________________
અને સાંભળવાવાળા બંનેના મનમાં અત્યંત ગ્લાનિ થઈ.
――
“હવે હું પણ લગભગ સિત્તેર વર્ષનો વૃદ્ધ, બાવન વર્ષનો દીક્ષિત સાધુ છું, તો મારી હાર્દિક ભાવના એ જ છે કે, ‘કિ મન્તરાત્રિશિરવાં પતિતં વાષિત્’ જ · એવી ધીરતા રાખી જેવી રીતે આજ સુધી ઉપેક્ષણીય લોકોની ઉપેક્ષા કરતા આવ્યા છો એવી જ ગંભીર વૃત્તિ રાખશો. જેની આપણે આજ સુધી ચેષ્ટા જોઈ મનમાં દયાના પરિણામ લાવતા આવ્યા છીએ તેના દયાપાત્ર કે ચર્ચાપાત્ર આપણે ન બનીએ એવી મારી ખાસ ભલામણ છે. પછી તો વિ વહુના સુજ્ઞેયુ - વિદ્વાનોને વધારે લખવાનું ન હોય. એ જ.”
પણ, સૂરિસમ્રાટ ને શ્રી વિજયનંદનસૂરિજી વાસ્તવમાં મેરુ શા અડગ હતા. ભયાનક જોખમકારી વાવંટોળમાં પણ જેઓ અવિચલ રહેતા, એમને આવી પત્ર-પત્રિકાઓ શી અસર કરી શકે ? એ તો નિર્લેપ અને નિર્વિકાર જ રહ્યા.
આ અરસામાં મુનિરાજ શ્રી દર્શનવિજયજી ત્રિપુટીએ એક પત્ર શ્રી વિજયનંદન સૂરિજી ને લખ્યો. એમાં મંગળવારની સંવત્સરી ખોટી હોવાનાં પ્રમાણો, તથા બીજી શંકાઓનો ઉલ્લેખ હતો. એના જવાબમાં શ્રી વિજયનન્દનસૂરિજીએ ખૂબ સ્પષ્ટતા, નિખાલસતા અને નીડરતાથી એક પત્ર લખ્યો. એ એક જ પત્રમાં એમણે આજ સુધી નીકળેલ તમામ પત્ર-પત્રિકાઓનાં લખાણોને નિરર્થક બનાવી દીધાં. રામબાણ જેવો એમનો એ પત્ર આપણે પણ વાંચીએ =
“વઢવાણ કેમ્પ,
જેઠ વદ ૬ વિ.
“વઢવાણ કૅમ્પથી વિજયનંદનસૂરિ,
“તંત્ર મુનિ શ્રી દર્શનવિજયજી, મુનિ શ્રી જ્ઞાનવિજયજી તથા મુનિ શ્રી ન્યાયવિજયજી યોગ્ય અનુવંદના.
“જેઠ વદ ૩ને ગુરુવારે શ્રાવક ગિરધરભાઈ સાથે મોકલેલ પત્ર પહોંચ્યું. સંવચ્છરી સંબંધી તમોએ કેટલાક ખુલાસા પૂછાવ્યા, પણ આવી બાબતો માટે રૂબરૂ મળી ખુલાસા મેળવવા વ્યાજબી છે તે તમે જાણો છો. અત્યાર સુધીમાં તમોએ તમારા તરફથી પંચાંગો છપાવ્યાં. તે તમોએ અમોને જણાવ્યું નથી તેમ કોઈ જાતનો ખુલાસો પણ પૂછાવ્યો નથી. ત્યાર પછી તમારા તરફથી તમોએ “જૈન પર્વ તિથિનો ઇતિહાસ” નામની પુસ્તિકા છપાવી તે પણ તમોએ અમોને જણાવ્યું નથી તેમ કોઈ જાતનો ખુલાસો પણ પૂછાવ્યો નથી, અને હવે અત્યારે ખુલાસા પૂછાવવાનો અર્થ શો ?
‘વિ. તા. ૭-૬-૧૯૪૮ સોમવારના ‘મુંબઈ સમાચાર'માં આવેલ આર્ટિકલ અમોએ, અમારા ગુરુ મહારાજાએ કોઈએ પણ આપેલ નથી, તેમ છપાવેલ પણ નથી, તેમ છાપામાં કોણે આપેલ છે તે પણ અમો જાણતા નથી. અમો પ્રાયઃ છાપામાં આપતા નથી તેમજ લખાવતા નથી, છતાં અમોએ તે આપેલ છે અથવા લખાવેલ છે એમ જે કોઈ માને તે તેની પોતાની સમજણ વગરનું છે.
Jain Education International
૬૭
For Private & Personal Use Only
www.jainelibrety.org