________________
મારા ભાગ્યમાં ક્યાંથી ?” સૌએ એની ભાવનાને અનુમોદી.
રાણકપુર તીર્થ બંધાવનાર ધરણાશા શેઠની ચૌદમી પેઢીના વારસને ધ્વજાદંડનો આદેશ મળ્યો અને આશ્ચર્ય તો જુઓ, શેઠની ચૌદમી પેઢી, એમ ત્યાંના પૂજારીની પણ ચૌદમી પેઢી, અને દેરાસર બાંધનાર શિલ્પીની પણ ચૌદમી પેઢી, આ પ્રતિષ્ઠામાં હાજર હતી !
દરેક રીતે, આ પ્રતિષ્ઠા ઐતિહાસિક બની રહી. આમાં માર્ગદર્શક અને સાંનિધ્યપ્રદાતા બનવાનું સદ્ભાગ્ય શ્રી વિજયોદયસૂરિ મહારાજ તથા શ્રી વિજયનંદનસૂરિજીને સાંપડ્યું હતું.
પોતાના સમુદાયનાં અને અન્ય સમુદાયનાં સેંકડો સાધુ-સાધ્વીઓ આ પ્રસંગે હાજર હતાં. રાણકપુરની ધર્મશાળાઓમાં ને ઉપાશ્રયોમાં એ બધાં સમાઈ શકે તેમ ન હતું, હવે જો વ્યવસ્થા કરનાર તરીકે પોતે ઉપાશ્રયમાં ઉતરે તો અન્ય સાધુ-સાધ્વીઓમાં અસંતોષ રહે. આવું ન થાય એટલા માટે શ્રી વિજયનંદનસૂરિજીએ પોતાને માટે એક તંબુ તૈયા૨ કરાવ્યો, ને તેમાં જ પોતે ઉતર્યા. પછી તો કહેવાનું જ શું ? એમના તંબુમાં સમાય એટલા એમાં, ને બાકીના સાધુઓ લાઇનસર તંબુઓમાં ઉતરવા લાગ્યા. નાનો કે એકલદોકલ સાધુ પણ ઉતારા વગરનો રહેવા ન પામે, એની એમણે ખાસ કાળજી રખાવી. સાધ્વીઓ માટે પણ એ જ રીતે કાળજી કરી. આના પરિણામે તેમના પ્રત્યે સૌના દિલમાં હતો તે કરતાં વધુ આદર અને પ્રેમ પ્રગટ્યો.
પ્રભુ-પ્રતિમાઓની ગોઠવણી, પ્રતિષ્ઠાના કાર્યક્રમની યોજના, વ્યવસ્થા, ઉછામણીઓ બોલનારને તેને મળેલા આદેશની મહત્તાની સમજૂતી, રોજેરોજના કાર્યક્રમો તથા પ્રતિષ્ઠાના મુહૂર્તસમયો કાઢવા તથા સાચવવા, પેઢીને, આગેવાન ગૃહસ્થોને, કાર્યકરોને ઉપયોગી સલાહ સૂચનાઓ આપવી, આ બધાં કાર્યોમાં શ્રી વિજયનંદનસૂરિજીની સૂઝબૂઝ અને વ્યવસ્થાશક્તિ સોળે કળાએ ઝળકતી
જોવા મળતી.
યોગાનુયોગ એ હતો કે, એમના જ સંસારી ભાઈ હરગોવિંદદાસ રાણકપુરની પેઢીના મુખ્ય મુનીમ સાહેબ હતા. એમની વ્યવસ્થા શક્તિ પણ અજોડ હતી. પેઢી અને સાદડી- ઘાણેરાવ વગેરે ગામોના સંઘો મહદઅંશે એમના પર નિર્ભર હતા.
શ્રી વિજયનંદનસૂરિજીના મુખે આ પ્રતિષ્ઠાનું બયાન સાંભળવું એ પણ એક આહ્લાદક બીના હતી. એ બયાન કરતી વેળાએ એ ભાવવિભોર અને તન્મય બની જતા.
સં. ૨૦૧૩માં શેઠ હઠીસિંહની વાડી (અમદાવાદ)ના દેરાસરમાં મૂળનાયક પ્રભુની પુનઃપ્રતિષ્ઠા કરાવી.
Jain Education International
૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org