Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 123
________________ , મહારાજો વગેરેના વિચારો મેળવી સર્વસંમત થઈ કરે અને અમદાવાદનો શ્રીસંઘ તે કાર્યને સહર્ષ વધાવે. (૨) હવે કદાચ ઉપર જણાવ્યા પ્રમાણે પટ્ટકરૂપે નિર્ણય ન આવી શકે તો પછી અમદાવાદના નગરશેઠ વિમળભાઈ શેઠ, તમારા જેવા વિચારશીલ પુરુષો સાથે વિચારવિનિમય કરી, અમદાવાદના શ્રીસંઘને બોલાવે અને શ્રીસંઘમાં તેઓ તિથિ બાબતનો એક નિર્ણય જાહેર કરે અને તે પ્રમાણે તમામ તપાગચ્છ ચતુર્વિધ શ્રીસંઘ તિથિની આરાધના કરે. આ રીતે અમારા ક્ષયોપશમ પ્રમાણે આ પ્રકારનું માર્ગદર્શન હાલ અમારા વિચારમાં આવે છે.” આવું કીમતી માર્ગદર્શન આપવાછતાં, એનો અમલ થવો જ જોઈએ એવો આગ્રહ ન રાખતાં, એની સાથે જ એમણે ૧૯૯૨થી શરૂ થયેલી નવી પ્રણાલિકાનો નિર્દેશ કરવા સાથે ઉમેર્યું ઃ “તો હવે તિથિ-આરાધનાના તે મતભેદના ઉકેલ લાવવામાં અને એકમત થવામાં તેઓની શી ઇચ્છા છે, અને કઈ રીતે તેઓ એકમત થવા ઇચ્છે છે? –આ બાબતમાં તે વર્ગમાંથી વયોવૃદ્ધ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી વિગેરેના ચોક્કસ વિચાર સ્પષ્ટ રીતે તમારે પહેલા જાણી લેવા જરૂરી છે. તેથી તે બાબતની વિશેષ વિચારણામાં અનુકૂળતા રહેશે અને ઉચિતતા જળવાશે એવું અમારું માનવું છે.” - શ્રી વિજયનંદનસૂરિજીના સૂચન અનુસાર, બન્ને પક્ષે સંમત નિર્ણય થાય તો સારું, એવા ઇરાદાથી શેઠે વાટાઘાટો ચલાવી. પણ સામા પક્ષે પૂનમ–અમાસની ક્ષય–વૃદ્ધિ કાયમ રાખવાની અને સંવત્સરી પણ પોતાની માન્યતાની ચાલુ રાખવાની શરતે બાકીની પર્વતિથિઓની નવી પ્રણાલિકા છોડવાની વાત મૂકી. કોઈ પણ તટસ્થ અને સમજી વિચારક વ્યક્તિ નામંજૂર કરે એવી આ વાત હતી. આમ થવાથી, કશું પરિણામ આવવાની આશા–શક્યતાઓ ઘટી ગઈ. આખરે શેઠે એ વિશેની વાટાઘાટો અને હિલચાલો બંધ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું: “ગુરુવાર તા. ૭-૮-૫૮ના રોજ સંવત્સરીની આરાધના એક જ દિવસે કરવાની સૌ આચાર્ય મુનિ–મહારાજોની સંમતિ આવતાં જૈન જનતામાં અનેરો ઉમંગ આવ્યો હતો. ત્યારબાદ તિથિ-આરાધના પણ એક જ દિવસે કરવા સારુ મેં અનેક પ્રયત્નો કર્યા, છતાં એમાં સફળતા મળી નથી. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, અમુક આચાર્ય-મુનિરાજોને બાદ કરતાં, મોટા ભાગના બંને પક્ષોનું વલણ એવા પ્રકારનું છે કે જેમાં તેઓ સમજ્યા તે સાચું મનાવવાની તમન્ના સેવાઈ રહી છે; જ્યારે તેથી જૈન સંસ્કૃતિ અને સમાજને કેટલું પારાવાર નુકસાન થઈ રહ્યું છે અને થવાનું છે તે તેમના ધ્યાન બહાર રહે છે.” (“ગુજરાત સમાચાર',તા. ૯-૧૨-૫૮) અને આ તિથિચર્ચાનો પ્રશ્ન જેમ હતો તેમ જ કાયમ રહ્યો. ઈ ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196