________________
અનુભવીએ છીએ અને પૂ. પંન્યાસ શ્રી રૂપવિજયજીગણિ મહારાજના ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી અત્યારની ઘડી સુધી આપણે પણ તે રીતે જ આખા તપાગચ્છમાં વર્તીએ છીએ. ભલે એક વર્ગ લૌકિક પંચાગમાં પર્વતિથિની ક્ષય–વૃદ્ધિમાં, આરાધનામાં પણ પર્વતિથિની ક્ષય–વૃદ્ધિ કાયમ રાખવાની જુદી પ્રણાલિકા, તપાગચ્છના તમામ આચાર્યોને જણાવ્યા સિવાય, બાવીસ વર્ષથી આચરી. પણ વિ. સં. ૧૯૯૨ પહેલાં તો આખા તપાગચ્છમાંથી તેમજ તે વર્ગમાંથી કોઈ પણ વ્યક્તિએ, પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આચરી નથી. પણ પૂ. શ્રી મણિવિજયજી દાદા, પૂ. શ્રી બૂટેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, પં. શ્રી પ્રતાપવિજયજી ગણિ, પં. શ્રી દયાવિમળજી મહારાજ, પં. શ્રી સૌભાગ્યવિમળજી મહારાજ, ૫. શ્રી ગંભીરવિજયજી ગણિ, બંનેય કમળસૂરિજી મહારાજ, શ્રી નીતિસૂરિજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ, પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ, મુનિ શ્રી હંસવિજયજી મહારાજ, કાશીવાળા શ્રી ધર્મસૂરિજી મહારાજ, શ્રી નેમિસૂરિજી મહારાજ, શ્રીવલ્લભસૂરિજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ તથા શ્રીઝવેરસાગરજી મહારાજ, શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ તથા શ્રી મોહનલાલજી મહારાજ, મુનિ શ્રી કાંતિમુનિજી મહારાજ, શ્રી ખાંતિસૂરિજી મહારાજ વગેરે તમામ આપણા વડીલ પૂજ્ય મહાપુરષોએ એ જ પ્રણાલિકા (એટલે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકા) આચરી છે અને આદરી છે. ઉપરોક્ત તમામ મહાપુરુષો ગીતાર્થ હતા, અગીતાર્થ નહોતા; મહાત્યાગી હતા, શિથિલાચારી નહોતા; પરિગ્રહધારી નહોતા, પણ શુદ્ધ અપરિગ્રહવંત હતા; તેમ જ વિદ્વાન અને સમયજ્ઞ મહાપુરુષ હતા. તેમ જ તે સમયે જરા પણ અંધકાર નહોતો, એટલું જ નહિ, પણ તે તમામ મહાપુરુષો ભવભીરુ હતા અને શાસ્ત્રને જ અનુસરીને પ્રવર્તનારા હતા. તેઓને શાસ્ત્રવિરુદ્ધ કે પરંપરાવિરુદ્ધ (આચરણા) કરવાને કંઈ પણ કારણ ન હતું, અને આપણે એવું માનવું કે બોલવું, એ પણ એ મહાપુરુષોની આશાતના કરવા બરાબર છે, એમ અમારું ચોક્કસ માનવું છે.
“એટલે હવે છેવટનું અમારું મન્તવ્ય અને અમારું કથન એ છે કે બારે પર્વતિથિની ક્ષય–વૃદ્ધિ ન કરવી. લૌકિક પંચાંગમાં ઉપરોક્ત બારે પર્વતિથિની વધઘટ–ક્ષયવૃદ્ધિ હોય ત્યારે આરાધનામાં તેના બદલે અપર્વતિથિની ક્ષય–વૃદ્ધિની પ્રણાલિકામાં અમો જરાય ફેરફાર કરવા માંગતા નથી. તેમ જ આપણા આખા તપાગચ્છમાં તમામ ચતુર્વિધ શ્રીસંઘ એ જ પ્રણાલિકાને એકસરખી રીતે માન્ય રાખે, અને તેથી થોડા સમયથી આચરેલી જુદી પ્રણાલિકાને હૃદયની વિશાળતાથી છોડી દે એવી તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસંઘને મારી નમ્ર વિનંતી છે. અને આ ચર્ચાના વિષયમાં બાર પર્વતિથિની ચાલી આવતી ક્ષયવૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને ચર્ચામાં લાવવી, તે અમો વ્યાજબી માનતા નથી. અમો તો જે રીતે ચાલી આવે છે, તે રીતે જ કરવાની ઇચ્છાવાળા છીએ. બાકી, સંવત્સરી મહાપર્વની આરાધનાના દિવસની તેમ જ બીજી કલ્યાણક વગેરે તિથિઓની ચર્ચા કરી નિર્ણય લાવવામાં અમારી સંમતિ છે.”
આ નિવેદન પૂરું કરતાં પહેલાં, બાર પર્વતિથિની ક્ષય–વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને ચર્ચાનો વિષય ન બનાવવાના પોતાના વિચારને દઢતાથી રજૂ કર્યા છતાંય, પોતાની ઉદારતા અને સરળતાનું દર્શન કરાવતાં એમણે ઉમેર્યું કે –
“ઉપરોક્ત બાર પર્વતિથિમાં પણ વર્તમાન બંને પક્ષમાંથી જેઓ કોઈ અરસપરસ ચર્ચા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainely.org