________________
(૩૬)
શુભ કાર્યોની પરંપરા
સૂરિસમ્રાટના સ્વર્ગવાસ પછી કેટલાંક બાકી રહેલાં કાર્યો પૂરાં કરવાની દિશામાં, શ્રી વિજયનંદનસૂરિજી પૂરા સક્રિય હતા.
મહુવામાં સૂરિસમ્રાટના અગ્નિસંસ્કાર—સ્થળે શ્રીસંઘે એક નાનું પણ નાજુક જિનમંદિર તૈયા૨ કરાવ્યું હતું. વિ. સં. ૨૦૧૫માં એની અંજનશલાકા—પ્રતિષ્ઠાનું શુભ કાર્ય ગુરુદેવ શ્રી વિજયોદયસૂરિજી મહારાજ સાથે કર્યું. એમાં સૂરિસમ્રાટની પાદુકા પણ પ્રતિષ્ઠિત કરી.
કદમ્બગિરિ તીર્થના વિકાસ માટે સૂરિસમ્રાટના મનોરથો અતિભવ્ય હતા.એ મનોરથને મૂર્તિમાન કરવા માટે એમના આ બે શિષ્યો—શ્રીવિજયોદયસૂરિજી તથા શ્રી વિજયનંદનસૂરિજી—અને શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી સતત પ્રયત્નશીલ હતા. એ પ્રયત્નોના પરિપાકમાં કદમ્બગિરિ ઉપર અનેક જિનચૈત્યોનું નવનિર્માણ થઈ રહ્યું હતું. એમાં ૧૧૫ ઇંચની ઊંચાઈની શ્રી આદીશ્વરપ્રભુની પ્રતિમાવાળો શ્રી પંચમેરુપ્રાસાદ, શ્રી પાર્શ્વનાથપ્રભુના ભૂમિગૃહ—ચૈત્યવાળો શ્રી અષ્ટાપદ તીર્ઘાવતાર પ્રાસાદ, વાવડી પ્લોટનો જિનપ્રાસાદ, આ બધાંનું નિર્માણકાર્ય પરિપૂર્ણ થયું હોઈ, વિ. સં. ૨૦૧૬માં એ બધા પ્રાસાદોની પ્રતિષ્ઠા સાથે અનેક જિનબિંબોની અંજનશલાકા કરી.
આ જ વર્ષે શ્રી કદમ્બગિરિમાં ઉપધાનની મંગળ આરાધના પણ કરાવી.
ક્ષેત્રસ્પર્શના, તબિયતની પ્રતિકૂળતા, કદમ્બગિરિ તીર્થનો વિકાસ વગેરે અનેક કારણોસર વિ.સં. ૨૦૧૪ થી લઈને ૨૦૨૦ સુધીનાં સાત ચોમાસાં તેઓશ્રીએ પાલિતાણામાં, સાહિત્યમંદિરમાં જ કર્યા. આ ગાળામાં—સં. ૨૦૧૭–૧૮માં—શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ ઉપર જુદી જુદી ટૂંકોમાં અનેક જિનમૂર્તિઓની પ્રતિષ્ઠા એમના હાથે થઈ.
સં. ૨૦૧૯માં કપડવંજના સુશ્રાવક શેઠશ્રી રમણભાઈ નગીનદાસ પરીખને કપડવંજથી કેસરીયાજી તીર્થનો છ ‘રી’ પાળતો યાત્રાસંઘ કાઢવાની ભાવના થતાં તેમણે તેમાં પધારવાનો ખૂબ આગ્રહ કર્યો. એટલે તેઓ કપડવંજ પધાર્યા. ત્યાંથી તેમની નિશ્રામાં ચિરસ્મરણીય, ભવ્ય યાત્રાસંઘ નીકળ્યો. સાથે આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ તથા શ્રી પુણ્યવિજયજી મહારાજ વગેરે મુનિવૃત્ત્વ પણ હતું.
સંઘ સાથે શ્રીકેસરિયાજી તીર્થની યાત્રા અંતરના ઉલ્લાસથી કરીને વર્ષોની ભાવના અને અભિગ્રહ પૂર્ણ કર્યાં.
ત્યાંથી પાછા કપડવંજ, અમદાવાદ થઈ વલભીપુર આવ્યા. ત્યાં સૂરિસમ્રાટની પ્રબળ ભાવનાને અનુસરીને, જિનદાસ ધર્મદાસની પેઢીએ, ગામબહાર પ્લોટમાં ચા૨ મજલાનું ગગનોત્તુંગ શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ—સ્મૃતિમંદિર તૈયાર કરાવેલું હતું. આ ભવ્ય પ્રાસાદમાં જિનબિંબો ઉપરાંત વલભીવાચનાના ઐતિહાસિક અવસરે શ્રી દેવર્ધિગણિજીના નેતૃત્વમાં એકત્ર મળેલા પાંચસો આચાર્યોની મૂર્તિઓ પણ બિરાજમાન કરવાની હતી. એટલે શ્રી વિજયોદયસૂરિજી તથા શ્રી વિજયનંદનસૂરિજી અહીં રહ્યા,
Jain Education International
૧૦૮
For Private & Personal Use Only
www.jainelibrary.org