________________
મક્કમ આત્મબળ દાખવીને ચાલતાં ચાલતાં પચ્છેગામ ગયા. ત્યાં દસેક દહાડા રહી ઝડપી ઉપચારો કર્યા. એનાથી ને પૂરતા આરામથી તબિયત સુધરતી ચાલી.
લિવરના દુખાવા વિષે નિષ્ણાત ડૉક્ટરોનો મત હતો કે એમને “ગોલ્ડસ્ટોન - પિત્તની પથરી છે. એના લીધે વાંરવાર દુઃખાવો ને સોજો થઈ આવે છે. આ માટે એકથી વધુ વાર એક્સ-રે લેવરાવ્યા. પણ આશ્ચર્ય એ થતું કે એક પણ એક્સ-રેમાં ગોલ્ડસ્ટોન આવતો નહિ અને છતાં ડૉક્ટરો એમના મતમાં મક્કમ જ હતા. સારા સારા ડૉક્ટરો એમને એનું ઑપરેશન કરાવવાની સલાહ ભારપૂર્વક આપતા. પણ, એ ખૂબ મક્કમ રહ્યા. એ કહેતા: “એક્સ-રેમાં ન દેખાતી વસ્તુ છે જ એમ કેમ માની લેવાય?' ડૉક્ટરો પાસે આનો જવાબ ન રહેતો.
આણંદના પ્રખ્યાત અંગ્રેજ ડૉક્ટર કૂક આ માટે એમની તબિયત જોવા બે-એકવાર આવ્યા. એમણે તો જોતાવેત જ કહી દીધું કે, “ગોલ્ડ સ્ટોન છે, અને ઑપરેશન વિના છૂટકો નથી.” આ પછી જ્યારે એ દર્દ વધુ પડતું થાય ત્યારે ડૉ. કૂકને બોલાવવામાં આવતા; તે વખતે એ વિનોદમાં કહેતા : મહારાજ ! હું તમને કહું છું કે તમને ગોલ્ડસ્ટોન છે જ; એક્સ-રેમાં ભલે ન આવે, પણ છે જ. પણ તમારે ઑપરેશન કરાવવાનું નહિ. તમારા શ્રાવકો પાસે ઘણા પૈસા છે. તમને જ્યારે દર્દ થાય, ત્યારે મને બોલાવવાનો ને મને સો રૂપિયા અપાવવાના!” અને એ ખડખડાટ હસી પડતા.
આમ ને આમ ઘણાં વર્ષો પસાર થઈ ગયા. ગેસની ફરિયાદ રોજિંદી થઈ ગઈ હતી, લિવરનો ને એને લીધે પડખાનો દુઃખાવો રોજનો ભાઈબંધ બની ગયો હતો! એ છેલ્લા દિવસ સુધી રહ્યો.
સં. ૨૦૧૧નું ચોમાસું અમદાવાદમાં કરેલું. એ વખતે કાર્તિક શુદિ પાંચમનો ઉપવાસ કરેલો. છઠે પારણું કરીને બેઠા હતા. પૂ. આચાર્ય શ્રી વિજયોદયસૂરિજી મહારાજ વ્યાખ્યાન આપવા ગયા, ને થોડીવારમાં જ એમને એકદમ મોમાં તમતમ થવા માંડ્યું, છાતીમાં ગભરામણ થવા લાગી. એમણે તરત સાધુ જોડે આચાર્ય મહારાજને કહાવ્યું: “વ્યાખ્યાન બંધ કરીને ઝટ પધારો, મારી તબિયત બગડી
પૂ. શ્રીવિજયોદયસૂરિજી મહારાજ વ્યાખ્યાન પડતું મૂકીને દોડતા આવ્યા. પણ એટલી વારમાં તો, તેઓ બેભાન બની ગયા હતા.
તત્કાળ ડૉક્ટરો આવ્યા. ચાંપતા ઉપચારો શરૂ થયા. પણ એકે ય દવા, ઇજેક્શન કે ઉપચાર લાગુ ન પડ્યાં. ઊલટું, નાડી લગભગ સ્થગિત થઈ ગઈ. હાર્ટ, ધબકારા, પલ્સ, પ્રેશર બધું એવી વિચિત્ર સ્થિતિમાં મૂકાયું કે ડૉક્ટરો વિમાસણ અનુભવી રહ્યા. ડૉ. સુમન્ત શાહ, સર્જન ડૉ. સોભાગચંદ શાહ, ડૉ. સી.એફ. શાહ, ડૉ. નાનાલાલભાઈ, ડૉ. ગુણવંતલાલ અલમૌલા, ડૉ. નટવરલાલ એસ. શાહ, ડૉ. ધીરુભાઈ શાહ, ડૉ. ચંદ્રકાંત વકીલ, ડૉ. છોટુભાઈ એફ. શાહ, ડૉ. જયસુખભાઈ વગેરે ડૉક્ટરો રાત-દિવસ હાજર રહીને શક્ય તમામ સારવાર કરતા હતા.
આ સ્થિતિ બરાબર બોતેર કલાક ચાલી. ડો. સુમન્ત શાહને છેવટે લાગ્યું કે, “હવે આ કેસ ખોટો છે; બે-ચાર કલાકનો જ સવાલ છે.' અને, એમને ફરીવાર બોલાવવા જનારને એમણે સ્પષ્ટ કહી દીધું કે, “મને શા માટે બોલાવો છો? મારાથી થાય એ બધું જ મેં કરી લીધું છે. ને હવે મહારાજશ્રી બે
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelary.org