________________
(૩૫) ઉદારતાનું ઉમદા ઉદાહરણ
સકલ સંઘમાં એક સંવત્સરીની આરાધનાની આ વાતે શેઠ કસ્તુરભાઈને તિથિચર્ચાના પ્રશ્નના ઉકેલની દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. સંવત્સરી પછી તરત જ એમણે બારપર્વનો નિવેડો લાવવાના પ્રયાસો શરૂ કર્યા. એ પ્રયાસોના પ્રારંભમાં એમણે એ અંગેનું માર્ગદર્શન મેળવવા માટે એક પત્ર શ્રી વિજયનન્દનસૂરિજી પર લખ્યો:
હજુ આપણે બીજા ઘણા કોયડા ઉકેલવાની છે, તે સુલભ રીતે ઉકેલવા સારુ તિથિ-આરાધનાના પ્રશ્ન ઉપર એકમત થવો જરૂરી છે. તેમાં આપનો પૂરો અને ઉત્સાહી સાથ મળશે તેમાં મને શંકા નથી. આ પ્રશ્ન ઉપર માર્ગદર્શન આપી આભારી કરશો.”
આ વાતને પુષ્ટિ આપવા માટે શ્રી પુણ્યવિજયજીએ પણ એક પત્ર લખ્યો કે:
બારપટ્વના સમાધાન અંગેનું માર્ગદર્શન મેળવવા માટે શેઠશ્રી તેમને પોતાના પત્ર સાથે મોકલી રહ્યા છે. શેઠ ઈચ્છે છે કે બારપર્વ અને સંવત્સરી આદિ અંગે કાયમી એક નિર્ણય થઈ જાય તો એક મોટી સિદ્ધિ જૈન સંઘ માટે થઈ ગણાય, અને સંઘને લગતાં બીજાં કાર્યો કરવાની સુગમતા ઊભી થાય. અને આ વિષેના માર્ગદર્શનની આશા શેઠ શ્રી પરંપરાનુસારી વર્ગ પાસેથી રાખે છે. ખાસ કરીને આપની પાસેથી જ રાખે છે. પ્રસંગોપાત્ત મેં સૂચના કરી હતી કે, આ વિશેનું વિચારપૂર્ણ માર્ગદર્શન મળવાનું સ્થાન વાસ્તવિક શ્રી નંદનસૂરિજી મહારાજ છે. શેઠને એ વાત સમજાઈ છે. મને લાગે છે કે આ પ્રસંગે આપના તરફથી માર્ગદર્શન મળશે એ અતિ લાભદાયી બાબત છે. શાસનની દષ્ટિએ અને અનેક દષ્ટિએ શેઠશ્રીને શ્રદ્ધા પણ છે, તો આપ યોગ્ય કરશો.”
શેઠના પત્રના ઉત્તરમાં શ્રી વિજયનંદનસૂરિજીએ ખૂબ ઉદારતા, તટસ્થતા અને દીર્ધદષ્ટિભર્યું સવિસ્તર માર્ગદર્શન આપ્યું. એ કેવું કીમતી હતું એ આપણે પણ જોઈએ:
“તમોએ લખ્યું જે “બીજા ઘણા કોયડા ઉકેલવા સારુ તિથિ-આરાધનાના પ્રશ્ન ઉપર એકમત થવો જરૂરી છે. તે તદન વ્યાજબી છે. કારણ, તિથિ-આરાધનાના એકમતમાં જ ભાવી તમામ ઉકેલોની સુલભતા છે, અને તેમાં જ શ્રી જૈન સંઘનું ગૌરવ સમાયેલું છે.
“તમોએ તે તિથિ-આરાધનાના પ્રશ્ન ઉપર તમામનો એકમત થવા બાબતમાં અમારી પાસે માર્ગદર્શન માગ્યું તો તેના જવાબમાં –
(૧) અમોને એમ લાગે છે કે તિથિનો એક નિર્ણય પટ્ટકરૂપે લેવાય તો તે કામ વધારે સુગમ થાય એટલે –“અત્યાર સુધીમાં તિથિની આરાધના તપાગચ્છના જે જે સમુદાયે પોત પોતાની માન્યતા પ્રમાણે જે જે રીતે કરી છે તે તમામ સમુદાયે શાસ્ત્રના સાપેક્ષભાવે, સમજીને કરી છે. પણ હવે તે રીતે જુદી જુદી આરાધના ન થતાં એક જ આરાધના થાય તે માટે, શાસ્ત્રના વિધિ–નિષેધ કાયમ રાખીને, અરસપરસ શાંતિપૂર્વક અને સમજૂતીથી, એક પટ્ટકરૂપે નિર્ણય લાવવો જોઈએ.” અને આ પટ્ટકનું કાર્ય ત્યાં અમદાવાદ બિરાજતા આચાર્ય મહારાજો વિ. એકમત થઈ અને બહાર બિરાજતા આચાર્ય
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org