________________
શ્રીકાંત સામા પક્ષની વ્યક્તિ હતા, અવિશ્વસનીય હતા, છતાં એ મળવા આવ્યા, ત્યારે એની જેડે એમણે શાંતિથી વાતો કરી.
એ દિવસોમાં “સેવા સમાજ” નામના જૈન પેપરમાં એક લેખ આવેલો. એમાં સંમેલનની કશી આવશ્યકતા નથી, એ મતલબનું લખાણ હતું. એ લેખ શ્રી વિજયરામચંદ્રસૂરિજીની તરફેણનો હતો. એ અંગે શ્રી વિજયનંદનસૂરિજીએ શ્રીકાંતને પૂછ્યું: “અત્યારે આવો લેખ કોણે લખ્યો હશે ?”
શ્રીકાંત કહે: સાહેબ! મેં લખ્યો હોય એમ આપને લાગે છે ખરું?”
શ્રી વિજયનંદનસૂરિજી આ જવાબ પરથી જ સમજી ગયા કે આ ભાઈએ જ એ લેખ લખ્યો છે. વળી, “સેવાસમાજ'નું સંપાદનકાર્ય સંભાળતા શ્રી ઈન્દિરાબહેન જ્યારે અમદાવાદ આવેલાં, ત્યારે તેમણે શેઠ કેશુભાઈના પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ કહેલું કે આ લખાણ શ્રીકાંત તરફથી જ આવેલું છે, એ વાતની પણ એમને ખબર હતી. પણ અત્યારે તેઓ અજાણ જ રહ્યા. એમણે ભીનું સંકેલ્યું: “ના ના, એમ તો શેનું લાગે?”
આ પછી શ્રીકાંત કહે: “સાહેબ ! આચાર્ય મહારાજે (વિજયરામચંદ્રસૂરિજીએ) મને કહ્યું છે કે સંમેલન માટે ચર્ચા કરવાના પોઈન્ટો મહારાજજીએ કંઈ વિચાર્યા હોય તો લેતો આવજે. માટે આપે વિચાર્યા હોય તો આપો.”
શ્રી વિજયનંદનસૂરિજી કહે: “હજી તો આજે વિહાર કર્યો છે. અત્યાર સુધી આવવાનું નહોતું. એકાએક નક્કી થયું ને વિહાર કર્યો. એમાં વિચારનો સમય ક્યાંથી મળે?”
પોઈન્ટો ન મળતાં નિરાશ થઈને શ્રીકાંત પાછા ગયા.
જ્યારે શ્રી વિજયનંદનસૂરિજી કોઠ આવી પહોંચ્યા, ત્યારે શ્રીકાંત ફરીવાર આવ્યા; કહેઃ “સાહેબ! વિનંતી કરવા તો બધા આવશે, પણ હું તો કહું છું કે આપ અને આચાર્ય મહારાજ ગામ બહાર–બકુભાઈના બંગલે–એક વાર મળી લો, તો ઠીક થશે. શ્રી વિજયોદયસૂરિ મહારાજ પધાર્યા ત્યારે મળવાનું ગોઠવેલું, પણ તે વખતે આચાર્ય મહારાજને તાવ ખૂબ આવ્યો, એટલે મળાયું નહિ.”
શ્રી વિજયનંદનસૂરિજી કહે: “હજી તો વાર છે, ત્યાં આવીએ એટલે વિચાર કરીશું.” પછી કહે: “પોઈન્ટો વિચાર્યા હોય તો મહારાજે મંગાવ્યા છે.” આચાર્ય શ્રી કહે: “અત્યારે તો વિહારમાં થાકી જવાય છે. ક્યાંથી સમય મળે ?”
આ પછી સરખેજ મુકામે શ્રી રમેશચંદ્ર બકુભાઈ વગેરે આવ્યા, ને પોતાના બંગલે શ્રી વિજયરામચંદ્રસૂરિજી સાથે મળવાનું નક્કી કરી ગયા. બીજે દિવસે સરખેજથી વિહાર કરી બકુભાઈના બંગલે ગયા. ત્યાંથી શ્રી વિજયધર્મસૂરિજી વગેરે આપણા પક્ષના, અને સામા પક્ષે શ્રીવિજયરામચંદ્રસૂરિજી, શ્રી વિજયમનોહરસૂરિજી, શ્રી વિજયજંબૂસૂરિજી, શ્રી કીર્તિવિજયજી વગેરે આવેલા. બધા મલ્યા. અરસપરસ સુખશાતાદિની વાર્તા કરી. એ વખતે રમેશભાઈએ વિનંતી કરી. “આપ બંનેના મળવાનો સમય ગોઠવો.”
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainerary.org