Book Title: Vatsalyanidhi Sanghnayak Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan TrustPage 27
________________ એ દિવસોમાં નડિયાદથી કપડવંજ સુધીની રેલ્વેલાઇન નવી જ નંખાયેલી. એની ચકાસણી માટે ભારખાનાના ડબ્બા ખૂબ ધીમે ધીમે એ પાટે કપડવંજ સુધી જાય. નરોત્તમે એ ડબ્બા જતા જોયા. કોઈકને પૂછીને ક્યાં જાય છે, એની ભાળ મેળવી અને કહ્યું: “મારે કપડવણજ જવું છે. મને આમાં બેસાડશો?” આમ કહીને ખીસામાં થોડાક પૈસા હશે તે ધર્યા. પેલાએ પૈસા લીધા, ને એમને ભારખાનાના ડબ્બામાં બેસાડી દીધા. કપડવંજ સ્ટેશને પહોંચ્યા. ત્યાંથી પૂછતાં પૂછતાં ઉપાશ્રયે પહોંચ્યા. ઉપાશ્રયમાં પેસતાં જ સૌ પહેલા વાડીલાલ બાપુલાલ મળ્યા. નરોત્તમને જોઈને એ ચોંકી ઊઠ્યા: “તમે ક્યાંથી?” કહેઃ “હું બોટાદથી આવ્યો છું.” વાડીભાઈ જઈને સૂરિસમ્રાટને ખબર આપે, ત્યાં તો તેઓ પણ પહોંચી ગયા. જોતાવેંત સૂરિસમ્રાટે પૂછ્યું: “એલા, તું ક્યાંથી આવ્યો? કઈ રીતે આવ્યો? કેમ આવ્યો?” નરોત્તમ કહેઃ “સાહેબ! બોટાદથી આ રીતે ભાગીને આવ્યો છું. મારે દીક્ષા લેવી છે.” તરત જ સૂરિસમ્રાટે વાડીભાઈને કહ્યું: તું આને અત્યારે જ બોટાદ પાછો મૂકી આવ.” વાડીભાઈ તરત જ નરોત્તમને લઈને રવાના થયા. નરોત્તમે પણ સહેજેય આનાકાની કે હઠ ન કરી. મહારાજજી જેમ કહે એમ કરવું, આવી મનમાં શ્રદ્ધા. બોટાદ પહોંચ્યા. વાડીભાઈએ હેમચંદભાઈને વાત કરીને સોંપી દીધા. પણ નરોત્તમને કોઈ કાંઈ લડ્યું- વઢ્યું નહિ. આનું તો નરોત્તમને પોતાને અચરજ થયું. ઊલટું, મહારાજજીએ એમને તત્કાળ પરત મોકલ્યા, એની ઘરના બધા ઉપર સારી અસર થઈ. થોડા દિવસો ગયા અને ચોમાસું શરૂ થયું, ત્યાં નરોત્તમે ફરી એકવાર સાહસ કર્યું, ભાગીને કપડવંજ પહોંચ્યા. આ વખતે ઉપાશ્રયમાં પેસતાં સૌ પહેલાં શ્રી વિજ્ઞાનવિજયજી (પૂ.આ. શ્રીવિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ) મળ્યા. એમણે હસીને કહ્યું: “આવી ગયો?” સૂરિસમ્રાટ પાસે પહોંચ્યા. એમણે કહ્યું: “તારા ઘેર ટપાલ લખી નાંખ કે હું અહીં આવ્યો છું. ચિંતા કરશો નહિ.” તરત ટપાલ લખી નાંખી. ઘેરથી બાપુજીનો જવાબ પણ આવી ગયો. ચોમાસું હતું, એટલે દીક્ષા લઈ લેશે કે આપી દેશે, એવી કોઈ બીક ન હતી. પર્યુષણ પહેલાં કપડવંજ ગયા, તે દિવાળી સુધી ત્યાં રહ્યા. સૂરિસમ્રાટના બે સંસારી ભાણેજ હતા. એકનું નામ હેમચંદ, બીજાનું જેશીંગભાઈ. બંને ભાઈઓ ગારિયાધારના. દીક્ષાની ભાવનાથી મહારાજજી પાસે રહે. હેમચંદ નરોત્તમથી થોડાક મોટા ને જેશીંગભાઈ સરખી ઉંમરના હતા. એ ત્રણે સાથે એક મકાનમાં રહે. એ મકાનમાં સૂરિસમ્રાટ સાથેના ત્રણ વિદ્વાન શાસ્ત્રીજી પણ રહે. એક પં.શ્રી શશિનાથ ઝા, બીજા પં. શ્રી મુકુન્દ ઝા અને ત્રીજા પં. શ્રી વિક્રમ ઠક્કર. સૂરિસમ્રાટ સાથે રહેતા નારાયણ સુંદરજી નામે ભાઈ પણ એમની સાથે જ રહે, ત્રણેની રસોઈ એ બનાવી આપે. ક્યારેક કોઈ શ્રાવકના ઘેર પણ જમવા જાય. પૂ.શ્રી ઉદયવિજયજી મહારાજના એક શિષ્ય થયેલા, મુનિ કીર્તિવિજયજી. એ અહીં રહેતા. એમના ઘેર પણ જમવા જવાનું - : ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jaineli aay.orgPage Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196