________________
આનો રસ્તો લાવવા માટે શાંતિ ને સમાધાનના પરમચાહક શ્રી પુણ્યવિજયજી મહારાજે એક માર્ગ મૂક્યો કે
=
“અવાજ એમ આવેલ છે કે, ઉદયસૂરિજી મહારાજ, માણેકસાગરસૂરિજી મહારાજ, હર્ષસૂરિજી મહારાજ, લબ્ધિસૂરિજી મહારાજ અને પ્રેમસૂરિજી મહારાજ આ પાંચ બુઝર્ગ પુરુષો આ બાબતમાં વિચારણા કરે કે આપણે શું કરવું અને કેવી રીતે નિર્ણય લાવવો ? એઓ જ આ કાર્ય કરી લે.”
આ માર્ગ પર પોતાનું ખાસ હેતુસરનું મંતવ્ય રજૂ કરતાં શ્રી વિજયરામચન્દ્રસૂરિજીએ કહ્યું: “જેઓ યોગ્ય રીતે શાસ્ત્રો જોઈ શકે, સમજી શકે, વિચારી શકે તેવા યોગ્ય મહાપુરુષોને આ કાર્ય સોંપીએ તો થોડા વખતમાં શાસ્ત્રોની વાતોનું સ્પષ્ટીકરણ કરી શકીએ. વગેરે”
આ સાંભળીને ઘણા સમસમી ગયા. એ દિવસનો કાર્યક્રમ પૂરો થયા પછી તરત જ શ્રી વિજયલક્ષ્મણસૂરિજી દોડાદોડ પાંજરાપોળના ઉપાશ્રયે આવ્યા ને શ્રી વિજયનંદનસૂરિજીને કહે : “આપને આમાં કાંઈ કરવું છે કે નહિ ? હવે તો હદ થાય છે.”
શ્રીવિજયનંદનસૂરિજી કહે : “હું શું કરું ? તમારે કરવું જોઈએ ને ?”
શ્રી વિજયલક્ષ્મણસૂરિજી કહે : “પણ આપ જ કાંઈ કરો ને !''
શ્રી વિજયનંદનસૂરિજી કહે : “હું જે કરું એ કાલે જોજો.’
અને બીજે દિવસે શ્રી પુણ્યવિજયજી મહારાજ અને શ્રી વિજયપ્રતાપસૂરિજીના કથન પછી એમણે શ્રી વિજયરામચંદ્રસૂરિજીના વકતવ્ય ઉપર કડક સમાલોચના કરતાં જણાવ્યું :
“ગઈકાલે પોણા બે વાગે પુણ્યવિજયજીના નિવેદનમાં જે સૂચન થયું, જે તેમનું પોતાનું સ્વતંત્ર નહોતું પણ તેમની પાસે કોઈ પણ તરફથી આવેલ સૂચના ઉ૫૨થી હતું, કે આ. શ્રી લબ્ધિસૂરિજી, આ. શ્રી પ્રેમસૂરિજી, આ. શ્રી ઉદયસૂરિજી, આ શ્રી હરખસૂરિજી, આ.શ્રી માણેકસાગરસૂરિજી, આ પાંચે વૃદ્ધ પુરુષોને આ કાર્ય સોંપવામાં આવે અને તેઓ આનો વિચાર કરી જે માર્ગ સૂચન કરે તે માર્ગે આપણે ચાલીએ તો તે જરૂર ઇચ્છવા યોગ્ય છે.
આના જવાબમાં પોણા ચાર ને પાંચ મિનિટે રામચંદ્રસૂરિજીએ પોતાનું જે વકતવ્ય કર્યું તેમાં તેઓએ ‘ઉપરોક્ત પાંચ વૃદ્ધ પુરુષો અમારે કબૂલ છે, બરાબર છે, તેઓને આ કાર્ય સોંપીએ અને તેઓ જે વિચાર આપે તે માર્ગે આપણે જઈએ તે વાત અમારે સંમત છે,’ તે રીતે સ્વીકાર કર્યો નથી એ ચોક્કસ છે. અમોને લાગે છે કે તેઓની સમજણમાં ઉપરોક્ત પાંચે વૃદ્ધ પુરુષો યોગ્ય મહાપુરુષો નહોતા, યોગ્ય લાગ્યા હશે તો મહાપુરુષ નહિ હોય; મહાપુરુષ તેઓની સમજણમાં હશે તો પણ તેઓ યોગ્ય છે, તેવું તેઓની સમજણમાં નહિ હોય. એટલે તેઓની સમજણમાં તે પાંચે યોગ્ય મહાપુરુષ નહોતા. તેઓ પોતાના વકતવ્યમાં જણાવે છે કે, “જે યોગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે, વિચારી શકે અને સમજી શકે, તેવા યોગ્ય મહાપુરુષોને સોંપવું જોઈએ.” એનો સ્પષ્ટ અર્થ છે કે : ‘ઉપરોક્ત પાંચે વૃદ્ધ પુરુષો યોગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે છે,' તેવું તેમની સમજણમાં નથી. ‘યોગ્ય રીતે શાસ્ત્રો વિચારી શકે છે’ તેવું પણ તેમની સમજણમાં નથી. અને ‘ઉપ૨ોક્ત પાંચે જણા શાસ્ત્રોને યોગ્ય રીતે સમજી શકે
Jain Education International
૧૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org