________________
પણ શાસનસમ્રાટના આશીર્વાદથી આપણને આ બાબતનું થોડુંઘણું જ્ઞાન મળ્યું છે, તો એ દ્વારા એ બધાં શાસનકાર્યોની અનુમોદનાનો અહીં બેઠા બેઠા લાભ કેમ ન લઈએ ?’’
ઘણી વાર મુહૂર્ત લેવા આવ્યા હોય, એને પૂરી જાણકારી ન હોય, એ એટલું જ સમજે કે મારે દેરાસરની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોઈએ. એવે વખતે “લે દેવ ચોખા, ને મેલ મારો છેડો.’ એવી રીત તેઓની પાસે ન હતી. એ તો પાકી માહિતી માર્ગ : દેરાસર કઈ દિશાનું છે ? મૂળનાયક કયા છે ? આવી જરૂરી બધી માહિતી માગી લે. પેલાને ખબર ન હોય તો તેને પાછો મોકલીને ફરી મંગાવે, ને બધું ચોક્કસ કરી લે, પછી જ મુહૂર્ત આપે. આથી મુહૂર્ત લેનારને ચિરસ્થાયી શ્રદ્ધા જન્મતી.
મુહૂર્ત નાનું હોય કે મોટું, પણ મહેનત પૂરેપૂરી કરતા ! એમની નોટબુકો જુઓ, તો ખ્યાલ આવે કે તેઓ કેવું સૂક્ષ્મ ગણિત કરતા ! એક મુહૂર્ત માટે ગુજરાતનાં, રાજસ્થાનનાં, મહારાષ્ટ્રનાં, બનારસનાં ને એવાં જાતજાતનાં પંચાંગો તપાસે, બધાંનો મેળ શક્ય હોય એટલો સાધે; વળી શંકા હોય તો મુહૂર્તના ગ્રન્થો અને પાઠોની ચકાસણી કરી એના આધારો લે; ઉત્સર્ગ–અપવાદ અને વિધિ— નિષેધોનો ખ્યાલ કરે, ને છેવટે એ બધાનો નિષ્કર્ષ કરીને મુહૂર્ત નક્કી કરે.
મુહૂર્ત લેવા આવનાર કયા પ્રાન્તનો કે ગામનો છે, એની પહેલી પૃચ્છા કરે. એ પ્રાન્ત કે ગામને લાગુ પડતા જ્યોતિષશાસ્ત્રીય ગુણ—દોષો ને એના વહેમો, ગ્રાહ્યત્સ્યાય રિવાજો વગેરે બધું તેઓના ધ્યાનમાં જ હોય, એટલે એ અનુસાર જ મુહૂર્ત આપે.
ક્યારેક કોઈક એમની પરીક્ષા કરવા પણ આવતા. એવા લોકોને ખરેખર મુહૂર્ત ન જોઈતું હોય, માત્ર એમનામાં કેટલું જ્ઞાન છે, એ જાણવા ખાતર જ પૂછે; ને પછી બીજે જઈને એની પરીક્ષા કરે—કરાવે. આવા લોકોને એ દાદ ન દેતા; એ કહેતા : “આ માટે મને સમય નથી. હું તો મારા ક્ષયોપશમ પ્રમાણે કહું છું. ખરેખર જરૂરિયાત હોય તો લઈ જાવ, નહિ તો ચાલ્યા જાવ.”
કેટલાક લોકો બીજેથી મુહૂર્ત કઢાવીને એમની પાસે એની ખાતરી કરાવવાય આવતા, ત્યારે તેઓનો જવાબ સ્પષ્ટ રહેતો ઃ “કોઈએ કહ્યું એ સાચું કે ખોટું, એ શોધવાનું કામ મારું નથી. તમને ઠીક લાગે એમ કરો. હું બીજાની પંચાતમાં પડતો નથી.”
કેટલાક વહેમી લોકો પણ આવતા. એમને સંતોષ આપવા માટે એ એમને જોષીને લઈને આવવાનું સૂચવતા. અમદાવાદમાં ગિરિજાશંક૨ભાઈ અથવા એમના પુત્ર બ્રહ્મકુમારભાઈ, સાબરમતીમાં રતિભાઈ, ખંભાતમાં હરિપ્રસાદ, પાલિતાણામાં હિંમતરામ શાસ્ત્રી, રાજસ્થાનમાં ઓટમલ; જે ગામમાં પોતે હોય, તે ગામના જોષીને બોલાવતા. જોષીઓ પેલા શ્રાવકોને કહેતા કે, “ભલા ! નન્દનસૂરિજી મહારાજ તો અમારાથીયે વધુ ઉત્તમ મુહૂર્ત આપશે, અમને શું કામ બોલાવો છો?’’
અને જોષી આવે એટલે બંને મુહૂર્તો કાઢે. એ બંનેનો મેળ મેળવવામાં આવે ત્યારે ક્યારેક બંનેનું મુહૂર્ત એકસરખું હોય અને ક્યારેક આચાર્ય મહારાજનું મુહૂર્ત જોષી કરતાં વધુ શ્રેષ્ઠ હોય. આમ છતાં જોષીનું પૂરું સન્માન થાય અને સચવાય, એની તેઓ પૂરી તકેદારી ને કાળજી રાખતા. આના પરિણામે, મુહૂર્ત લેનાર શ્રાવકોનો ને જોષીનો અનહદ પ્રેમ તેઓ સંપાદન કરી શક્યા હતા.
Jain Education International
૬૩
For Private & Personal Use Only
www.jaine tery.org