________________
પચાવેલા તત્ત્વજ્ઞાનની આ બલિહારી હતી.
(૨૫)
ગુરુભક્તિની પરાકાષ્ઠા
શિષ્યના ચાર પ્રકાર છે:
(૧) કેટલાક શિષ્ય વિદ્યમાન ગુરુની અખંડ ભક્તિ કરે, ને ગુરુની હયાતી પછી પણ એમનાં નામ-કામને ઉન્નત કરવા દ્વારા એમની ભક્તિ કરે. (૨) કેટલાક જીવતા ગુરુની ભક્તિ કરે, પણ પછી પોતાના સ્વાર્થમાં પરોવાઈ ને ગુરુને ને એમના ઉપકારોને સદંતર વીસરી જાય. (૩) કોઈ વળી, જીવતા ગુરુની સામુંય ન જુએ, ને પાછળથી એમને માટે અપાર ભક્તિ દાખવે; કટાક્ષની ભાષામાં આવા શિષ્યને “મૂર્તિપૂજક' કહેવાય છે. અને (૪) કેટલાક એવા હોય છે, જે ગુરુની હયાતીમાં અને ગેર હયાતીમાં પણ એમની લેશ પણ ભક્તિ નથી કરી શકતા.
શ્રી વિજયનંદનસૂરિજી પ્રથમ પ્રકારના શિષ્ય હતા. પોતે દીક્ષા લીધી ત્યારથી તે સૂરિસમ્રાટના સ્વર્ગવાસ સુધી એમણે એમની જે અખંડ સેવાભક્તિ બજાવી હતી, તેવી જ સેવાભક્તિ એમણે સૂરિસમ્રાટના સ્વર્ગવાસ પછી પણ પોતાના જીવનની અંતિમ પળ સુધી કરી હતી.
ગુરુભક્તિના એમની પાસે બે પ્રકાર હતાઃ શારીરિક અને માનસિક. સૂરિસમ્રાટનાં ગોચરીપાણીનું ને પડિલેહણાદિનું ધ્યાન રાખવું, એમની પ્રત્યેક ક્રિયામાં એમને શારીરિક તકલીફ ન પડે અથવા ઓછી થાય, તે રીતેની અહર્નિશ પરિચર્યા કરવી, એમનો પડ્યો બોલ ઝીલીને ચીધેલાં કાર્યો ત્વરિત રીતે કરવાં, પગચંપી વગેરે કરવું, આ બધાં એમની શારીરિક ભક્તિનાં અંગો હતાં.
સૂરિસમ્રાટને જે વાત અને કાર્યચે, તે જ કરવાં, સૂરિસમ્રાટકે પ્રશ્નમાં કે ચર્ચામાં કે વિચારોમાં રસ લે, તેમાં જ ભાગ લેવો; સૂરિસમ્રાટના મહાન વિચારોને વહેવા; સૂરિસમ્રાટના આદર્શ અનુશાસનનું અને આજ્ઞાઓનું ખંતપૂર્વક પાલન કરવું; સૂરિસમ્રાટે સ્વીકારેલા આદર્શોને, અને પાળેલા સિદ્ધાંતોને સદા વફાદાર રહેવું આ બધા એમની માનસિક ભક્તિના પ્રકારો હતા.
આ ઉત્કૃષ્ટ ભક્તિનું વર્ણન લોકો-ખાસ કરીને, આ ભક્તિને નજરે જોનારા–આ રીતે કરતા : સૂરિસમ્રાટની એક આકૃતિના બે પડછાયા છેઃ એક ઉદયસૂરિ મહારાજ, ને બીજા નન્દનસૂરિ મહારાજ.”
આ અનન્ય અને અખંડ ગુરુભક્તિના પ્રતાપે તેઓ સૂરિસમ્રાટના હૈયામાં વસી ગયા હતા.
સં. ૨૦૦૪ના વર્ષે સૂરિસમ્રાટ અમદાવાદ–સાબરમતી હતા, ત્યારે શ્રીવિજયનન્દનસૂરિજીનાં સંસારી માતુશ્રી જમનાબેન વંદન કરવા આવ્યાં. એમની ઉંમર છ— વર્ષની હતી. નવા દાંત પણ એમને આવેલા. શરીર એટલું શિથિલ કે હરગોવિંદદાસ (શ્રી વિજયનન્દનસૂરિજીના ભાઈ) એમને તેડીને લઈ આવેલા. એ માજીએ વંદન કરીને જતી વખતે સૂરિસમ્રાટને કહ્યું : “મહારાજ! મારાં
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org