________________
“૧૯૫૨માં જોધપુરી ચંડાંશુ ચંડુ પંચાંગના બનાવનાર પંડિત શ્રીધર શિવલાલને જ તે વખતે પૂછાવતાં તેઓએ લખ્યું હતું કે, ‘અમારું પંચાંગ બ્રહ્મપક્ષી છે. તે મારવાડ દેશમાં માન્ય છે. તમારા દેશમાં સૌ૨૫ક્ષ માન્ય છે તો તે પ્રમાણે તમારે છઠનો ક્ષય કરવો.' અને આ સંબંધમાં ૧૯૫૨ શ્રાવણ સુદ ૧૫નો ‘જૈન ધર્મ પ્રકાશ”નો પુસ્તક ૧૨, અંક ૫મો તથા ૧૯૫૨ના અષાડ વદ ૧૧નું ‘સયાજી વિજય’ વાંચશો તો વિશેષ ખુલાસો થશે. અને ‘શ્રી આત્મારામજી મહારાજનો પણ પોતાની હયાતીમાં એ પ્રમાણે જ (છઠના ક્ષયનો) મત હતો,' તે પણ તેમાં તમોને સ્પષ્ટ જણાઈ આવશે. તા. ૧૮-૫’૩૭ના ‘આત્માનંદ પ્રકાશ' પુ. ૩૪, અંક ૧૨મામાં આ. શ્રી વિજયવલ્લભસૂરિજી પણ લખે છે કે, ‘સ્વર્ગસ્થ ગુરુદેવની આજ્ઞા મુજબ ૧૯૫૨માં ભાદરવા શુદ ૬નો જ ક્ષય માન્યો હતો.' તો જો તે વખતે શ્રી આત્મારામજી મહારાજે તમારા લખવા પ્રમાણે ભા.શુ.-પના ક્ષયે પાંચમનો જ ક્ષય આદેશ્યો હોત તો આ રીતે શ્રી વિજયવલ્લભસૂરિજીને પોતાના ગુરુદેવની વિરુદ્ધ લખવાનું કાંઈ પણ કારણ હોય તેમ
અમો માનતા નથી.
“વળી તમે લખો છો કે, આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી કહે છે કે ‘હું પહેલેથી જ પાંચમનો ક્ષય માનતો આવ્યો છું. અને બીજાઓએ પણ પાંચમનો ક્ષય કરીને ઉદય ચોથે સંવચ્છરી કરી છે.’ એ પણ તદ્દન ખોટું છે. તે વાત ૧૯૮૯ના ‘વીરશાસન’ વર્ષ ૧૧ના અંક ૪૧ તથા ૪૪માં આ.શ્રી વિ. દાનસૂરિજીના ખુલાસામાંથી સ્પષ્ટ જણાશે. કારણ કે તેમાં આ.શ્રી. વિ. સિદ્ધિસૂરિજી તો શું પણ સકલ શ્રી તપાગચ્છીય ચતુર્વિધ સંઘમાંથી કોઈએ પણ ભા.શુ.પનો ક્ષય માન્યો ન હતો,પણ અન્ય પંચાંગોના આધારે છઠનો જ ક્ષય માન્યો હતો તે વાત સ્પષ્ટ છે.
“વિ. તમે લખો છો કે ‘ભાદરવા શુદ ૬નો ક્ષય કરી શુદ ૪ને મંગળવારે સંવચ્છરી ક૨વાથી આ.શ્રી. વિ. રામચંદ્રસૂરિજીની સાથે સંવચ્છરી થશે. અને આથી તેમનો પક્ષ સાચો છે એવું ભદ્રિક જીવો તથા ભદૈયા શ્રાવકો માનશે.’ તે પણ તમારું માનવું ખોટું છે, કારણ કે તેમની અને આપણી સંવચ્છરી એક દિવસે આવવાથી કંઈ એક થઈ જવાતું નથી. કારણ કે તેઓ પાંચમનો ક્ષય કરે છે, જયારે આપણે છઠનો ક્ષય માનવાનો છે અને આપણે એવો વિચાર કરીએ તો લોકાગચ્છ વગેરેની સંવચ્છરી પણ આપણી સાથે આવશે તો શું આપણે તે વખતે તેવા થઈ જઈશું ? માટે તે વાતમાં કાંઈ પણ ભય રાખવાનો હોય નહિ.
‘વળી તમોએ લખ્યું કે, ‘આમ આ બાબત ઉપર ખૂબ વિચાર કરશો અને કલમવાર સમાધાન જણાવશોજી. અને વિગતવાર ખુલાસો કરશોજી.' તો અમારા ક્ષયોપશમ પ્રમાણે અમોએ પ્રાયઃ દરેક મુદ્દા ઉપર પ્રથમથી જ વિચાર કરેલો છે. ‘અળાવ્ વલ્ભીપ્' એ પાઠની વ્યવસ્થા તેમ જ ‘ક્ષયે પૂર્વા.’ એ વચનની વ્યવસ્થા પણ અમારા ધ્યાનમાં છે જ અને દરેકનો અમારા ક્ષયોપશમ પ્રમાણે વિગતવાર ખુલાસો છે પણ કાગળમાં એ બધા જ ખુલાસા થઈ શકતા નથી. બાકી આ. શ્રી વિજયાનંદસૂરિજી (શ્રી આત્મારામજી મહારાજ), પં. શ્રી ગંભીરવિજયજી ગણિજી મહારાજ, લવારની પોળના ઉપાશ્રયવાળા પં.શ્રી પ્રતાપવિજયજી ગણિજી મહારાજ વિગેરે આપણા વડીલો શાસ્ત્ર અને પરંપરાને આધારે જ ચાલનારા હતા, પણ પોતાની કલ્પનાને આધારે ચાલનારા ન હતા. તેઓ બહુશ્રુત, ભવભીરુ, અનુભવી અને શ્રી વીતરાગશાસનના સંપૂર્ણ પ્રેમી હતા. તેઓ શાસ્ત્ર અને પરંપરાને જરા પણ વિરોધ આવે એવું
Jain Education International
૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org