________________
એ ઘણીવાર કહેતા: ગ્રન્થી પ્રસ્થાન્તરંટી-એક ગ્રન્થ બીજા ગ્રન્થની ટીકા બને છે. અર્થાત્ બીજો ગ્રન્થ વાંચીએ એટલે ભણાતો ગ્રન્થ પાકો થાય.
સંસ્કૃત શબ્દો ને ક્રિયાપદોનાં રૂપો તૈયાર કરવામાં એમણે ખૂબ રસ લીધો હતો; ઊંઘમાંય કોઈ રૂપ પૂછો, તો સાચો જવાબ જ નીકળે.
અને આ બધું ભણવામાં ને ચારિત્રપાલનમાં પણ એ પોતાનું ખરું કર્તવ્ય-ગુરુની ભક્તિ કરવાનું -ક્યારેય ચૂક્યા નહિ. સૂરિસમ્રાટ બોલાવે : “નન્દન !” ને તરત જીકારો દેતાંકને હાજર ! એમની સેવા–ભક્તિ નિયમિત કરવાની જ. રાત્રે પણ એમની પગચંપી કલાકો સુધી કરે, ને એ બરાબર નિદ્રાધીન થાય, ત્યારે ત્યાંથી ઊઠીને પાઠ કરે.
ઝાઝું શું કહેવું? એમણે એ ઉંમરમાં ને એટલા ટૂંકા ગાળામાં મુનિજીવનમાં જે મહેનત કરી, જે કષ્ટ સહ્યાં, અને જે મેળવ્યું, એની અત્યારના યુગમાં તો માત્ર કલ્પના જ કરવી રહી.
Iી
*
* * *
(૧૩)
*
*
1
ગુરુકૃપા
સં. ૧૯૭૪માં સૂરિસમ્રાટ બીકાનેર ગયા. ત્યાં નન્દનવિજયજીની તબિયત એકાએક બગડી. છાતીમાં દુઃખાવો ઉપડ્યો. સૂરિસમ્રાટને બીજા બધા જરાક ચિંતામાં મુકાઈ ગયા. એ વખતે ચાંદલમજી ઢઢા જયપુરના રાજવૈદ્ય લક્ષ્મીલાલજીને લઈને આવ્યા.તબિયત તપાસીને કહે : “હૃદય (હાર્ટ) બહું નબળું છે, એટલે હમણાં પથારીવશ રહેવું જોઈશે. પરિશ્રમ મુદલ નહિ કરાય, ને દવામાં હીરામાણેકની ભસ્મો લેવી પડશે. એ સિવાય તબિયત નહિ સુધરે.”
સૂરિસમ્રાટ ચમક્યા.એમને દરદ કરતાં દવાની બીક વધુ હતી. તેઓ ભસ્મને માત્રાઓ લેવાની ખૂબ વિરુદ્ધ હતા. એમણે ઘસીને ના કહી: “કાષ્ઠૌષધિ આપો તો લેશે, માત્રાઓ નહિ.” પણ “જેમ વૈદ્ય મોટા, એમ દવાય મોટી.' રાજવૈધે પોતાની વાત પકડી રાખી.
સૂરિસમ્રાટે નન્દનવિજયજીને પૂછયું: “તારે માત્રા લેવી છે?” એમણે ના પાડતાં કહ્યું: “મારે તો આપ જે આપો તે દવા; બીજું કાંઈ લેવું નથી.”
પછી સૂરિસમ્રાટે પોતાને ઠીક લાગતા ઉપચારો કરાવ્યા. મહિનો માસ ત્યાં જ રહ્યા. ધીમે ધીમે તબિયતમાં સુધારો થતો ચાલ્યો.
હજી વિહારની વાર હતી, પણ ત્યાંનું હવામાન બગડતું હોય એવું સૂરિસમ્રાટને લાગ્યું. એટલે એમણે વિહાર કરી દીધો. હજી એમની તબિયત પૂરેપૂરી રાગે નહોતી ચડી, તોય વિહાર કરી શકે એવી તો થઈ હતી, એટલે ત્યાંથી નીકળી ગયા.
નીકળ્યા બાદ થોડા જ દિવસો પછી સાંભળ્યું કે, બીકાનેરમાં પ્લેગ ફાટી નીકળ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org