________________
શ્રીગંભીરવિજયજી મહારાજ તથા શ્રી પ્રતાપવિજયજી મહારાજ વગેરે પૂજ્યોના પત્રો, જે વિચારણાસ્વરૂપ જ હતા, નહિ કે પ્રરૂપણા કે આચરણારૂપ, તેને પાંચમનો ક્ષય કર્યાના પુરાવારૂપે રજૂ કર્યા.
પણ શ્રી વિજયનંદનસૂરિજીની જાણ બહાર કાંઈ જ ન હતું. એમણે તો લાગલો જ પ્રશ્ન મૂક્યો : “ગંભીરવિજયજી મહારાજે ને પ્રતાપવિજયજી મહારાજે પાંચમના ક્ષયની આચરણા કરી છે ?”
જવાબ મળ્યો : “નથી કરી.”
પૂછ્યું: “તો એને આચરણાના લેખિત પુરાવારૂપે કેમ રજૂ કરાય છે?”
સામો પક્ષ થોથવાયો. એણે આડેધડ જવાબ વાળ્યો : “આચરણા કરતાં પ્રરૂપણા કરનાર વધારે ગુન્હેગાર છે, એમ અમે માનીએ છીએ. માટે આ પત્રોને પુરાવારૂપે રજૂ કર્યા છે.”
આ સાંભળતાંજ શ્રી વિજયનંદનસૂરિજીનો પુણ્યપ્રકોપ પ્રજવળી ઊઠ્યો. એમણે ખૂબ ગંભીર રીતે કહ્યું:
વિશેષમાં, તે (પાંચમનો ક્ષય કર્યાના પુરાવાની) ચર્ચાના પ્રસંગમાં વિજયરામચંદ્રસૂરિજી ૧૯૫રનો પૂજય શ્રી પ્રતાપવિજયજી ગણિ મહારાજનો પત્ર વાંચી સંભળાવે છે, પછી પૂજ્ય પં. ગંભીરવિજયજી મહારાજનો પત્ર તથા પૂ. ઉપાધ્યાય દયાવિજયજી મહારાજનો પત્ર પણ યાદ કરે છે, જે પૂજ્યશ્રીઓના પત્રો વિચારણારૂપ છે, પણ આચરણારૂપ નથી જ, એ વાત ચારે દિવસોની ચર્ચામાં અનેકવાર નિશ્ચિત થઈ ચૂકી છે, છતાં તે પત્રોની બાબતમાં વિજયરામચંદ્રસૂરિજી પોતાના મનસ્વીપણે વિચારણા' શબ્દને ઠેકાણે “પ્રરૂપણા’ શબ્દ ગોઠવી દે છે; અને એ બોલે છે કે, “આચરણ કરનારા ગુનેગાર છે, પણ પ્રરૂપણા કરનારા તો તેના કરતાં પણ વધારે ગુનેગાર છે. આ રીતની અનુચિત, અયોગ્ય અને અક્ષત્તવ્ય શબ્દોવાળી ભાષા અમારા પૂજ્ય પરમોપકારી વડીલો માટે બોલાય તે કોઈ પણ સંયોગોમાં જરાય વ્યાજબી નથી, એટલું જ નહિ, પણ તદન ખોટી રીતે ગેરસમજ ઊભી કરાવી તે પૂજ્ય મહાપુરુષોની આશાતના કરવા બરાબર છે.”
“શેઠ કેશવલાલ લલુભાઈ ઝવેરીએ અમોને અહીં મુનિ સમેલન અંગે બોલાવેલા છે, તે કાંઈ અમારા પૂજ્ય મહાપુરુષો માટે આવા અયોગ્ય અને અનુચિત શબ્દોવાળી ભાષા સાંભળવા માટે બોલાવ્યા નથી. અને અમો મુનિસંમેલનમાં આવ્યા છીએ, તે પણ અમારા પૂજ્ય મહાપુરુષો માટે આવી રીતના અસભ્ય શબ્દોવાળી ભાષા સાંભળવા હરગિજ નથી આવ્યા. એટલે હાલ બીજી વિચારણા સ્થગિત કરી પ્રથમના તબક્કે વિજયરામચંદ્રસૂરિજીએ અમારા પૂ. વડીલો પ્રત્યેની તે શબ્દોવાળી ભાષા શ્રી શ્રમણ સંઘ સમક્ષ પાછી ખેંચી લેવી જોઈએ. અને તેવી ભાષા બોલ્યાની પોતાની ભૂલને માટે શ્રીશ્રમણ સંઘ સમક્ષ એમણે જાહેર માફી માંગવી જોઈએ, એવી મારી શ્રી શ્રમણ સંઘ પાસે નમ્ર માંગણી છે.”
આ પછી સંમેલનમાં ખાસું ડહોળાણ થયું. એ પછી તો બંને પક્ષ પોતપોતાની પક્કડમાં વધુ દઢ થઈ ગયા. એક પક્ષનો કદાગ્રહ હતો કે બારપર્વની ચર્ચા કરવી જ જોઈએ; બીજા પક્ષનો સત્યાગ્રહ હતો કે બારપર્વની ચર્ચા ન જ કરી શકાય.
૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org