________________
ડાહ્યા પુરુષોએ, મધ્યસ્થ દષ્ટિએ, કરવો જોઈએ. અને તે રીતે તપાગચ્છ સમુદાયમાં સંવત્સરીનો જે એક દિવસ નિર્ણત થાય તે રીતે અમારે પણ કબૂલ છે. પણ કોઈ પણ એક પક્ષમાં રહેવું તે વ્યાજબી લાગતું નથી.”
પોતે જાહેર કરેલી ગુરુવારની સંવત્સરી સામે થતાં અનિચ્છનીય વિરોધી પ્રચાર અંગે પોતાની વ્યથા ઠાલવતાં એમણે આ આગેવાનોને કહ્યું :
“ડહેલાના ઉપાશ્રયની આજ (૨૦૧૨) સુધીની તિથિની પરંપરા અને પ્રણાલિકા પ્રમાણે, અમારા પૂજ્ય વડીલોની આચરણાના આધારે, અમોએ ચોથ-ગુરુવારનો નિર્ણય રાખ્યો છે. સંવત્સરીને હજુ દસ મહિના બાકી હતા, તેમાં તો બુધવાર પક્ષ તરફથી કેટલાંક વિરુદ્ધ લખાણો બહાર પડ્યાં, જે કેવળ કદાગ્રહ અને કષાયમય, અનિચ્છનીય અને ગેરવ્યાજબી વિચારથી ભરેલાં છે. આ રીતે કાંઈ બુધવારની સંવત્સરીની પ્રામાણિકતા અને આરાધના ના કહેવાય. આ તો કષાય વધારવાનાં કારણો થાય છે.”
ડહેલાના ઉપાશ્રયનો મુનિસમુદાય જે કરે, તે ડહેલાની પ્રણાલિકા ગણાય, માટે આપે પણ ગુરુવારની સંવત્સરી ન કરતાં બુધવાર કરવો ઉચિત છે.”– આવી રજૂઆતના ઉત્તરમાં ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા સ્પષ્ટ કરતાં એમણે સમજાવ્યું :
ડહેલાના ઉપાશ્રયનું બંધારણ, જે બદામી સુરચંદભાઈ તથા સોલીસીટર ચીનુભાઈએ તૈયાર કર્યું છે અને નામદાર ડીસ્ટ્રીક્ટ કોર્ટે મંજૂર કર્યું છે અને જે સં. ૨૦૧૨માં સને ૧૯૫૬માંડહેલાના ઉપાશ્રય તરફથી છપાયું છે, તેમાં પૃષ્ઠ બીજા ઉપર કલમ નં.૩ વ્યાખ્યામાં આ પ્રમાણે છે: “પ્રણાલિકા એટલે શ્રી ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી આજ સુધી ચાલી આવતી પ્રણાલિકા. ડહેલાના ઉપાશ્રયની અનેક પ્રણાલિકા પૈકી જે સંવત્સરી અને તિથિની પ્રણાલિકા, તે પ્રમાણે જ તિથિની આરાધના કાયમથી તપાગચ્છ શ્રી સંઘ કરે છે.”
પ્રણાલિકાની આ વ્યાખ્યાનુસાર એ પ્રણાલિકાને અસંગત હોય એ રીતે કોણે કોણે ક્યારે આચરણા કરી, તે જણાવતાં તેઓશ્રીએ કહ્યું :
“આ પ્રણાલિકાથી ૧૯પરમાં સાગરજી મહારાજ જુદા પડ્યા. ત્યારપછી ૧૯૯૨ અને ૯૩માં આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી વગેરે સમુદાય ડહેલાની તિથિ પ્રણાલિકાથી જુદા પડ્યા. બાકી સર્વ તપાગચ્છ સમુદાયે પ્રણાલિકા પ્રમાણે જ આરાધન કર્યું.
૨૦૦૪માં અમુક સમુદાય તે પ્રણાલિકાથી જુદો પડ્યો. પણ આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજનો સમુદાય, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજનો સમુદાય તથા અમો વગેરેએ તે પ્રણાલિકા પ્રમાણે જ આરાધન કર્યું. હવે આ ૨૦૧૩માં ઉપરોક્ત બંને સમુદાય તે ડહેલાની પ્રણાલિકાથી જુદા પડવાનો વિચાર રાખે છે, પણ અમોએ તો તે જ કાયમની પરાપૂર્વથી ચાલી આવતી ડેલાની શુદ્ધ પરંપરા પ્રમાણે જ આરાધનાનો વિચાર રાખ્યો છે.”
શુદ્ધ પ્રણાલિકાને વળગી રહેવાની અને પોતાની તટસ્થતાને જાળવીને તથા ક્લેશથી પર રહીને
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelatefy.org