________________
કદી પણ કરે એવું માનવાને કાંઈ પણ કારણ નથી.
“શાસ્ત્રાનુસારી, અવિચ્છિન્ન, સુવિહિત પરંપરા પ્રમાણે સેંકડો વર્ષોથી આ એક જ ધોરી માર્ગ ચાલ્યો આવે છે. સં. ૧૯૫૨માં આ, શ્રી સાગરાનંદસૂરિજીએ જુદી સંવચ્છરી કરી, તેમજ સં. ૧૯૯૨- ૧૯૯૩માં આ વિજયરામચંદ્રસૂરિજી, તેમના ગુરુજી, તથા તેમના અનુયાયીઓએ જુદી સંવછરી કરી. બાકી ભારત વર્ષના તમામ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા - એ ચતુર્વિધ સંઘ આ જ ધોરીમાર્ગ ઉપર ચાલ્યો આવે છે. અને અમો પણ શાસ્ત્ર અને પરંપરાએ તે જ ધોરીમાર્ગમાં ચાલ્યા જઈએ છીએ. છતાં પણ જ્યારે આ. શ્રી સાગરાનંદસૂરિજી સં. ૧૯૫૨ની સંવચ્છરી સંબંધી સકલ સંઘથી પોતાની જુદી આચરણા, તથા આ.વિ. રામચંદ્રસૂરિજી સં. ૧૯૯૨- ૧૯૯૩ની સંવચ્છરી સંબંધી સકલ સંઘથી પોતાની જુદી આચરણા શાસ્ત્ર અને વિજયદેવસૂરિજીની પરંપરા પ્રમાણે વ્યાજબી છે એમ અમારી રૂબરૂમાં, જાહેર અને મૌખિક રીતે સાબિત કરશે તો અમો પણ અમારા વિચાર છોડવાને તેમજ મિચ્છા મિ દુક્કડમ્ આપવાને તૈયાર જ છીએ. અને એમાં અમારો કદી પણ આગ્રહ સમજવો નહિ. વળી તમોએ લખ્યું કે “ભાવિ સંઘની રક્ષા તથા એકતાને ખાતર અમારી નમ્ર વિનંતી છે. તો તે સંબંધમાં જાણવું જે સંઘની રક્ષા અને એકતા ભા.રા.-પના ક્ષયે પાંચમનો ક્ષય માનવામાં જ કે, ભા.સુ.પના ક્ષયે ત્રીજનો ક્ષય કરવામાં જ હોય એવું અમોને લાગતું નથી. પણ સં. ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ પ્રમાણે સકલ શ્રી સંઘે આચરેલ ધોરીમાર્ગે ચાલવામાં જ સંઘની એકતા સચવાશે અને તે જ અમોને વ્યાજબી લાગે છે.
તમોએ તમારી “જૈન પર્વ તિથિનો ઇતિહાસ” નામની પુસ્તિકામાં પત્ર ૪૪મે લખ્યું છે કે, સં. ૧૯૬૧માં શ્રી સાગરજી મહારાજે પણ કપડવંજના સંઘની એકતા માટે સંઘને અન્ય પંચાંગ માન્ય રાખવા દીધું હતું; તો આ વખતે પણ તેઓએ સં. ૧૯૬૧માં કપડવંજની જેમ અન્ય પંચાંગને માન્ય રાખી છઠનો ક્ષય કરી સકલ શ્રીસંઘની સાથે ભાદરવા સુદ ૪ મંગળવારે શ્રી સંવચ્છરી કરવી, તે જ અમોને વ્યાજબી લાગે છે અને તો જ સંઘની સાચી એકતા સાચવવાની ભાવના કહેવાય. તમારે પણ તે જ રીતે પ્રેરણા કરવી, તે જ વ્યાજબી છે.
શ્રી કલ્પસૂત્ર, શ્રી નિશીથસૂત્ર તથા ચૂર્ણિ, તથા યુગપ્રધાન શ્રી કાલિકાચાર્ય ભગવાનની આચરણા વગેરે અનેક પ્રમાણોને અનુસાર તેમજ ત્રિકાલાબાધિત જૈનશાસ્ત્રાનુસાર તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરીય પરંપરા પ્રમાણે તેમ જ શ્રીધર શિવલાલવાળા જોધપુરી ચંડાશુગંડુ પંચાંગને આધારે; વળી ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯માં અમદાવાદના ડહેલાનો ઉપાશ્રય, લવારની પોળનો ઉપાશ્રય, વીરનો ઉપાશ્રય, વિમળનો ઉપાશ્રય વગેરે તમામ ઉપાશ્રયવાળાએ અને હિન્દુસ્તાનના સકલ શ્રી તપાગચ્છના આચાર્યોએ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંઘે આચરેલ આચરણા મુજબ આ વર્ષે પણ સં. ૨૦૦૪નું સંવચ્છરી મહાપર્વ ભાદરવા સુદ ૪ મંગળવારે તા. ૭-૯-૪૮ના રોજ આરાધવું તે જ અમોને વ્યાજબી લાગે છે. તમારે પણ આ જ પ્રમાણે સંવછરી પર્વ આરાધવું તે અમોને ઉચિત લાગે છે, વ્યાજબી લાગે છે, અને હિતકર લાગે છે. પછી જેમ તમારી મરજી.
સં. ૧૯૫રની શ્રીસંઘની આચરણાથી અત્યાર સુધીમાં કોઈ પણ જાતની ગરબડ ઊભી થઈ નથી. તેમ ભવિષ્યમાં થશે એવું અમારું માનવું છે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jaineliborg