________________
કબૂલ રાખી, તે મુજબ વરતવું, આ મુજબ વરતવાનું બંધન બંનેના શિષ્ય સમુદાયને મંજૂર રહેશે.
“વિજયરામચંદ્રસૂરિ દા. પોતે, આનંદસાગર દા. પોતે”
આ વાંચીને એમણે કહ્યું : “સહી કરનાર બંને આચાર્યો જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ વિના પણ પોતપોતાનું મંતવ્ય મધ્યસ્થને સમજાવી શકે છે. આમાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ એવો કોઈ શબ્દ છે જ નહિ.”
એ સાંભળીને બદામીએ મુસદો લઈને પુનઃ બરાબર વાંચ્યો, અને તરત એમણે કબૂલ્યું કે, “આપની વાત બરાબર છે.” પછી પૂછ્યું: “તો પછી સાહેબ ! જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ કઈ રીતે થાય?”
શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “એ ત્રણ રીતે થઈ શકે છે. એક રાજસભામાં ગોઠવવો હોય તો પણ થઈ શકે છે; ભાવનગર રાજય છે, વલભીપુર રાજય છે, પાલિતાણા રાજ્ય પણ છે. જયાં કરવો હોય ત્યાં અમે તૈયાર છીએ.”
બદામી કહે : “આમ બનવું અત્યારે તો અસંભવ છે.”
“તો પછી દયાળુ દાદાની પવિત્રછાયામાં પાલિતાણામાં હિંદુસ્તાનનો સકલ સંઘ ભેગો કરવો, અને ત્યાં ચતુર્વિધ સંઘની હાજરીમાં શાસ્ત્રાર્થ થાય.”
બદામી કહે : “પણ આવું કરવામાં ઘણી ધમાલ થવાનો સંભવ રહે.”
એટલે શ્રી નંદનસૂરિજી કહે: “એમાં ધમાલ શી થાય? બે જણા જાહેર, મૌખિક શાસ્ત્રાર્થ કરે અને બાકી તમામ વર્ગ શાંતિથી સાંભળે. બંને જણા પોતાના પક્ષકારોને શાંત રહેવા ભલામણ કરી શકે છે. અને છતાં તમને આ પણ ઠીક ન લાગતું હોય, તો ત્રીજો રસ્તો એ છે કે તમે પાંચ જણા, છઠ્ઠા શેઠ કસ્તુરભાઈ – આટલાની હાજરીમાં જાહેર, મૌખિક શાસ્ત્રાર્થ થાય પછી મધ્યસ્થ જે નિર્ણય આપે તે બંનેને કબૂલ રહે. આટલું તો થવું જ જોઈએ.”
પાંચમાંના એક જીવાભાઈએ આ સાંભળીને કહ્યું : “આપનો જે રીતે વિચાર હોય તે આપ અમને લખીને આપો.”
ત્રીજા વિચારમાં પાંચેની સંમતિ દેખીને એમણે તે જ વખતે એક મુસદો ઘડ્યો. એમાં લખ્યું કે: “તા ૩-૫-૧૯૪૨
“વિક્રમ સંવત ૧૯૯૨ની સાલમાં શનિવારની સંવત્સરી તથા વિ.સં. ૧૯૯૩ની સાલમાં બુધવારની સંવત્સરી વિજયરામચંદ્રસૂરીજીએ તથા તેમના ગુરુજીએ તથા તેમના સાધુસમુદાયે જે કરેલી તે શાસ્ત્રથી અને શ્રી વિજયદેવસૂરીશ્વરજીની પરંપરાથી વિરુદ્ધ છે, માટે તે સંબંધમાં પહેલવહેલો મૌખિક અને જાહેર શાસ્ત્રાર્થ વિજયરામચંદ્રસૂરિજીએ અમારી સાથે કરવો પડશે. તેઓએ તપાગચ્છના સર્વ આચાર્યોને જણાવ્યા સિવાય સંવત્સરી જુદી કરેલ હોવાથી તેમને જ પહેલાં પ્રશ્નો અમો પૂછીશું, અને તે પ્રશ્નોના ઉત્તર તેઓએ મૌખિક આપવા પડશે. અને પછી આ સંબંધમાં તેઓ પણ અમોને પ્રશ્નો પૂછી
૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelary.org