________________
આરાધના કરવાની પોતાની મનઃસ્થિતિ આ રીતે એ આગેવાનોને સમજાવીને છેવટે, પોતાનાં આટલાં સ્પષ્ટ મક્કમ ને નિષ્પક્ષપાતી વિચારો ને માન્યતા હોવા છતાં, શ્રીસંઘ જે નિર્ણય કરે તેમાં પોતાની મંજૂરી આપતાં પૂજ્યશ્રીએ કહ્યું
“છતાં, તપાગચ્છ દેવસૂર સંઘમાં કોઈ પણ સર્વાનુમત એક નિર્ણય થશે તો તે રીતે જ આરાધના કરવામાં અમો પણ સંપૂર્ણ સંમત છીએ.”
આ સાંભળીને દેવસૂર સંઘના આગેવાનોએ વિનંતી કરી: સાહેબ ! આખા એકતિથિપક્ષની એક જ સંવત્સરી થાય, એ માટે આપ બુધવારની સંવત્સરી કરવાનો નિર્ણય આપો. સંઘની એકતા ખાતર આપ બુધવાર સ્વીકારો.”
સંઘના અને સમાજના શાણા માણસોમાં કહેવાતું કે આચાર્ય વિજયનંદનસૂરિજી મહારાજ પાસે સરળ અને સાચી ભાવનાથી કોઈ માણસ વાત કે વિનંતિ રજૂ કરે, તો એ અવશ્ય સફળ થઈને જ આવે. દેવસૂર સંઘના ભાઈઓ એકતાની સાચી ભાવનાથી આવેલા. શ્રીવિજયનંદનસૂરિજી પોતે પણ એકતા અને સંપ માટે દિવસોથી ઝંખતા હતા. અને અત્યારે એ એકતા માટે સંઘસમસ્ત એમના તરફ મીટ માંડીને બેઠો હતો. આ પરિસ્થિતિમાં એમણે ઝડપી અને મહત્ત્વનો નિર્ણય આપવો અનિવાર્ય હતો.
પણ આમ કરવા જતાં, સૂરિસમ્રાટે ૨૦૦૪ સુધી જે શુદ્ધ પ્રણાલિકા આચરેલી, તેનો ત્યાગ કરીને બુધવાર આચરવાનો હતો. પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને તથા શ્રીસંઘની એકતાના મહાન લાભને નજર સામે રાખીને એમણે પોતાના ગુરુમહારાજ આચાર્ય શ્રીવિજયોદયસૂરિજી મહારાજ સાથે પૂરો વિચાર–વિનિમય કરીને દેવસૂર સંઘના આગેવાનોને નિર્ણય આપતાં જણાવ્યું કે :
“આ બાબતમાં અમારે અમારા સમુદાયની સંમતિ લેવી જરૂરી છે. આમ છતાં શ્રીસંઘના લાભાલાભનો વિચાર કરતાં અમો પણ બુધવારની સંવત્સરી સ્વીકારીએ છીએ.
શ્રી દેવસૂર સંઘના આગેવાનો જ નહિ, પણ આ સાંભળીને હિન્દુસ્તાનનો સમસ્ત જૈન સંઘ આનંદમાં આવી ગયો. શ્રી વિજયનંદનસૂરિજીની દીર્ધદષ્ટિભર્યા આ નિર્ણયની સર્વત્ર માનભરી પ્રશસ્તિઓ ગવાઈ.
પણ, એ બધામાં એમને રસ ન હતો. એમને રસ હતો શ્રીસંઘની એકતામાં નિર્ણયની સાથે જ તેમણે કહ્યું કે “એટલું ધ્યાન માં રાખજો કે, બુધવારમાં પણ ત્રણ મત છે. એક વ્યક્તિ ચોથનો ક્ષય કહે છે; બીજા ત્રીજનો ક્ષય કહે છે; ત્રીજા વળી દ્વિધામાં છે. આ ત્રણનોય ઝઘડો જબરો છે. આ ત્રણમાંથી કયા મતને અનુસાર બુધવાર કરવાનો છે, તે નક્કી કરવું જોઈએ. આપણામાં પહેલાં સાગરજી મહારાજનો સમુદાય, નીતિસૂરિજી મહારાજનો સમુદાય, ડહેલાનો સમુદાય, વલ્લભસૂરિજી મહારાજનો સમુદાય વગેરે ને તમારે પૂછી લેવું જોઈએ કે બુધ અને ગુરુનો આગ્રહ રાખ્યા સિવાય આપણે તપાગચ્છીય દેવસૂર સંઘની એકતાનો વિચાર કરવો છે? અને તેને માટે શો રસ્તો લેવો છે? ત્યાર પછી સિદ્ધિસૂરિજી મહારાજ, લબ્ધિસૂરિજી મહારાજ, પ્રેમસૂરિજી મહારાજ વગેરેને પણ તમારે પૂછી લેવું જોઈએ કે એકતાનો વિચાર કરવો છે કે કેમ? અને બધાનો એક વિચાર થાય તે માર્ગ આપણે લેવો; અને એમ ન થઈ શકે
૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org