________________
બહાર એમના માટે વિરોધી વલણ અપનાવનાર, એમની નિંદા કરનાર વ્યક્તિ પણ જો મુહૂર્તના કામે આવે તો એને સંતોષકારક જવાબ એમની પાસેથી મળતો. એકવાર એક આચાર્યશ્રી બોલેલા કે, “નન્દનસૂરિ મહારાજ તો હમણાં શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ બહુ કરે છે, વગેરે.” આ વાત તેઓશ્રીની પાસે આવેલી. અને છતાં, એ જ આચાર્યશ્રી મુહૂર્તો અવારનવાર પૂછાવતા, બીજા કામો અંગે પણ વિનંતીઓ કરતા, ત્યારે તેઓ એમને કશા જ ભેદભાવ કે રોષ વિના જે રીતે મુહૂર્ત મોકલી આપતા કે સંતોષકારક ખુલાસા આપતા, એ જોઈને નવાઈ લાગતી. એમણે આપેલાં મુહૂર્તોની કોઈ સંખ્યા નથી. એમણે આપેલાં મુહૂર્ત જયાં જયાં શુભ કામો થયાં છે, ત્યાં ત્યાં નિર્વિઘ્નતા, સફળતા અને ઉન્નતિ જ થઈ છે.
જન્મભૂમિ પંચાંગના કર્તા પં. શ્રી અમૃતલાલ લક્ષ્મીચંદ શાહ કહેતા કે, “મુહૂર્તના વિષયમાં મારા ગુરુ શ્રી નંદનસૂરિજી મહારાજ છે.”
ખંભાતમાં કાશી-બનારસના એક અદ્વિતીય ગણિત નિષ્ણાત જ્યોતિષી આવેલા. નામ મથુરાપ્રસાદજી. કોની પાસે કેટલી મૂડી છે એ કુંડળી ઉપરથી જ કહી દે. એ મથુરાપ્રસાદજી ખંભાતના વિદ્વાન જ્યોતિષવેત્તા શ્રી ભાલચંદ્ર કવિને કહે “વિની મહારગ નૈનિમેં તો હેલ્લો, નન્દનસૂરિની મહારગ નેનોટ હૈં.”
આટલું છતાં- મુહૂર્તજ્ઞાનના કારણે ભારત આખામાં ખ્યાતિ મેળવવા છતાં – અભિમાનનો અંશ પણ એમને સ્પર્યો હોય એવું જાણ્યું નથી. લોકો આવીને મુહૂર્તની ઉત્તમતાને પ્રશંસે, ત્યારે પૂરી નિખાલસતાથી કહે : “શાસન સમ્રાટ ગુરુભગવંતના આશીર્વાદનો જ પ્રતાપ છે; હું તો પામર, અજ્ઞાન છું.”
મુહૂર્ત લઈ જનારને પણ એક જ આશીર્વાદ નિખાલસભાવે મળેઃ “શાસનસમ્રાટની કૃપાથી તમારું મંગળકાર્ય નિર્વિને સફળ હો !”
કેવી નિખાલસતા અને કેવી નમ્રતા !
(૨૮) તિથિ ચર્ચા - ૩
વિ.સં. ૨૦૦૪
સંવત ૨૦૦૪માં સંવત્સરીમાં ભેદ આવ્યો. લૌકિક પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય હતો, એટલે બે સંવત્સરીની આરાધના તપાગચ્છમાં ત્રણ રીતે થઈ.
બે તિથિવાળાને નામે ખ્યાત નવા પક્ષે પાંચમનો ક્ષય કાયમ રાખીને ચોથ- પાંચમ ભેગા ગણી મંગળવારે સંવત્સરી આરાધી.
શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ વગેરેએ પાંચમના ક્ષયે ચોથ અથવા ત્રીજનો ક્ષય કરીને ચોથ
૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelisty.org