________________
યાત્રા બંધ કરવાનો ને પાલિતાણા રાજ્ય સામે અસહકારનું આંદોલન ચલાવવાનો અવસર ઉપસ્થિત થયો. પાલિતાણા રાજ્યની તરફેણમાં બ્રિટિશ સલ્તનતના કાઠિયાવાડના પૉલિટિકલ ઍજન્ટે એવો ચુકાદો આપેલો કે જ્યાં સુધી જૈનો પાસેથી ચોક્કસ રકમ લેવાનું ઠરાવાય નહિ, ત્યાં સુધી પાલિતાણા રાજ્ય, તીર્થના યાત્રાળુઓ પાસેથી મૂંડકાવેરો ઉઘરાવી શકે છે.
જૈન સંઘ માટે આ મહાન અન્યાય હતો. આ અન્યાયનો અહિંસક પ્રતિકાર કરવા માટે જૈન સંઘ પાસે એક જ રસ્તો હતો, અને તે યાત્રામોકૂફીનો.
પણ એ માટે અધિકૃત વ્યક્તિના આદેશની જરૂર હતી. ભારતના મોટા ભાગના જૈનોની મીટ સૂરિસમ્રાટ તરફ મંડાયેલી હતી.
આ અરસામાં પાટણમાં સૂરિસમ્રાટના સાંનિધ્યમાં એક સભા યોજાઈ, તેમાં તેમણે ‘યાત્રાબંધ'નું એલાન કર્યું.
ન
આ સભામાં ચરિત્રનાયકે (તે વખતે આચાર્ય ન હતા) ખૂબ જુસ્સાદાર પ્રવચન કર્યું. તેમણે તીર્થરક્ષા કાજે જાનફેસાની કરવા તૈયાર રહેવા માટે સાધુઓને અને ગૃહસ્થોને હાકલ કરી. આ માત્ર બોલવા પૂરતું જ ન હતું એટલે એ વ્યાખ્યાન પછી તેઓ તથા તેમની સમાન વયવાળા મુનિવરોનું એક જૂથ તૈયાર થયું કે આપણે પાલિતાણા ઉપડીએ, અને આ આંદોલનનું નેતૃત્વ લઈએ. તીર્થ અને સંઘના સ્વત્વની રક્ષા કાજે પ્રાણની આહુતિ અપાય એથી રૂડું શું ?
જો કે, સૂરિસમ્રાટે એમને એ વખતે જવાની ના કહી - અલબત્ત, એમના નૈતિક જુસ્સામાં સહેજ પણ ઓટ ન આવે એ રીતે.
એમની કુનેહશક્તિ પણ અદ્ભુત હતી. એમ કહી શકાય કે જો તેઓ સંસારમાં હોત તો રાજદ્વારી ક્ષેત્રે એમને આ શક્તિ ચોક્કસ નામના અપાવત.
સં. ૧૯૯૦માં અમદાવાદના આંગણે ઐતિહાસિક મુનિસંમેલન મળ્યું ત્યારે એની વિષયવિચારિણી સમિતિએ સંમેલનમાં ચર્ચવા લાયક અગિયાર મુદ્દાઓ નિયત કર્યા. શરૂઆતમાં તો એ મુદાઓ પર સંમેલનમાં મુક્ત ચર્ચા કરવા વિચારાયું; પણ એ ચર્ચા શરૂ થઈ તે પછી સંમેલનના નિર્વાહક સુકાનીઓને લાગ્યું કે, ‘આ ચર્ચાનો અંત નહિ આવે. આ કરતાં એક સમિતિ નીમીએ, એ આ અગિયાર મુદ્દા ૫૨ ખરડાઓ તૈયાર કરે. એ ખરડાઓ સંમેલનમાં વિચારણા માટે પ્રસ્તુત થાય, ને પછી એને ઠરાવરૂપે મંજૂરી પણ આપી શકાય.’
આ વિચાર બધાને પસંદ પડ્યો એટલે સર્વાનુમતે ચાર મુનિવરોની એક ‘ખરડા સમિતિ’ નીમાઈ. એમાં મુખ્ય હતા આપણા ચરિત્રનાયક. બીજા ત્રણ હતા - મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, મુનિરાજ શ્રી ચન્દ્રસાગરજી અને મુનિરાજ શ્રી રામવિજયજી.
આ સમિતિએ લાગટ અઢી દિવસ ચર્ચા-વિચારણા કરીને અગિયારે મુદ્દા પર ખરડા ઘડ્યા. આમાં અતિશયોક્તિ લાગશે, પણ કહેવું જોઈએ કે આચાર્ય શ્રીવિજયનંદનસૂરિજીની કુનેહશક્તિએ અને વિદ્વત્તાએ આમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ‘કોઈને છેતરવા પણ નહિ, પણ એ સાથે કોઈથી
Jain Education International
૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org