________________
લુહારની પોળના ઉપાશ્રય વગેરે સ્થળે પણ પરંપરાથી ચાલી આવતી આરાધના ફેરવાય, પણ ૨૦૧૨ સુધીમાં તો ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા – એટલે કે શ્રી ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી ચાલી આવતી પ્રણાલિકા તો — સંવત્સરી બાબતમાં જે રીતે અમોએ નિર્ણય રાખ્યો છે તે રીતે જ છે, અને ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે જ અમોએ નિર્ણય રાખ્યો છે, તેમાં કોઈ પણ જાતનો નવો વિચાર અમોએ કર્યો નથી. આજ સુધીની (સં. ૨૦૧૨ સુધીની) ડહેલાના ઉપાશ્રયની તિથિની પરંપરાનો જે ધોરીમાર્ગ છે, તે માર્ગથી અમો જરા પણ જુદા પડ્યા નથી.”
આની સાથે જ ૧૯૫૨થી માંડીને ૨૦૧૩ સુધીની આચરેલી પ્રણાલિકાનું વર્ષવાર દર્શન એમણે કરાવ્યું.
“૧૯૫૨માં તો સકળ તપાગચ્છ સંઘે આ રીતે જ આરાધના કરી હતી - એક સાગરજી મહારાજ સિવાય.
“૧૯૬૧માં પણ તે જ પ્રસંગ આવ્યો હતો અને ૧૯૫૨ પ્રમાણે આરાધના થઈ હતી. વિશેષમાં, તે વખતે સાગરજી મહારાજે પણ, કપડવંજ સંઘની એકતા માટે સંઘને અન્ય (છઠ્ઠના ક્ષયવાળું) પંચાંગ માન્ય રાખવા દીધું હતું. તેમ જ મારી માન્યતા ત્રીજના ક્ષયની છે પણ તેમ કરતાં સંઘમાં એકતા ન સચવાય તેમ હોય તો હું તેનો આગ્રહ કરતો નથી. (‘જૈન પર્વતિથિનો ઇતિહાસ' ત્રિપુટી, પત્ર-૪૪)” એવું પણ સાગરજી મહારાજ તે વખતે બોલ્યા હતા. એટલે ૧૯૬૧માં પણ તપાગચ્છ સકળ સંઘે આ રીતે જ આરાધના કરી હતી.
“તો, આ વખતે પણ તેઓશ્રીના સમુદાયે, ૧૯૬૧માં કપડવંજની જેમ, અન્ય પંચાંગને માન્ય રાખી, છઠ્ઠનો ક્ષય કરી તપાગચ્છ સકળ શ્રીસંઘની સાથે ચોથને ગુરુવારે સંવત્સરી કરવી, તે વ્યાજબી ગણાય. અને તો જ તપાગચ્છ (દેવસૂર) સંઘની એકતા સાચવવાની ખરી ભાવના સચવાય. “૧૯૮૯માં પણ સાગરજી મહારાજના સમુદાય સિવાય તમામે આ રીતે જ આરાધના કરી
હતી.”
છઠ્ઠનો ક્ષય ક૨વાની પ્રણાલિકાને પોષણ આપનારાં નક્કર દૃષ્ટાંતો રજૂ કરતાં એમણે ખૂબ શ્રદ્ધાથી વાતો કરી :
‘આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી (શ્રી આત્મારામજી) મહારાજ, શ્રી મોહનલાલજી મહારાજ, પં. શ્રી પ્રતાપવિજયજી ગણિ મહારાજ (લવારની પોળવાળા), પં. શ્રી ગંભીરવિજયજી ગણિ મહારાજ, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજ, આચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયમોહનસૂરિજી, ડેલાવાળા શ્રી ધર્મવિજયજી ગણિ વગેરે પૂર્વપુરુષો આજ સુધીની ડહેલાના ઉપાશ્રયની શાસ્ત્ર અને પરંપરા અનુસારી તિથિની પ્રણાલિકાઓને આધારે જ ચાલનારા હતા; પોતાની કલ્પનાના આધારે ચાલનારા નહોતા. તેઓ બહુશ્રુત, અનુભવી અને શ્રી વીતરાગ શાસનના સંપૂર્ણ પ્રેમી હતા. તેઓ શાસ્ત્ર અને દેવસૂર પરંપરાને જરા પણ વિરોધ આવે એવું કદી પણ કરે એવું માનવાને કંઈ પણ કારણ નથી.
Jain Education International
૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org