી શાંતિનાથપ્રભુના દેરાસરની પણ વૈશાખ મહિનામાં પ્રતિષ્ઠા કરાવી.
ત્યાં ખારવાડામાં ભંપોળ (બ્રહ્મપોળ)નો ઉપાશ્રય છે. એ ઉપાશ્રય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યનો ઉપાશ્રય કહેવાય છે. તેમાં એક ભોંયરું છે. એ માટે એવી લોકોક્તિ છે કે સિદ્ધરાજ જયસિંહના ભયને લીધેભાગી છૂટેલા રાજા કુમારપાળ જ્યારે ખંભાત આવ્યા, ત્યારે તેમને કલિકાલસર્વજ્ઞ પોતાના ગ્રંથભંડારના ઉપયોગમાં આવતા આ ભોંયરામાં સંતાડેલા હતા. આ ઐતિહાસિક સ્થાન અને પ્રસંગની સ્મૃતિને મૂર્ત રૂપે દેખાડવાની ભાવના થતાં શ્રી વિજયનંદનસૂરિજીએ આ ઉપાશ્રયના નીચેના વિભાગમાં શ્રી હેમચન્દ્રાચાર્ય સ્મૃતિ–મંદિરની સ્થાપના કરાવીને તેમાં હેમચન્દ્રાચાર્ય, કુમારપાળ વગેરેની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાવી. આ સ્મૃતિ–મન્દિરની અને તેની પ્રતિષ્ઠાની એક સુંદર શ્લોકબદ્ધ પ્રશસ્તિ પણ એમણે રચી હતી.
સં. ૨૦૨૩માં પેટલાદ સંઘની વિનંતી થતાં ત્યાંના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી.
અમદાવાદ ઘીકાંટા પર શેઠ અંબાલાલ સારાભાઈનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું દેરાસર હતું. એ દેરાસર તેમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપી દીધું હતું. પેઢીને વિચાર થયો કે આ દેરાસર અહીંથી ઉપાડી લેવું. આની ખબર શ્રી વિજયનંદનસૂરિજીને પડતાં તેમણે પેઢીના વહીવટદારોને તેમ ન કરવા સમજાવ્યા. એમનું સૂચન પેઢીએ માન્ય રાખ્યું અને એ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો; પછી, સં. ૨૦૨૩માં એની પ્રતિષ્ઠા પણ શ્રી વિજયનંદનસૂરિજીના હાથે જ કરાવી. આજે એ દેરાસરનો મહિમા અને એની જાહોજલાલી અભુત, અપૂર્વ છે. અમદાવાદમાં શાંતિનાથની પોળના કાષ્ઠની નાજુક, અતિરમણીય કોતરણીથી દર્શનીય સ્થળ તરીકેની પ્રસિદ્ધિ પામેલા શ્રી શાંતિનાથપ્રભુના દેરાસરનો જીર્ણોદ્ધાર પૂરો થતાં શેઠ નરોત્તમભાઈ મયાભાઈ વગેરેની વિનંતિથી તેની પ્રતિષ્ઠા પણ કરાવી.
દોશીવાડાની પોળ (અમદાવાદ)ના પરમ પ્રભાવશાળી શ્રી ભાભાપાર્શ્વનાથના દેરાસરની
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jaineliffary.org ww