________________
“શ્રી આત્મારામજી મહારાજનો પણ પોતાની હયાતીમાં છઠ્ઠના ક્ષયનો જ મત હતો. તા. ૧૫-૮-૩૭ના ‘શ્રી આત્માનંદ પ્રકાશ” પુ. ૩૪, અંક ૧૨મામાં આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજ પણ લખી ગયા છે કે, સ્વર્ગસ્થ ગુરુદેવની આજ્ઞા મુજબ ૧૯૫૨માં ભાદરવા સુદ છઠ્ઠનો ક્ષય માન્યો હતો.
“તેમજ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી મહારાજ વગેરેએ પણ ૧૯૮૯ સુધી તો આ પ્રમાણે અન્ય પંચાંગને આધારે છઠ્ઠનો ક્ષય માન્યો હતો તે વાત ૧૯૮૯ના ‘વીરશાસન’, વર્ષ ૧૧ના અંક ૪૧ તથા ૪૪માં સ્પષ્ટ રીતે જોવા મળે છે. એટલે સકળ તપાગચ્છીય દેવસૂર શ્રીસંઘમાં એક સાગરજી મહારાજના સમુદાય સિવાય તમામે આજ (૨૦૧૨) સુધી ડહેલાના ઉપાશ્રયની ચાલી આવતી તિથિની શુદ્ધ પ્રણાલિકા પ્રમાણે અન્ય પંચાંગના આધારે છઠ્ઠનો ક્ષય માની, પાંચમને સાચવી, ચોથની સંવત્સરી કરી હતી અને એ પ્રણાલિકા પ્રમાણે જ આ વર્ષે પણ અન્ય પંચાંગના આધારે છઠ્ઠનો ક્ષય માની, પાંચમ સાચવી, ચોથને ગુરુવારે સંવત્સરી આરાધવી જ વ્યાજબી ગણાય.''
કેટલાક લોકો શંકા કરતા હતા કે, ‘વડીલોએ આચરેલી પ્રણાલિકા સાચી જ હોય, એમ કેમ માની લેવાય ?’ આવી શંકાનો એમણે ઉપરની વાતમાં નિરાસ કર્યો, અને વડીલો અને એમની પ્રણાલિકાને સ્વચ્છ શ્રદ્ધાથી સ્વીકારવા પર ભાર મૂક્યો.
૨૦૦૪થી શરૂ થયેલા મતભેદોનો નિર્દેશ કરતાં એમણે જણાવ્યું :
“૨૦૦૪માં આ પ્રસંગમાં કીર્તિસાગરસૂરિજી, પ્રતાપસૂરિજી, રામસૂરિજી તથા વિમળવાળા વગેરે અમુક વ્યક્તિઓ જુદા પડ્યા છે, કે જેઓએ અને જેઓના વડીલોએ ૧૯૯૨ સુધીમાં તો આ રીતે જ છઠ્ઠનો ક્ષય કરી ચોથની સંવત્સરી કરી હતી. પણ ડહેલાના તથા લવારની પોળ વગેરે ઉપાશ્રય તેમજ ધર્મશાળા તથા આંબલી પોળના ઉપાશ્રય વગેરે સ્થળે પણ આ રીતે જ આરાધના થઈ હતી. માત્ર અમુક વર્ગ ડહેલાની પરંપરાના ધોરી માર્ગથી જુદો પડ્યો હતો.’’
સં. ૨૦૧૩માં હવે શું થશે, એનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું :
“અને આ વખતે ૨૦૧૩માં ડહેલાના ઉપાશ્રય તથા લવારની પોળ વગેરે ઉપાશ્રય તેમજ નીતિસૂરિજી મહારાજના અને વલ્લભસૂરિજીના સમુદાય જુદા પડવાનો વિચાર કરશે, એટલે બુધવારની સંવત્સરીનો વિચાર કરશે. પણ અમો તો, જે ચાલ્યો આવે છે, તે જ ધોરીમાર્ગમાં છીએ અને જુદા પડ્યા નથી.’
પોતાની માન્યતાને કેટલાક લોકો કદાગ્રહમાં ગણતાં હતાં. એમની એ માન્યતાને નિખાલસભાવે રદિયો આપતાં એમણે સ્પષ્ટતા કરી :
“આજ સુધીનો (૨૦૧૨ સુધીનો) તિથિ-પરંપરાનો ડહેલાના ઉપાશ્રયનો વર્ષોથી ચાલ્યો આવતો ધોરીમાર્ગ વ્યાજબી નથી અને વ્યાજબી હતો નહિ, એ રીતે જો સંઘ ઠેરવશે અને સમજાવશે, તો અમારે કાંઈ આગ્રહ છે જ નહિ. જે વ્યાજબી હશે તે કરવાને અમો ખુશી છીએ. કોઈ રીતનો અમારો આગ્રહ
Jain Education International
66
For Private & Personal Use Only
www.jaineliary.org