________________
વળી, પોતે આપેલું મુહૂર્ત ખોટું હોય જ નહિ, એવો આગ્રહ પણ તેઓ કદી ન સેવતા. કોઈ કાંઈ ભૂલ દેખાડે, તો તે પર ધ્યાન દઈને ફેર વિચાર કરતા. ને જે સારું લાગે તે સ્પષ્ટ કહેતા. એકવાર એવું બન્યું કે મૂછાળા મહાવીરજીની પ્રતિષ્ઠાના એમણે આપેલાં મુહૂર્તમાં એક આચાર્યશ્રીએ દોષ કાઢ્યો. હવે આ તો રાજસ્થાનનું કામ. જરાજરામાં વહેમ ભરાતાં વાર નહિ. ઘાણેરાવ અને સાદડી, બંને સંઘ આ પ્રતિષ્ઠાનું સંચાલન કરે. એમાં સાદડીના સંઘે કહ્યું: “નંદનસૂરિ મહારાજે આપેલું મુહૂર્ત અમારે પ્રમાણ છે.” પણ ઘાણેરાવમાં બે મત પડ્યા. એક વહેમે ભરાયો. બીજાએ વિશ્વાસ દર્શાવ્યો. આનો નિકાલ લાવવા બંને ગામના ને બંને મતના ગૃહસ્થોએ મળીને નક્કી કર્યું કે “નંદનસૂરિ મહારાજ કહે તે પ્રમાણ.” અને એ બધા ખંભાત આવ્યા. એ વખતે શ્રીવિજયનંદનસૂરિજી ત્યાં હતા. એમણે ખૂબ શાંતિથી બંને પક્ષની વાતો સાંભળી. અને ખાતરી આપી કે તમને વિશ્વાસ પડે એવું કરી દઈશ.
પછી તેઓએ જોષી હરિપ્રસાદજીને બોલાવ્યા, બધી વાત સમજાવી,ને કહ્યું: “હવે તમને જે ઠીક લાગે તે નિર્ણય આપો. મારા મુહૂર્ત પર વહેમ છે. માટે મારે કશું નથી કહેવું. તટસ્થભાવે તમને ઠીક લાગે તે કહો.”
હરિપ્રસાદજીએ મુહૂર્તની ફેર તપાસ કરી પણ દોષ હોય તો નીકળે ને? એમણે કહ્યું: આમાં તો તલભાર પણ દોષ નથી, સર્વશ્રેષ્ઠ છે. આ અનુસાર જ કાર્ય કરો.” ને બધા શ્રાવકો રાજી રાજી થઈ ગયા. એમણે એ જ મુહૂર્ત પ્રતિષ્ઠા કરી.
એકવાર એવું પણ બન્યું કે સૂરતના વાસુપૂજયસ્વામી જિનાલયના વહીવટદારોએ વૈશાખ શદી છઠનો પ્રતિષ્ઠા–દિવસ આવે, એવી માગણી કરીઆચાર્યમહારાજે સં. ૨૦૩૦ના વૈશાખ શરિ છઠનો દિવસ કાઢી આપ્યો. પણ, એ પછી, નવું પંચાંગ એમના હાથમાં આવતાં જણાયું કે “આ મુહૂર્ત બિરાબર નથી અપાયું.' તરત જ એમણે સૂરત લખી જણાવ્યું કે “મેં કહ્યું, તે મુહૂર્ત બરાબર નથી લાગતું. તમે ફરી આવો.” સૂરતવાળા ભાઈઓ આવ્યા, એટલે એમને બધી વાત વિગતસર સમજાવી, ને નવું મુહૂર્ત મહા સુદિ સાતમનું કાઢી આપ્યું.
કેટલાંક કાર્યો પોતાને ઉચિત ન લાગે, તો એ માટેનાં મુહૂર્તો તેઓ ન આપતા. ઘેટીની પાળે ભાતું આપવાની શરૂઆત કરવાનું મુહૂર્ત એમને પૂછવામાં આવ્યું, ત્યારે એમણે એ મુહૂર્ત આપવાની ચોખ્ખી ના ભણી દીધી. એકવાર, આચાર્ય નહિ એવા મુનિવરે અંજનશલાકાનું મુહૂર્ત પૂછાવ્યું, તો તેની પણ ના કહી. આ વિષે એમને પૂછીએ તો તેઓ કહેતાઃ “જે વસ્તુને કે કાર્યને હું વાજબીન માનું, એને માટે હું મુહૂર્ત આપું તો એમાં મારી સંમતિ જ માની લેવામાં આવે. એટલે મુહૂર્ત ન મોકલવું જ ઉત્તમ છે.”
એમના વિચારો મર્યાદિત કે સંકુચિત નહિ પણ ઉદાર હતા. એટલે જ તપાગચ્છના દરેક સમુદાયનાં સાધુ-સાધ્વીઓ ઉપરાંત, અંચલગચ્છ, પાયચંદગચ્છને ખરતરગચ્છનાં સાધુ-સાધ્વીઓ ને સંઘો પણ એમને મુહૂર્તો પૂછાવતાં. આથી આગળ વધીને, તેરાપંથી, સ્થાનકવાસી સંપ્રદાયના લોકો પણ એમના મુહૂર્ત કાર્ય કરવામાં આનંદ અનુભવતા. સેંકડો સ્થળે દાદાસાહેબનાં પગલાં કે મૂર્તિની પ્રતિષ્ઠા એમણે આપેલ મુહૂર્ત થઈ છે. સેકડો સ્થાનકમાર્ગી ભાઈ-બહેનોની દીક્ષા એમના મુહૂર્તાનુસાર થઈ છે.
૬૪
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org