________________
આ બાબતમાં સમ્મતિ મંગાવતો શેઠનો પત્ર આવ્યો, ત્યારે તેના જવાબમાં શ્રીવિજયનંદનસૂરિજીએ લખ્યું:
“શ્રી પર્યુષણ પર્વના પ્રશ્નનો પૂ. આચાર્ય મહારાજાઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવાની અને સકલ શ્રી સંઘમાં એક સાથે પર્યુષણ પર્વની આરાધના કરાવવાની તમારી ઉત્તમ ભાવના જાણી ખૂબ જ અનુમોદના સાથે સંતોષ થયો છે અને તે કાર્યની સફળતા માટે અમારા સહકાર અને આશીર્વચનની અપેક્ષા જણાવી, તો ત્યાં અમદાવાદ બિરાજતા પરમપૂજય પરમોપકારી પૂજયપાદ અમારા ગુરુમહારાજશ્રીજી વિજયોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબનો જે સહકાર અને તેઓશ્રીજીનું જે આશીર્વચન તેમાં જ સંપૂર્ણ રીતે અમારો સમાવેશ આવી જાય છે. છતાં તમોએ તમારા પૂર્ણ વિવેકભર્યા વલણને અનુસરી અમારી ઉપર પણ પત્ર લખ્યો છે, તેના જવાબમાં –
જ્યારે ભારતના તમામ તપાગચ્છ શ્રી ચતુર્વિધ સંઘનો આ સંવત્સરી મહાપર્વની આરાધનાનો પ્રશ્ન છે, અને આખા ય તપાગચ્છીય શ્રી સંઘમાં એક જ દિવસે એક જ સરખી સંવચ્છરીની આરાધનાની વિચારણા કરાય છે, અને એ રીતે આખાય તપાગચ્છ શ્રી સંઘમાં એકતા અને શાંતિ સ્થાપવા તમો તથા અમદાવાદનો શ્રી સંઘ આ પ્રશ્ન હાથ ધરે છે, ત્યારે તે બાબતમાં અમદાવાદનો શ્રી સંઘ જે નિર્ણય જાહેર કરશે તેમાં અમારો પૂરો સહકાર છે, અને અમારી સમ્મતિ છે.”
આ પછી દ્વિતીય શ્રાવણ વદિ ૭ને ગુરુવારે (તા. ૭-૮-૫૮) શ્રી સંઘ ભેગો કરીને શેઠ શ્રીકસ્તૂરભાઈ લાલભાઈએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો કે –
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રી સંઘે અત્યાર સુધી પંચાંગ તરીકે ચંડાશુ ચંડ પંચાંગનો ઉપયોગ કર્યો છે. પણ આજથી એ પંચાંગની જગ્યાએ જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગનો ઉપયોગ કરવા આપણા શ્રી તપાગચ્છીય આચાર્ય મહારાજો આદિએ સર્વસમ્મત નિર્ણય કર્યો છે. શ્રી રાજનગરનો જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રી સંઘ આજથી તે પ્રમાણે વર્તવા જાહેર કરે છે.”
આ ઠરાવ પછી તપાગચ્છ શ્રી સંઘમાં તાત્કાલિક શાન્તિ અને નિરાંતનું આનંદમય વાતાવરણ છવાયું. સમગ્ર સંઘમાં એક જ પર્યુષણા અને એક જ સંવત્સરી થઈ. આ બાબતનો આનંદ વ્યક્ત કરતાં શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી વિજયનંદનસૂરિજીને લખે છે :
“ધર્મપસાથે આ વર્ષે આખા સંઘનાં પર્યુષણા એક જ થયાં એથી ઘણી જ શાંતિ રહી છે એમાં ફરક નથી.”
શેઠ શ્રી કસ્તૂરભાઈએ પણ લખ્યું કે -
આપ સૌ આચાર્ય મહારાજોની કૃપા અને ઉદારતાથી સમસ્ત જૈન સંઘે મહાપર્યુષણ પર્વની આરાધના એકચિત્તે ખૂબ આનંદથી કરી અને તેથી જૈન સમાજમાં અનુપમ ખુશાલી વ્યાપી રહી છે.”
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelistary.org