________________
આ સાંભળી શ્રીવિજયલક્ષ્મણસૂરિજી કહેઃ “હવે શાસ્ત્રાર્થ વગેરેની વાત જવા દો; બીજો કોઈ રસ્તો બતાવો.”
“આ સિવાય બીજો રસ્તો મારી પાસે નથી. હવે તો તમે જ માર્ગ કાઢો.” શ્રી વિજયનંદનસૂરિજીએ સ્પષ્ટતા સાથે કહ્યું. એ બરાબર સમજતા હતા કે આમ કર્યા સિવાય કોઈ ઉપાય તિથિ-ક્લેશ અટકે તેમ નથી; બીજો એકેય ઉપાય કારગત નીવડે એમ નથી.
આ પછી તો શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની સૂચનાનુસાર નક્કી થયું કે “પૂજય નેમિસૂરિજી મ. તથા પૂજ્ય લબ્ધિસૂરિજી મ. ભેગા મળીને સંવત્સરી અને તિથિ બાબતમાં એક નિર્ણય કરે, અને એ નિર્ણય બંને પક્ષોએ માન્ય કરવાનો. અને તપાગચ્છને પણ એ નિર્ણય મંજૂર રહે. વળી, બંને પૂજ્યવરોમાં કદાચ મતભેદ રહે, તો તેઓ બંને મળીને તપાગચ્છના ત્રણ કે પાંચ આચાર્યોને નીમે, અને તેમને એ મતભેદનો નિકાલ લાવવાનું સોંપે. એ નિકાલ સૌને મંજૂર રહે.”
આ નિર્ણયમાં પોતપોતાના પક્ષકાર આચાર્યોની લેખિત સંમતિ બંને પૂજ્યવરો મેળવી લે, એમ પણ નક્કી થયું.
આ નિર્ણયથી ખંભાતમાં આનંદ છવાઈ ગયો. તિથિપ્રશ્નનાં સૌથી વધુ કડવાં ફળ ખંભાતે ભોગવ્યાં હતાં, એટલે એને આ નિર્ણયથી વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક હતું.
આ નિર્ણયને સંમતિ આપતા શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનીતિસૂરિજી મહારાજ વગેરે વૃદ્ધ પુરુષોના પત્રો સૂરિસમ્રાટ પર અઠવાડિયામાં જ આવી ગયા છે, એ વાતની ભાળ મળતાં જ શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ તરફથી મુનિરાજ શ્રી વિક્રમવિજયજી તથા શ્રી ભાસ્કરવિજયજી એ અંગે આનંદ વ્યક્ત કરવા આવ્યા. એ વખતે શ્રીવિજયનંદનસૂરિજીએ એમને પૂછ્યું: “તમારું કામ કેટલે પહોંચ્યું?” જવાબ મળ્યો : “પ્રયાસ ચાલુ છે, હજી વાર લાગશે.”
આ તક ઝડપીને શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “જ્યારે સં. ૧૯૯૨માં તમે બધાએ જુદી સંવત્સરી-શનિવારની–કરી, ત્યારે વિજયરામચંદ્રસૂરિજીએ સાદડી ગામે ચોમાસું રહેલા તમારા પૂજય ગુરુ મહારાજની (શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની) આજ્ઞા મેળવી, તેમની આજ્ઞાનુસાર શનિવારની સંવત્સરી જાહેર કરી હતી, અને તેનાં મોટાં મોટાં પોસ્ટરો છપાવીને બહાર પાડ્યાં હતાં, જે અત્યારે પણ મોજૂદ છે. તો આ વખતે જ્યારે, ખુદ શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ પોતે સમાધાનનો માર્ગ કાઢે છે, અને સમાધાનનો નિર્ણય લાવે છે, ત્યારે વિજયરામચંદ્રસૂરિજીએ પોતે એમ જ કહી દેવું જોઈએ કે “પૂજય વિજયલબ્ધિસૂરિજી મહારાજની આજ્ઞાથી ૧૯૯૨માં ભાદરવા સુદ પાંચમ બે કરી હતી, ને શનિવારની સંવત્સરી માન્ય કરી હતી, તો અત્યારે તેઓશ્રી જે સમાધાન કરે, અને જે એક નિર્ણય લાવે તે માટે અને અમારે–સર્વને કબૂલ જ છે.' આ રીતે એમણે શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ ઉપર લેખિત સંમતિ મોકલી આપવી જ જોઈએ.”
શ્રી ભાસ્કરવિજયજીએ કહ્યું: “સાદડીની વાત હું નથી જાણતો.” ત્યારે શ્રીવિક્રમવિજયજી કહેઃ “નંદનસૂરિજી મહારાજ જે કહે છે, તે બરાબર છે.”
પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibresorg