________________
(૩૩) સં. ૨૦૧૪નું મુનિસમેલન : નિષ્ફળતા એ જ સફળતા
આ મુનિસમેલનનું ધ્યેય હતું. શ્રીસંઘમાં એકતા અને સાત્તિની પુનઃ પ્રતિષ્ઠા. છેલ્લા કેટલાય સમયથી સંઘમાં છવાયેલા ફ્લેશમય વાતાવરણને દૂર કરવું જરૂરી હતું. અને એ વાતાવરણ ત્યારે જ દૂર થઈ શકે તેમ હતું, જ્યારે એની જન્મદાતા તિથિચર્ચાના પ્રશ્નનો ઉકેલ આવે. આ પ્રશ્ન ઘણા ઘણા ક્લેશ-કલહ જન્માવ્યા હતા એટલે એ એક પ્રશ્નના નિકાલમાં જ અનેક પ્રશ્નોના નિકાલ સાથે ક્લેશનો પણ નિકાલ થઈ જવાનો હતો. અને એટલા માટે જ આ સમેલન યોજવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં શું બન્યું, તેની વિસ્તૃત નોંધ એક પુસ્તકરૂપે છપાયેલી છે. (“રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી” –લેખક : આચાર્ય શ્રી હંસસાગરસૂરિજી, પ્રકાશક : શાસનકંટકોદ્ધારક જ્ઞાનમંદિર, મુ. ઠળિયા.) એમાં જો કે ઘણી વસ્તુ અધૂરી હોય તેવું લાગે છે, છતાં એ દિવસોની કાર્યવાહીની મોટાભાગની માહિતી એમાંથી આપણને મળી જ રહે છે. એટલે અહીં સમેલનની કાર્યવાહીની વિગતો નહિ આપતાં, તેમાં શ્રી વિજયનંદનસૂરિજીના અને એકતિથિપક્ષના વલણ તેમ જ દૃષ્ટિબિન્દુનું વિહંગાવલોકન કરીશું.
ઉપર કહ્યું તેમ, સમેલનનાં ધ્યેય “એકતા અને શાન્તિ' હતાં. પણ એ ધ્યેયની સફળતા, સરળતા અને અકદાગ્રહી મનોદશા ઉપર અવલંબતી હતી. એ બંને વસ્તુનો અભાવ સામા પક્ષમાં પૂરા પ્રમાણમાં હતો. અને એને લીધે સમેલનનું પરિણામ નિષ્ફળતામાં આવ્યું.
જોકે તિથિચર્ચા એક એવો મુદ્દો છે કે જેમાં બંને પક્ષ એકબીજાને દોષિત અને ખટપટી ઠરાવતા જ આવ્યા છે. સમેલનની નિષ્ફળતામાં પણ બંને પક્ષ એકબીજાને જ જવાબદાર ગણાવતા રહ્યા છે, આમ છતાં, જે વાસ્તવિક છે, જે બન્યું છે, તે તો તેના નિર્ભેળ શુદ્ધ સ્વરૂપે રજૂ કરવું જ રહ્યું.
સામા પક્ષની એક મુરાદ એ હતી કે ૧૯૯૨ના વર્ષથી ચલાવેલી નવી તિથિ–પ્રણાલિકાને એકતિથિપક્ષના આચાર્યો પણ માન્ય કરે, અને સાચી ઠેરવે, એ રીતે સમેલનના પ્રવાહને વળાંક આપવો. આમ કરવામાં એમને બે રીતે લાભ હતો : એક તો, જો પોતાની નવી માન્યતાને બધા સ્વીકારે, તો તો મોટો લાભ હતો જ; અને, એમ ન થાય તોય, સામા પક્ષની સરળતાનો ગેરલાભ ઉઠાવીને એમાં પણ તડા પડાવવા, એ પણ કંઈ જેવો તેવો લાભ ન હતો. અને આ લાભ લેવાની ઉત્તમ તકનો પૂરેપૂરો ઉપયોગ કરવાની ઇચ્છાથી જ એ પક્ષના અગ્રણીઓ ઇચ્છતા હતા કે શ્રી વિજયનન્દનસૂરિ મહારાજ સંમેલનમાં ન આવે તો ઘણું સારું. સારાંશ કે એ પક્ષની વાતો શાણી હતી પણ દાનત કાણી હતી. સંઘમાં એકતા ને શાન્તિ સ્થપાય કે ન સ્થપાય, એની એમને ખેવના ન હતી; એમને તો માત્ર સ્વમત–પોષણની જ તમા હતી.
પણ, એમની આ મુરાદ ફળીભૂત ન થઈ શકી. શ્રી વિજયનંદનસૂરિજીની પરિણામગામી દીર્ઘદ્રષ્ટિમાં આ મુરાદ બરાબર વસી ગઈ હતી; તેથી જ એમણે છેક છેલ્લા સમયે સમેલનમાં હાજરી આપવાનું નક્કી કર્યું હતું ને એ આવ્યા હતા. એ આવ્યા કે વાતાવરણ બદલાવા માંડ્યું.
તિ
૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelige ry.org